29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘વિટામિન સી’થી ભરપૂર અનાનસ આરોગ્ય માટે લાભદાયક

સવારનો નાસ્તો આરોગ્યપ્રદ હોય એ ખૂબ જરૂરી છે તેથી જ આપણે દૂધ, ઓટ્સ, કેળા, દહીં વગેરે જેવા ખાદ્યપદાર્થનો તેમાં સમાવેશ કરીએ છીએ. જોકે, આ સાથે જ આપણે નાસ્તામાં ‘વિટામિન સી’થી ભરપૂર ખાદ્યપદાર્થનો સમાવેશ કરવો જોઇએ. આનાથી શરીરને એનર્જી તો મળે જ છે, પણ તે સાથે જ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તમારે નાસ્તામાં એક એવા ખાદ્યપદાર્થનો સમાવેશ કરવો જોઇએ, જે ‘વિટામિન સી’થી ભરપૂર હોય. આ માટે તમે નાસ્તામાં અનાનસ ખાઇ શકો છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.

અનાનસમાં સારી માત્રામાં ‘વિટામિન સી’ હોય છે. આ સાથે જ તેમાં ફાઇબર અને મેગ્નેશિયમ જેવા ખનિજ હોય છે. આમાં એન્ટિઑક્સિડન્ટનો પણ સમાવેશ હોય છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરરોજ નાસ્તામાં અનાનસ ખાવાના બીજા પણ અન્ય ફાયદા છે. ત્વચા સંબંધિત સમસ્યા પણ અનાનસનું સેવન કરવાથી દૂર થાય છે.

અનાનસમાં અનેક પોષક તત્ત્વ હોય છે. તેમાં ફ્રૂક્ટોસની હાજરી હોય છે, જેનાથી તમને એનર્જી મળશે. અનાનસની એક સ્લાઇસમાં લગભગ ૪૨ કેલરી હોય છે. આમાં ચાર ટકા કાર્બ્સ હોય છે, જેનાથી તમને પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. જેને કારણે તમને વજન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. દરરોજ નાસ્તામાં અનાનસ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાથી પણ રાહત મળે છે. એક અભ્યાસ મુજબ અનાનસ લૂઝ મોશનની સમસ્યાને દૂર કરવામાં કારગર છે. તેના સેવનથી પાચનક્રિયા પણ સુધરે છે.

અનાનસ ‘વિટામિન સી’થી તો ભરપૂર હોય જ છે, પણ તે તમારી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. ઉપરાંત તેમાં એવા તત્ત્વ હોય છે જે સોજો ઓછો કરે છે અને ઘાને ભરવામાં મદદ કરે છે. અનાનસના સેવનથી ચહેરા પર ચમક આવે છે અને દાગ-ધબ્બા દૂર થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7f32nO7X
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com