29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાળને ભરાવદાર અને મજબૂત બનાવવાના ઘરેલુ હેર પેક્સ
તકેદારી - પ્રથમેશ મહેતા

વાળને ખુલ્લા રાખ્યા હોય કે કોઈ હેરસ્ટાઈલ કરી હોય તો સુંદર ત્યારે દેખાશે જયારે વાળ ભરાવદાર હોય. આજકાલની વ્યસ્ત અને ખોટી લાઇફસ્ટાઈલ વચ્ચે આપણે વાળની દેખભાળ રાખી શકતા નથી, પણ જો થોડું ધ્યાન આપીએ તો અસંભવ પણ નથી. ખરતા વાળને લાંબા, મજબૂત અને ચમકદાર બનાવવા માગતા હોવ તો ઘરમાં તૈયાર કરી શકાય એવા આ હેર પેક્સ એક વાર જરૂર વાપરો અને જુઓ તેની અસર.

મેથી: વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે મેથીના દાણા ખૂબ જ ફાયદેમંદ છે. એમાં પ્રોટીન, એંટિ-ઓક્સિડન્ટ અને નિકોટિનિક્સ એસિડ સામેલ છે, જે વાળને તંદુરસ્ત રાખે છે. ૩-૪ ચમચા મેથીના દાણા રાતભર પાણીમાં બોળી રાખવા. સવારે તેની પેસ્ટ બનાવી તેમાં બે નાની ચમચી નાળિયેરનું દૂધ મિક્સ કરી વાળ પર લગાવો. ૨૦ મિનિટ બાદ વાળને ધોઈ નાખવા.

આમળાં: આમળાંમાં રહેલાં વિટામિન સી, એંટિ-ઓક્સિડેંટ્સ, એંટિ-ઇંફલેમેટરી અને એંટિ-બેક્ટેરિયલ તત્ત્વો વાળ માટે ખૂબ જ ફાયદેમંદ છે. જે વાળને લાંબા, ભરાવદાર અને કાળા બનાવે છે. વાળની લંબાઈ પ્રમાણે એક કે બે આમળાં લઇ તેનાં બીજ કાઢી નાખવાં. આમળાં ન મળે તો બજારમાં મળતો આમળાનો પાઉડર પણ વાપરી શકાય. આ આમળાંની પેસ્ટ કે બે ચમચી પાઉડર લઈ તેમાં બે ચમચી કોકોનટ ઓઇલ મિક્સ કરી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને માથા પર લગાવી મસાજ કરવું, સુકાઈ જાય ત્યારે માથું ધોઈ નાખવું.

કાંદા: કાંદામાં એંટિ-ઓક્સિડેંટની સાથે સલ્ફર પણ હોવાથી તે વાળને મજબૂત જ નહીં પણ ભરાવદાર બનાવવામાં મદદ કરે છે. એ ખોડાની પરેશાની પણ દૂર કરે છે. એક કાંદાને સારી રીતે વાટી લો. ત્યારબાદ એક સારા કપડામાં બાંધી તેનો રસ કાઢી લો. બે ચમચા કાંદાના રસમાં બે ચમચા કોકોનટ ઓઈલ નાખી મિક્સ કરી તેને સારી રીતે માથા પર લગાડવું, ૧૫ મિનિટ બાદ માથું ધોઈ નાખવું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d4b1363
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com