5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજેશ ખન્ના - જેમ્સ બોન્ડ!
છોટી સી બાતે

કોઈ પણ સશક્ત અભિનેતા કારકિર્દી દરમિયાન કામ અને દામ મેળવવા તો સતત દોડાદોડ કરતો જ હોય છે. બલકે એ એનો સ્વભાવ જ હોય છે. સાથે સાથે કુશળ અભિનેતા પોતાની ઇમેજ વિરુદ્ધ કે પછી કોઈ પડકારરૂપ ભૂમિકા - ચેલેંજિંગ રોલ મળે એની તલાશમાં સુધ્ધાં હોય છે. ‘આખરી ખત’, ‘રાઝ’ અને ‘બહારોં કે સપને’ જેવી ફિલ્મોથી ધીમી પણ મક્કમ શરૂઆત કરનાર રાજેશ ખન્ના ૧૯૬૯માં આવેલી ‘આરાધના’થી સુપરસ્ટાર બની ગયો. ૧૯૬૯થી ૧૯૭૩ સુધી બોક્સઑફિસ પર એકચક્રી શાસન કરનારા ચક્રવર્તી સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ‘આનંદ’, ‘દુશ્મન’, ‘બાવર્ચી’ જેવી ફિલ્મોમાં પોતાની રોમેન્ટિક ઈમેજથી હટકર રોલ કરીને પ્રશંસા મેળવી હતી. જોકે, અહીં જે પોસ્ટર આપ્યું છે એ જેમ્સ બોન્ડના રોલમાં રાજેશ ખન્ના કેવો લાગ્યો હોત એનું અનુમાન કરવું થોડું અઘરું છે. એની કારકિર્દી ટોચ પર હતી ત્યારે ૧૯૭૪ના ડિસેમ્બર મહિનામાં ૦૦૭ જેવું ટાઈટલ ધરાવતી આ ફિલ્મ લોન્ચ થઈ હતી. એનું દિગ્દર્શન એક કાબેલ ડિરેક્ટર નરેન્દ્ર બેદીને સોંપવામાં આવ્યું હતું.

ભારતનો સુપરસ્ટાર હવે દુનિયાનો સુપરસ્પાય બનશે એવા મતલબની રજૂઆત કરવામાં આવી હતી. અભિનેત્રી તરીકે પદ્મિની કપિલા અને કેટી મિર્ઝાનાંં નામ હતાંં જેના પરથી ફિલ્મમાં હીરોઈનના મહત્ત્વનો ખ્યાલ આવી જાય છે. ઍક્શન ફિલ્મ હોવા છતાં સંગીતને પ્રાધાન્ય આપવા માટે ગીતકાર તરીકે આનંદ બક્ષી અને સંગીતકાર તરીકે આર. ડી. બર્મનને લેવામાં આવ્યા હતા. મિસ્ટર ખન્નાની પ્રારંભની સુપરહિટ ફિલ્મોમાં આ ગીતકાર અને સંગીતકારનો મોટો ફાળો રહ્યો છે.

જોકે, અફસોસ કે આ ફિલ્મ જાહેરાતથી ખાસ આગળ ન વધી અને એને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. સુપરસ્પાય બનવાનું રાજેશ ખન્નાનું સ્વપ્ન રગદોળાઈ ગયું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6vjG83e5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com