5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાવન ભાદોં: રેખા, રણજિત ને નવીન નિશ્ર્ચલના શ્રીગણેશ
ફ્લેશ બેક - હેન્રી શાસ્રી

રેખાની પહેલી રિલીઝ થયેલી ફિલ્મે પચાસ, જી હા, પૂરા ૫૦ વર્ષ થઈ ગયાં. એટલું જ નહીં મોહન સેહગલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘સાવન ભાદોં’ નવીન નિશ્ર્ચલ અને વિલન રણજિતની પણ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ આ ત્રણેય નવોદિતોને ફળી એમ જરૂર કહી શકાય, કારણ કે ત્રણેય કલાકાર પોતપોતાની કારકિર્દીમાં એક મુકામ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ‘દેવર’ અને ‘ક્ધયાદાન’ જેવી ફિલ્મો આપનારા મોહન સેહગલની આ ફિલ્મ હીરો - હીરોઇન નવોદિત હોવા છતાં સિલ્વર જ્યુબિલી હિટ થઈ હતી. શ્રીમંત યુવાન અને ગરીબ યુવતી એ કથાનું કેન્દ્રબિંદુ હોય એટલે લેખક અને દિગ્દર્શકને રમવા માટે મોકળું મેદાન મળી જતું હોય છે. મોહન સેહગલે પણ વાર્તાને બહેલાવીને એમાં જરૂરી મસાલો ઉમેરીને ફિલ્મ બનાવી અને સફળતા મેળવી હતી. રફીએ ગાયેલું ‘કાનો મેં ઝુમકા, ચાલ મેં ઠુમકા, કમર પે ચોટી લટકે, હો ગયા દિલ કા પુર્જા પુર્જા, લગે પચાસી ઝટકે, ઓ તેરા રંગ હૈ નશીલા, અંગ અંગ હૈ નશીલા’ ગીત અદ્ભુત સફળતાને વર્યું હતું. ફિલ્મની સફળતામાં આ ગીતનો પણ હિસ્સો હતો. આ ફિલ્મ પછી રેખા અને નવીન નિશ્ર્ચલ રાતોરાત સ્ટાર બની ગયા હતા. જે દાયકામાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા બે મહાકાય અભિનેતા છવાયેલા હતા એ દાયકામાં નવીન નિશ્ર્ચલની ૨૮ ફિલ્મ રજૂ થાય અને એમાંની કેટલીક સારી સફળતા મેળવે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. કીડીને કણ અને હાથીને મણ કહેવત જેવી વાત થઈ.

‘સાવન ભાદોં’ પહેલા બે તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અને ૧૯૬૯ની કન્નડ ફિલ્મમાં લીડ રોલ કરનારી રેખાની કારકિર્દીની શરૂઆત જોરદાર રહી અને ૧૯૭૫ સુધીમાં તો તેના નામ સામે ૨૫ ફિલ્મો બોલતી હતી. જોકે, એના દેખાવની બહુ ટીકા થતી હતી. પડદા પર એ બેડોળ લાગે છે એવી કમેન્ટ સુધ્ધાં થતી હતી. ૧૯૭૬માં આવેલી દુલાલ ગુહાની ‘દો અંજાને’થી એનો લુક બદલવાની શરૂઆત થઈ અને આ ફિલ્મમાં એનો અભિનય પણ નોંધપાત્ર રહ્યો હતો. ૧૯૭૮માં ‘ઘર’ આવી જે રેખાના જીવનમાં વળાંક લાવનારી સાબિત થઈ. બસ પછી અભિનય અને ગ્લેમરના મિશ્રણ સાથે રેખા એક પછી એક પગથિયું ચડતી જ ગઈ અને અનેરી ઊંચાઈ પ્રાપ્ત કરી.

મૂળ નામ ગોપાલ બેદી, પણ ફિલ્મના પડદે રણજિત નામ ધારણ કરનાર આ કલાકારને હીરો બનવું હતું કે પછી પોઝિટિવ પાત્રો જ ભજવવા હતા. જોકે, માણસ ધારે થાય અને થાય કંઈ એ ન્યાયે એની બીજી જ ફિલ્મ ‘શર્મીલી’માં એના નેગેટિવ રોલની ખૂબ પ્રશંસા થઈ અને હીરો બનવાના ખ્વાબ જોતો ગોપાલ બેદી રણજિત નામથી એક સફળ વિલન બની ગયો. ‘સાવન ભાદોં’ની સફળતાએ બીજી ફિલ્મો અપાવી. ફિલ્મમાં એનું કામ સુનીલ દત્તને ગમ્યું. ‘શર્મીલી’ની સફળતા પછી તો એની ગાડી સડસડાટ દોડવા લાગી હતી. પહેલા પાંચ વર્ષમાં જ રણજિતની ૩૭ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી, બોલો. એકંદરે આ ફિલ્મથી ત્રણ કલાકારના જીવનમાં સફળતા શ્રાવણ - ભાદરવોની જેમ વરસી હતી.

એક રસપ્રદ માહિતી. ફિલ્મના એડિટર (સંકલનકાર) તરીકે નામ છે પ્રતાપ દવેનું. ૧૯૧૯માં સૌરાષ્ટ્રના જેતલસર (રાજકોટ અને જૂનાગઢ વચ્ચેનું સ્ટેશન)માં જન્મેલા પ્રતાપભાઈએ ૧૯૩૯થી ૧૯૭૫ દરમિયાન કેટલીક ફિલ્મોમાં

એડિટર તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી હતી. ‘લાજવંતી’, ‘ગુંજ ઉઠી શહનાઈ’, ‘અનપઢ’ ‘હિમાલય કી ગોદ મેં’ (બેસ્ટ એડિટરનો ફિલ્મફેર એવૉર્ડ), ‘આપ કી કસમ’ જેવી જાણીતી ફિલ્મોનો એમાં સમાવેશ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

02rwh2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com