29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચહેરાની ત્વચાને ચમકીલી બનાવવાના ઘરેલુ નુસખા
સાર-સંભાળ - ભરત પટેલ

જ્યારે ઘરેલુ નુસખાઓથી ચહેરો આકર્ષક અને ખૂબસૂરત બનાવી શકતા હોવ તો મોંઘી ક્રીમની જરૂરત શું છે? ઘરે બનાવેલા ફેસ માસ્ક ત્વચાની સુરક્ષા કરશે તેમ જ ચહેરાનો રંગ નિખારવામાં પણ મદદ કરશે. આ ફેસ માસ્ક તડકાથી પડેલા ડાઘને પણ સાફ કરશે.

--------------------------

ગાજર ફેસ માસ્ક

ચીકણી ત્વચા પર નિખાર લાવવા માટે પહેલાં ગાજરને સાફ કરી જ્યુસ કાઢવો. ત્યાર બાદ એને ઠંડો કરીને રૂની મદદથી ચહેરા પર લગાડવું. દિવસમાં ત્રણ વખત આ તરકીબ અજમાવવી.

-------------------------

મધ અને લીંબુનો ફેસ માસ્ક

એક ચમચી મધમાં લીંબુનાં થોડાં ટીપાં મિક્સ કરી લેવાં. આ ફેસ માસ્ક થોડી મિનિટો સુધી ચહેરા પર લગાવી રાખવું અને એ સુકાઈ ગયા બાદ પાણીથી ચહેરો ધોઈ લેવો.

---------------------------

બેસન, દહીં અને

લીંબુનો ફેસ માસ્ક

બેસન, દહીં અને લીંબુના રસથી તૈયાર કરેલો ફેસ માસ્ક ઉત્તમ પરિણામ આપે છે. થોડા બેસન, દહીં અને લીંબુની કાતરીથી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી. પેસ્ટ સુકાઈ જાય એટલે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો. આ ફેસ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં ૨-૩ દિવસ કરી શકાય છે.

-------------------------

હળદર અને દૂધનો ફેસ માસ્ક

હળદરના પાઉડરમાં થોડું દૂધ મિક્સ કરી ફેસ માસ્ક તૈયાર કરો. આ માસ્ક થોડી મિનિટો સુધી ચહેરા પર લગાડી રાખવો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો.

--------------------------

ચહેરાની કાળાશ દૂર કરવા માટે

મુઠ્ઠીભર બદામને બારીક વાટી લો. તેમાં જરૂરત પ્રમાણે બેસન અને દૂધ મિક્સ કરી ઘટ્ટ ફેસ માસ્ક તૈયાર કરવો. ચહેરાને સારી રીતે ધોયા બાદ આ પેસ્ટ લગાવો. થોડા દિવસોમાં જ આપના ચહેરાની કાળાશ દૂર થતી દેખાશે. આ ફેસ માસ્કના ઉપયોગથી ચહેરા પર ગરમી અને લૂની અસર પણ નહીં થાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U40vF0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com