29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

રાયકવાળ બ્રાહ્મણ

ધંધુકા હાલ ભાવનગર સ્વ. મનહરલાલ પંડયા (ઉં.વ. ૭૮) તા. ૧૫ને મંગળવારે સ્વર્ગવાસી થયા છે. તે સ્વ. ખુશાલદાસ દ્વારકાદાસ પંડયાના પુત્ર. સ્વ. દયાશંકરભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈના નાના ભાઈ. હરેશભાઈ પંડયા, રાજેશભાઈ પંડયાના પિતા. પ્રફુલભાઈ, સ્વ. કિરીટભાઈ પંડયાના કાકા. સ્વ. ચુનીલાલ વૃજલાલ ભટ્ટના જમાઈ. સ્વ. ભાસ્કરભાઈ, અનંતભાઈ, જયવંતભાઈ ભટ્ટના બનેવી.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

સ્વ. અ. સૌ. હિરાલક્ષ્મી ગિરધરલાલ જોશીના પુત્ર નાગધણીબા નિવાસી હાલ બોરીવલીના પ્રવીણચંદ્ર જોશી (ઉં.વ. ૭૧) તે સ્વ. માયાબેનના પતિ. વિવેક, ઝરણા, હિતેશના પિતા. માધવી, ધ્વની, મનોજના સસરા. સ્વ. રમેશચંદ્ર, સ્વ. નયનાબેન, કિરીટભાઈ, મહેશભાઈ, સ્વ. યોગેશભાઈના ભાઈ. દિનકરભાઈ મહેતાના જમાઈ (વળાવડ) રેયાંસ, આરવ, પાર્થના દાદા. ઝીલ, નીલના નાનાજી તા. ૧૬-૯-૨૦, બુધવારના કૈલાસવાસી થયા છે. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ઝારોળા વણિક

પ્રકાશચંદ્ર ગોરધનદાસ શાહ બુધવાર, ૧૬-૯-૨૦ના અવસાન થયું છે. બેસણું રાખેલ નથી. ગં. સ્વ. ડોલીબેન પ્રકાશચંદ્ર શાહ, મેઘના હેમાંગ શાહ પુત્રી.

હાલાઈ લોહાણા

પોરબંદર હાલ બોરીવલી ભાણજી લવજી ઘીવાળા સ્વ. લક્ષ્મીદાસ વલ્લભદાસ સીમરીયાના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. છોટાલાલ હરીદાસ લાખાણી મુંબઈના પુત્રી. ગોવિંદભાઈ, સ્વ. પ્રકાશભાઈ છોટાલાલ લાખાણીના બહેન. જ્યોતિબેન અજીતકુમાર નંદાણી, સુધીરના માતુશ્રી. ડિન્કીબેનના સાસુ. સ્વ. દિલીપભાઈ, સુરેશભાઈ, હસુભાઈ, પ્રદ્યુમનભાઈ, કિરણબેન, પૂર્ણિમાબેન, ભારતીબેન, લીલીબેન, શાંતાબેનના ભાભી ૧૪-૯-૨૦ સોમવારના મુંબઈ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

કચ્છ ગામ વરાડીયાના ભાંડુપ સ્વ. પ્રેમાબેન રતનશી સ્વારના પુત્રવધૂ કાંતાબેન (ઉં. વ. ૬૪) તે સ્વ. સાકરબેન હરીરામ અનમ, સ્વ. ગોદાવરીબેન ધનજી પલણ, શશીકાંત રમેશના ભાભી. કલ્પીત, જતીનના માતુશ્રી. દિપાલીના સાસુ. ધ્રુવીના દાદી. ચંચીબેન પરસોત્તમ જોબનપુત્રા મઉવાળાની દીકરી ૧૪-૯-૨૦ સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી રાજગોર

ગામ ફરાદી (હાલે કાંદિવલી) પેથાણી પ્રભુલાલ (ઉં.વ. ૮૩) તે સ્વ. મમીબાઈ લક્ષ્મીદાસ હરીરામના પુત્ર. રમીલાબેનના પતિ. રાકેશ, રેશ્મા સંદીપ કંસારાના પિતાશ્રી. કિંજલબેનના સસરા તા. ૧૫-૯-૨૦ના કૈલાસવાસી થયા છે. તે સ્વ. માધવજી, સ્વ. જેઠલાલ, સ્વ. વલ્લભજી, કાનજી, વિસનજી, સ્વ. મોતીલાલ, ગં. સ્વ. મણીબેન હરેન્દ્રકુમારના ભાઈ. કલીકટના કુંવરજી દેવજી ભટ્ટના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

