29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બજેટ ફ્રેન્ડ્લી ફેશન ટિપ્સ તમને બનાવશે સ્ટાઇલિશ
ટાપટીપ - મેધા રાજ્યગુરુ

તમામ લોકો પોતાની સ્ટાઇલને વધુ સારી બનાવવા માટે નવી-નવી ટિપ્સ અજમાવતા રહે છે. ખાસ કરીને બજેટ ફ્રેન્ડ્લી ટિપ્સ લોકો વધુ પસંદ કરે છે. આજે અમે તમને આવી જ ફેશન ટિપ્સ આપી રહ્યા છીએ, જેનું અનુકરણ કરવાથી તમને ફેશનેબલ લુક મળશે. આ સાથે જ તમારે વધુ ખર્ચો પણ નહીં કરવો પડે, કારણ કે તમારા વૉર્ડરોબમાં રાખેલા ડ્રેસનો ઉપયોગ કરીને જ તમે સ્ટાઇલ બનાવી શકો છે.

-------------------------

રફલ

આ વર્ષે રફલ લુકની ઘણી બોલબાલા રહી છે. બૉલીવૂડની અનેક સેલિબ્રિટીઓ રફલ સાડી, રફલ ટોપ, રફલ બ્લાઉઝ સાથે સોશિયલ મીડિયા પર દેખાઇ હતી. તમે પણ આ સ્ટાઇલને અપનાવીને પોતાની જાતને સ્ટાઇલિશ લુક આપી શકો છો.

--------------------------

પ્લીટેડ સ્કર્ટ

પ્લીટેડ સ્કર્ટ પહેરવામાં ઘણા આરામદાયક હોવાની સાથે તમને ક્લાસી લુક આપે છે. તમે શર્ટની સાથે પણ પ્લીટેડ સ્કર્ટ પહેરી શકો છે. ટ્રિપ પર જતી વખતે પણ તમે ટીશર્ટની સાથે તેને પહેરી શકો છો.

----------------------------

ટાઇઅપ ટ્રાઉઝર

ટાઇઅપ ટ્રાઉઝરનો હાલમાં જબરદસ્ત ક્રેઝ છે. એવામાં તમે કલરફુલ ટાઇઅપ ટ્રાઉઝર સાથે સ્ટાલિશ લુક મેળવી શકો છે. સૌથી ખાસ વાત એ છે કે એ તમે ઑફિસની સાથે સામાન્ય દિવસોમાં પણ પહેરી શકો છે.

--------------------------

સીક્વેન સાડી

આપણે ડ્રેસની ચર્ચા કરતા હોઇએ અને સીક્વેન સાડી વિશે વાત ન થાય એ કેવી રીતે બની શકે. એવામાં સીક્વેન સાડીને તમે પાર્ટીમાં ટ્રાઇ કરી શકો છે. એ પહેરવામાં ખૂબ સુંદર લાગે છે, જે તમારા લુકને હટકે બનાવી દેશે.

---------------------------

સ્ટ્રિપ ડ્રેસ

સ્ટ્રિપવાળા ડ્રેસ પહેલાં ઑફિસ લુક માટે સૌથી સારા માનવામાં આવતા હતા. જોકે, હવે બદલાતા સમય સાથે સ્ટ્રિપ ડ્રેસને ડેનિમ શૉર્ટ સાથે પણ પહેરવામાં આવે છે. આ વર્ષે પણ આ ફેશન ટ્રેન્ડ લોકોમાં પોપ્યુલર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

42h6L3X6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com