5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રણવીરની રણનીતિ
મૂકેશ પંડ્યા

કોરોનાકાળમાં બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહનું વિવાદાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયાને ચાર મહિના પૂરા થયા. તેણે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તેની તપાસ કરતાં કરતાં આ ઇન્ડસ્ટ્રીનો ડ્રગ્સ વિવાદ પણ સામે આવ્યો. આ વિવાદમાં રણવીરસિંહની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ ઉછળ્યા કરે છે. એ જે હોય તે પણ રણવીરસિંહના લૉકડાઉન પછીના કાર્યો એક પછી એક શરૂ થઇ રહ્યા છે. તે પેાતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે.

૧૬ ઑક્ટોબરથી દેશના કેટલાક પ્રદેશોમાં થિયેટરો ખૂલી રહ્યા છે ત્યારે પ્રેક્ષકો અહીં સુધી ખેંચાઇ આવશે કે કેમ તેની ચિંતા સહુને સતાવી રહી છે. કોરોના માર્ગદર્શિકા મુજબ થિયેટરોમાં તેની ક્ષમતા કરતા અડધા પ્રેક્ષકો જ બેસી શકશે. આવા સંજોગોમાં હાલ આઇપીએલ ક્રિેકેટ સ્પર્ધા જોરમાં ચાલી રહી છે ત્યારે રણવીર સિંહની ત્રીજા ક્રિકેટ વિશ્ર્વ કપ પર આધારિત ’૮૩ ફિલ્મ જે લૉકડાઉનને કારણે અટકી હતી એ હવે ડિસેમ્બર મહિનામાં થિયેટરોમાં રજૂ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. આમ તો માર્ચમાં કોરોના કાળ શરૂ થયો એ પહેલાં જ આ ફિલ્મની જાહેરાત અને પ્રોમો શરૂ થઇ ગયા હતા. આ ફિલ્મની નાવ છેક કિનારે આવીને ડૂબી ગઇ હતી.

આ ફિલ્મમાં રણવીરસિંહ ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન અને ઑલરાઉન્ડર કપિલદેવની ભૂમિકામાં છે. ભારતે ૧૯૮૩માં બ્રિટનમાં ક્રિેકેટ વર્લ્ડ કપ રમતા પહેલીવાર વિશ્ર્વ કપ જીત્યો હતો. ભારતની જનતા માટે આ એક બહુ મોટી ઘટના હતી. ભારત ક્રિેકેટની પાછળ ઘેલું છે અને હાલ ઇન્ડિયન પ્રિમિયર લીગ ચાલી રહી છે ત્યારે ટી.વી. પર તેના દર્શકો વધી રહ્યા છે. આવા માહોલમાં બે મહિનાની અંદર ’૮૩ ફિલ્મ રજૂ થાય તો એ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે. હાલમાં તો આપણે રણવીર સિંહને ઑલ ધ બેસ્ટ સિવાય કશું કહી શકીએ નહીં.

આ ઉપરાંત રણવીરસિંહ જૂની મશહૂર કૉમેડી ફિલ્મ ‘અંગૂર’ ફિલ્મની રીમેક માં પણ ચમકશે. ૮૦ના દાયકામાં આવેલી ગુલઝાર દિગ્દર્શિત અંગૂર ફિલ્મ ખૂબ જ લોકપ્રિય રહી હતી. ચાલીસ વર્ષ બાદ હવે આ ફિલ્મની રિમેક બનવાની વાતો થઇ રહી છે. સિમ્બા ફિલ્મના હીરો-દિગ્દર્શક રણવીરસિંહ અને રોહિત શેટ્ટીની જોડી જ આ ફિલ્મમાં પણ પોતાનો કરિશ્મા બતાવશે એ ચર્ચાઇ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંજીવકુમાર અભિનિત ફિલ્મ અંગૂરની રીમેક રોહિત શેટ્ટી બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ માટે તેમણે રણવીરસિંહને ફાઇનલ કર્યો છે, જે સંજીવકુમારનું પાત્ર ભજવશે. આ ફિલ્મ સાથે જ રણવીરસિંહ પહેલી વાર ડબલ રોલમાં દેખાશે. આ ફિલ્મ માટે રોહિત ૨૦૧૫થી જ ઉત્સુક હતા. તેઓ પહેલા શાહરૂખખાનને લઇને આ ફિલ્મ બનાવવા માગતા હતા, પણ વાત કાંઇ જામી ન હતી. તે વખતે દિલવાલે ફિલ્મ બનાવી. હવે અંગૂરની રીમેક બનાવવાનું કામ હાથમાં લીધું છે. એવું જાણવા મળ્યું છે કે લૉકડાઉન દરમ્યાન રોહિતે આ ફિલ્મ પર ઘણું કામ કર્યું છે. ૧૯૮૨માં રજૂ થયેલી આ ફિલ્મમાં સંજીવકુમાર અને દેવેન વર્માએ શાનદાર કોમેડી કરી હતી. આ ફિલ્મમાં મૌસમી ચેટર્જી, દીપ્તિ નવલ અને અરૂણા ઇરાનીએ પણ ભૂમિકાઓ ભજવી હતી. ગુલઝારે આ ફિલ્મમાં દિગ્દર્શન ઉપરાંત ગીતો લખવાનું કામ પણ સંભાળ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6e623w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com