ભુંભલી હાલ ઘાટકોપર ગોકુળભાઈ દ્વારકાદાસ પારેખ (ઉં.વ. ૮૫) તા. ૧૫-૯-૨૦ના શ્રીજીચરણ પામેલ છે. તે ઈન્દિરાબેનના પતિ. સમીર, છાયા મનીષ ભાયાણી, દિપ્તી સંદીપ મોદી, કાનન જીગર દાણીના પિતા. મિતાલીના સસરા. સ્વ. સરસ્વતીબેન ફૂલચંદ દેસાઈ, સ્વ. વિઠ્ઠલદાસ પારેખ, સ્વ. વલ્લભદાસ પારેખ, ગં. સ્વ. તરુણાબેન મનહરલાલ શાહ, સ્વ. મથુરાદાસ પારેખના ભાઈ. સ્વ. નાગરદાસ ચંપકલાલ મહેતાના જમાઈ. ખુશી, તનયના દાદા. શચી, સંકેત શેઠ, હર્ષ, દિયા, જયના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. દમયંતીબેન રામજીભાઈ કાનજી મજેઠીયા કચ્છ ગામ માતાજીના નેત્રાવાળા હાલ મુલુન્ડના નાના પુત્ર અશોકભાઈ (ઉં.વ. ૬૧) બુધવાર, તા. ૧૬-૯-૨૦ના રામશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. સ્વ. સુશીલાબેન વિશનજી માણેક કચ્છ વરસામેડીવાળાના જમાઈ. જીતેન્દ્ર, જયશ્રીબેન શંકરલાલ ધીરાવાણીના ભાઈ. કેજલ નિકેત શાહ, દેવાંશીના પિતાશ્રી. નીતાબેનના દીયર. અમીત-સવિતા, દીપાબેન કરણભાઈ કારીયાના કાકા. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા મેવાડા વૈષ્ણવ વણિક

કિન્નરી મનહરલાલ શાહ (ઉં.વ. ૫૫) (હાલ મુંબઈ) ૧૪-૯-૨૦ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મનહરલાલ મણિલાલ શાહ અને સ્વ. તરુલતા મનહરલાલ શાહની દીકરી. તે પ્રશાંતભાઈ, કેતનભાઈ, કૌશિકભાઈના બહેન, પારુલ કેતન શાહના નણંદ, મુકુંદભાઈ, સ્વ. કમલકાંતભાઈ, રાજેન્દ્રભાઈ, ગં. સ્વ. રંજનબેન, જયબાળાબેનની ભત્રીજી. સ્મિતના ફોઈ. બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ

નવાપુરવાળા નરેન્દ્રભાઈ ઠાકોરલાલ શાહ (ઉં.વ. ૭૮) ૧૬-૯-૨૦ના શ્રીજીશરણ પામ્યા છે. પન્નાબેનના પતિ. નીપા, મનીષ તથા રુચિરના પિતા. નિકુલકુમાર, નિશા, પિંકીના સસરા. સ્વ. સુરેશચંદ્ર, જશવંતલાલ, ભુપેન્દ્રભાઈ, સ્વ. ધનલક્ષમીબેન રમણલાલ, સ્વ. હંસાબેન શરદલાલ, જયશ્રીબેન રમેશચંદ્ર, રેણુકાબેન પ્રવિણચંદ્ર, વંદનાબેન અશોકકુમારના ભાઈ. વડોદરાવાળા પ્રતાપભાઈ તથા નટવરલાલ મહેતાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શિહોર સં. ઔ. અ. બ્રામ્હણ

ઠળિયા નિવાસી (હાલ ભાયંદર) ઈચ્છાશંકર નરશીદાસ ભટ્ટના ધર્મપત્ની અ. સૌ.રસીલાગૌરી ભટ્ટ (ઉં.વ. ૭૩) ૧૬-૯-૨૦ના બુધવારે કૈલાશવાસી પામ્યા છે. તે દકાના નિવાસી સ્વ. હિંમતલાલ પ્રભાશંકર દેસાઈના દીકરી. બિપીનભાઈ, હિતેષભાઇ, શોભના પંકજકુમાર ભટ્ટના માતુશ્રી. પ્રતિમાબેન, પન્નાબેનના સાસુ. રાજ, પંકિત, જીનલ, જાનવી, રુદ્રી, કશ્યપ, ધ્રુવ, આર્યાના દાદી. ઉત્તરક્રિયા ઘરમેળે રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

સ્વ. જોશી હરિશંકર મૂળજી (જેઠા) અને ગં. સ્વ. સુશીલાબેનના સુપુત્ર જોશી જયસિંગ હરિશંકર (ઉં. વ. ૭૧) કચ્છ ગામ ડોણ, (હાલ નાસિક) હંસાબેનના પતિ. વિજયશંકર મૂળજીના ભત્રીજા. સ્વ. રેવાશંકર દેવશંકર હરિયામણેક (ઉજ્જૈન)ના જમાઈ. ગં. સ્વ. દિવ્યાબેન પ્રવીણ, લતાબેન તુષાર, ભારતીબેન મહેન્દ્ર, ભાવનાબેન અંકુર, સ્વ. ભરતના ભાઈ. દીપેશ અને દેવાંગના પિતાશ્રી. જામિની અને સ્વેતાના સસરાજી ૧૬-૯-૨૦ બુધવારના રામશરણ થયા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય

