29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માસ્ક પહેરો, પણ ચામડીની સમસ્યાથી બચો
સાવચેતી - કલ્પના મહેતા

હવે એક વાત તો સ્વીકારવી જ પડશે કે આ ફેસ માસ્ક લાંબા સમય સુધી આપણા જીવનનો એક હિસ્સો બની રહેશે. કમસે કમ કોરોના વાઇરસની સંપૂર્ણ નાબૂદી કરતી દવા કે રસી ન શોધાય ત્યાં સુધી આ માસ્ક આપણી સુરક્ષા માટે એક ઢાલ સમાન બની રહેશે. માટે તમે ક્યાંક બહાર જતા હો કે કોઇ સાર્વજનિક જગ્યા

પર જતા હો માસ્ક પહેરીને જ નીકળવું

અત્યાવશ્યક છે.

જોકે વાઇરસથી રક્ષા કરતા આ માસ્કથી અન્ય મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. મહિલઓેમાં, ખાસ કરીને ચામડી સંબંધી રોગો વકરી શકે છે. જેમ કે ચહેરા પર લાલ ચકામા થવા, ખીલ કે ઝીણી ફોડલીઓ થવી, નાક લાલ થઇ જવું, ત્વચા સૂકી અને રૂક્ષ થઇ જવી વિગેરે વિગેરે.

આવી ત્વચા સંબંધી સમસ્યા થવાના ઘણા કારણો હોઇ શકે છે.

માસ્ક ઘણો ટાઇટ હોય અથવા તો એને જે ડિટર્જન્ટથી ધોવામાં આવ્યો હોય તેની તમને એલર્જી હોય તો પણ ચહેરા પર લાલ ચકામા ઉપસી આવે છે. પોલિએસ્ટર કે નાયલોનના બનેલા માસ્ક અતિ ગરમી પેદા કરે છે અને પરસેવાનું કારણ પણ બને છે. શ્ર્વાસ લેતી વખતે પરસેવાની આવી ગરમી ખીલ કે ફોડલી થવાનું કારણ પણ બની શકે છે.

જોકે, માસ્ક પહેરવો તો અત્યંત જરૂરી છે એટલે નીચે થોડા સૂચનો આપ્યા છે એનું પાલન કરવાથી ત્વાચા સંબંધી બીમારીઓથી બચી શકાય એમ છે.

સૌ પ્રથમ તો માસ્કની પસંદગીમાં ચીવટ રાખો. એક સોફ્ટ અને બની શકે તો સુતરાઉ માસ્ક જ પસંદ કરો. કૃત્રિમ રેસાઓથી બનેલા માસ્ક આપણા દેશના હવામાનને અનુકૂળ નથી માટે એવા માસ્ક પહેરવાનું ટાળો.

માસ્કને ધોતી વખતે ત્વચાને માફક આવે એવો સાબુ કે ડિટર્જન્ટ વાપરો અને એ પણ ધ્યાન રાખો કે માસ્ક સરખી રીતે ધોવાઇ પણ જાય અને તે મુલાયમ પણ રહે. તમારા ચહેરા પર એક સારું મોઇશ્ર્ચરાઇઝર લગાવો જે ત્વાચાને સૂકી થતી બચાવે. પૂરતી ભીનાશ જાળવી રાખે.

જો તમારી ત્વચા તૈલી હોય તો વોટર બેઇઝડ મોઇશ્ર્ચરાઇઝરનો ઉપયોગ કરો જેથી ચહેરાની ચીકાશ વધે નહીં. આમ કરવાથી ચહેરાની ભીનાશ પણ રહેશે અને ચીકણો પણ નહીં રહે. એન્ટિ પોલ્યુઝન મોઇસ્ચરાઇઝર પણ ટ્રાય કરી શકાય.

જો તમારા ચહેરા પર લાલ ચકામા ઉપસી આવ્યા હોય તો એ જગ્યા પર ઝીંક ઓક્સાઇડ લગાડો. નાક તેમ જ કાનની પાછળના ભાગમાં ખાસ લગાવો કારણ કે જરા પણ ટાઇટ ઇલાસ્ટિકવાળો માસ્ક હોય તો આ ભાગો પર વધુ અસર કરે છે. જેમાં ઝિંક ઓક્સાઇડનો ઉપયોગ થયો હોય એવા મોઇશ્ર્ચરાઇઝર અને સનસ્ક્રીન ક્રિમ વાપરવા વધુ હિતાવહ છે.

માસ્ક પહેરતા પહેલા ચામડીને સારી રીતે ધોઇને સ્વચ્છ કરો. ત્યાર બાદ મોઇશ્ર્ચરાઇઝર લગાડો અને હા ઘરે આવીને માસ્ક ઉતાર્યા બાદ પણ ચહેરાને સારી રીતે ધોઇને સ્વચ્છ કરો જેથી ત્વચા સંબંધી ચામડીઓથી બચી શકાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F45rK27
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com