5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોનાકાળમાં ‘બધાઇ હો’ આ અભિનેત્રીઓને
સોનલ મહેતા - શેઠ

સુશાંતના મૃત્યુનું પ્રકરણ હોય કે ડ્રગ્સની વાત હોય, આ વર્ષે બૉલીવૂડમાંથી આપણને નેગેટિવ અને ગમગીન કરી મૂકે એવા સમાચાર જ જાણવા મળ્યા છે. જોકે, સાથેકેટલાક સારીબાબતો પણ બની છે અને સારા સમાચાર પણ મળ્યા છે. અભિનેતા સોનુ સૂદ કોરોનામાં સામાન્ય લોકોની વહારે આવ્યો અને તેણે તેમના માટે અઢળક કામ કર્યાં. આ દરમિયાન, કેટલીક અભિનેત્રીઓએ તેઓ પ્રેગ્નન્ટ હોવાની ખુશખબરી પણ આપી છે. કોરોના આ વર્ષે લોકો માટે ઘણા દુ:ખ અને ગમગીની લઇ આવ્યો તો આ વર્ષમાં ઘણી જગ્યાએ ખુશીનો માહોલ પણ લઇને આવ્યો છે. ખાસ કરીને કેટલીક અભિનેત્રીઓના જીવનમાં. આ વર્ષે કેટલીક અભિનેત્રીઓ માતા બનવાની છે અને અમુક અભિનેત્રીઓ આ સમયે માતા બની છે. આવો આપણેતેમના વિશે જાણીએ.

અનુષ્કા શર્મા

બૉલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમના પહેલા સંતાનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનુષ્કા શર્માએ ૨૭ ઓગસ્ટના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિરાટ કોહલી સાથે એક ફોટો શેર કરીને પોતાની ખુશખબરી આપી હતી.

અનુષ્કાએ પોતાના બેબી બમ્પને પ્રેમથી જોતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટૂર્નામેન્ટ પહેલા દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બૅંગલોરની ટીમ સાથે તેમણે અનુષ્કાની પ્રેગ્નન્સીની ઉજવણી પણ કરી હતી.

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને સૌથી પહેલા જાહેર કર્યું હતું કે તેઓ માતા-પિતા બનવાના છે.

કરીનાએ એક ઓફિશિયલ જાહેરાત કરીને તેના ચાહકો અને પ્રશંસકોને પોતાની ખુશખબરી જણાવી હતી. કરીનાને ઓલરેડી તૈમુર નામે એક પુત્ર છે.

હવે એ બીજી વાર પ્રેગ્નન્ટ છે. હવે તો કરીના બેબી બમ્પ સાથે પોતાના ફોટો પણ શેર કરે છે.

સાગરિકા ઘાટગે

વર્ષ ૨૦૨૦માં કુટુંબમાં વૃદ્ધિ કરવાના સમાચાર પહોંચાડનાર હસ્તીઓની લાંબી સૂચિમાં અભિનેત્રી સાગરિકા ઘાટગે અને તેના પતિ ઝહિર ખાન પણ શામેલ છે. અભિનેત્રી સાગરિકા ઘાટગે અને તેના ક્રિકેટર પતિ ઝહિર ખાન ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. તેમના પરિવારમાં એક વધુ સભ્યનો ઉમેરો થઇ જશે. સાગરિકા અને ઝહિરે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. તેમની લવસ્ટોરીએ બૉલીવૂડ અને ક્રિકેટ વચ્ચેનો જુનો સંબંધ મજબૂત બનાવી દીધો હતો.

પૂજા બૅનર્જી

ટીવી એક્ટ્રેસ પૂજા બૅનર્જીએ પણ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટા શેર કરી ઘોષણા કરી હતી કે તે પ્રેગ્નન્ટ છે. તેણે તેના પતિ કુણાલ વર્મા સાથે બેબી બમ્પ દર્શાવતા ત્રણ ફોટા શેર કર્યા હતા. પૂજા બેનર્જી અને તેના પતિ કુણાલ વર્માએ લખ્યું હતું કે તેમના પ્રથમ બાળકને આવકારવા તેઓ ક્રેઝી છે. પૂજા અને કુણાલ ૧૫ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લગ્નના ગઠબંધનમાં બંધાવા જવાના હતા, પરંતુ કોરોનાવાયરસ ફાટી નીકળ્યો હતો અને લોકડાઉન થતાં બંનેએ તેમની બધી વિધિઓ રદ્ કરી દીધી હતી. ૯ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ તેમના ઘરે બેબીનો જન્મ થયો છે. આમ, બંને હજુ બિન ફેરે હમ તેરે છે, પણ તેમના ઘરે બાળકનું આગમન થઇ ચૂક્યું છે. આ ઉપરાંત જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરી પણ હાલમાં જ માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. તે ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિકે પણ આ જ વર્ષે એક પુત્રને જન્મ આપ્યો છે.

અમૃતા રાવ

અભિનેત્રી અમૃતા રાવ પણ ટૂંક સમયમાં માતા બનવાની છે. જોકે, અમૃતાએ સોશિયલ મીડિયા પર આ અંગે કોઇ નિવેદન જારી નથી કર્યા, પરંતુ જાણકાર સૂત્રોના કહેવા અનુસાર અમૃતા તેના જીવનના આ તબક્કાને પ્રેમથી માણી રહી છે.

લૉકડાઉન પહેલા જ અમૃતા પ્રેગ્નન્ટ થઇ હતી અને ટૂંક સમયમાં જ તે માતા બની જશે. તાજેતરમાં જ અમૃતાના બેબી બમ્પ સાથે અને તેના પતિ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

અનિતા હસનંદાની

ટેલિવિઝન અભિનેત્રી અનિતા હસનંદાની અને તેના પતિ રોહિત રેડ્ડીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ તેમના પહેલા સંતાનની અપેક્ષા રાખી રહ્યા છે. બંનેના લગ્નને સાત વર્ષ થયા છે. ૧૦ ઓક્ટોબરના રોજ એક સુંદર વીડિયો દ્વારા અનિતાએ તેની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. અનિતા અને તેનો પતિ રોહિત તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. અભિનેત્રી અત્યાર સુધી તેના બેબી બમ્પને સફળતાથી દરેકથી છુપાવવામાં સફળ રહી હતી.

થોડો સમય છૂપાવ્યા બાદ તેણે પોતે માતા બનવાની હોવાની જાહેરાત કરી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

85Y71n6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com