ભાવનગર નિવાસી હાલ ભાવનગર સ્વ. પ્રાણજીવન લાલજી મણીયારના પુત્ર ભુપતભાઈ (ઉં.વ. ૬૭) તે ઈન્દિરાબેનના પતિ. અશ્ર્વિનના પિતાશ્રી. મીનાબેનના સસરા. દર્શના સોહનકુમાર શાસ્ત્રીના પિતાશ્રી. ભોવાનજી ગોવિંદજી બોસમીયાના જમાઈ. પ્રભુદાસ મોહનલાલ મકોડીયાના ભાણેજ. કિશોરભાઈ, સુમનભાઈ, સરોજબેન રમણીકલાલ પડીયા, નિર્મળાબેન પ્રવિણકુમાર પડીયા, ચંપાબેન મણીલાલ કાકુ, મીનાબેન ધીરજલાલ મેર, પુષ્પાબેન ઉમેશકુમાર પડીયાના ભાઈ. યુગના દાદા. રાજીવ, અનુજા, માધવના નાના તા. ૧૫-૯-૨૦, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

કપોળ

દેલવાડાવાળા હાલ મુંબઈ સ્વ. કેસૂરદાસ કરસનદાસ મહેતા તથા ભાગીરથીબહેનના પુત્ર હર્ષદરાય (ઉં.વ. ૮૦) તે સ્વ. અ. સૌ. જયશ્રીબહેનના પતિ. હિતેશ, કલ્પેશ, બિંદુ ભરતભાઈ વોરાના પિતા. દર્શના, નિશાના સસરા. શ્ર્વસુર પક્ષે અમરેલીવાળા સ્વ. ગીરધરલાલ હરગોવિંદદાસ ગાંધીના જમાઈ તા. ૧૪-૯-૨૦, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વારિયા પ્રજાપતિ

જીરા (ડાભાળા)વાળા કુંવરજીભાઈ કાનજીભાઈ કાનપરા (ઉં.વ. ૮૮) હાલ ઘાટકોપર તે સ્વ. શાંતાબેનના પતિ. મહેશભાઈ, સ્વ. હર્ષાબેન, મીનાબેન, રેખાબેન, વર્ષાબેનના પિતા. શિલ્પાબેન, રમણિકભાઈ, હર્ષદભાઈ, ભરતભાઈ, ગુણવંતભાઈના સસરા. હેલી, હનીના દાદાજી. વડીયાવાળા નરસિંહભાઈના જમાઈ શુક્રવાર, તા. ૧૧-૯-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

કચ્છ ગામ વરાડીયાના હાલ ભાંડુપ સ્વ. પ્રેમાબેન રતનશી સ્વારના પુત્રવધૂ કાન્તાબેન (ઉં.વ. ૬૪) તે સ્વ. સાકરબેન હરીરામ અનમ, સ્વ. ગોદાવરીબેન ધનજી પલણ, શશીકાંત, રમેશના ભાભી. કલ્પીત, જતીનના માતુશ્રી. દિપાલીના સાસુ. ધ્રુવીના દાદી. ચંચીબેન પરશોત્તમ જોબનપુત્રા મઉવાળાની દીકરી તા. ૧૪-૯-૨૦, સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ

ડેડાણ નિવાસી ગં. સ્વ. મંગળાબેન (ઉં.વ. ૮૫) તા. ૧૫-૯-૨૦ના વૈકુંઠવાસી થયેલ છે. તે સ્વ. અમૃતલાલ છગનલાલ ત્રિવેદીના પત્ની. ભોગીલાલ છગનલાલ ત્રિવેદી, વિજયકુમાર છોટાલાલ ત્રિવેદી. સાદડી પ્રથા બંધ છે.

નાઘેર દશા મોઢ વણિક

મિલનબેન સુરેશકુમાર તુલસીદાસ સોલંકી (ઉં. વ. ૬૧) ગુરુવાર તા. ૧૭/૯/૨૦ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે નીધીના માતુશ્રી, સ્વ. કાંતાબેન તુલસીદાસ ધનજીભાઈ સોલંકીના પુત્રવધૂ, સ્વ. કનકબેન કાંતિલાલ મહેતાના પુત્રી, નરેન્દ્રભાઈ, અશ્ર્વિનભાઈ, ભરતભાઈ, પ્રજ્ઞાબેન અજયકુમાર શાહ, મીનાબેન ધીરેનકુમાર મહેતા, વિજયભાઈ (બકુલ)ના બેન, જયેન્દ્રભાઈ, અરવિંદભાઈ, કિશોરભાઈના ભાઈના પત્ની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

435jm73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com