29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાડી સાથે બ્લાઉઝનું એક્સપરિમેન્ટ આપે નવો લુક
ફેશન - નિધિ ભટ્ટ

ભારતીય પરિધાનમાં સૌથી સ્ટાઇલિશ અને સુંદર પરિધાન એટલે સાડી. આ સાડી ત્યાં સુધી સંપૂર્ણ ન થાય જ્યાં સુધી તેનું બ્લાઉઝ જરા હટકે અને ચડિયાતું ન હોય. આજકાલ મહિલાઓ ડિઝાઇનર્સ પણ બ્લાઉઝની ડિઝાઇનથી લઇને ફિટિંગ પર ખાસ ધ્યાન આપી રહી છે. બ્લાઉઝ હવે પારંપરિક રહ્યા નથી, તેના પર વિવિધ એક્સપરિમેન્ટ થઇ રહ્યા છે. આમાં ઑફ શોલ્ડર, ટ્યુબ જેકેટ, ટ્રાન્સપરન્ટ અને શીપ કેપ બ્લાઉઝનો સમાવેશ છે. આ બ્લાઉઝને તમે તમારી બોડીના હિસાબે સીવડાવી શકો છે.

-------------------------

જેકેટ કમ્બાઇન કરો

તમે તમારી સાડીને મોડર્ન ટચ આપવા ઇચ્છો છો તો તેની સાથે જેકેટ પહેરવું જોઇએ. તે તમારી સાડીને એક અલગ લુક આપશે. આ વેસ્ટર્ન સ્ટાઇલ છે, જે ભારતમાં પણ ઘણી પ્રસિદ્ધ થઇ રહી છે.

-------------------------

જોર્જેટ સાડી

આ સાડી પર તમે નેટ કોન્સેપ્ટનું બ્લાઉઝ પહેરી શકો છે. બ્લાઉઝના ઉપરના ભાગને ટ્રાન્સપરન્ટ રાખો અને જુઓ કે કેવી રીતે એ સાડીને નવો લુક આપે છે.

---------------------------

કેપ બ્લાઉઝ

કેપ સ્ટાઇલ બ્લાઉઝ શિફોનની સાડીમાં નવો ગ્લેમર લુક ઉમેરે છે. આનાથી પ્લેન સાડીને એક નવો અને સ્ટાઇલિશ લુક મળશે.

-------------------------

શિયર સાડી

જો તમારી સાડી શિયર હોય તો તેની સાથે બ્રૉકેડનું બ્લાઉઝ અથવા પ્રિન્ટેડ બ્લાઉઝ સીવડાવી શકો છો.

આનાથી તમારી સાડીનો લુક વધુ નીખરશે. તમે ગળાની ડિઝાઇન માટે બોટ નેક ટ્રાઇ કરી શકો છો.

---------------------------

બૉડીના હિસાબે પસંદ કરો બ્લાઉઝ

બૉડીના શેપને ધ્યાનમાં રાખીને જ બ્લાઉઝ સિવડાવવું જોઇએ. જો તમારી બૉડી એપલ શેપ હોય તો સ્કૂપ નેક ધરાવતા બ્લાઉઝ પસંદ કરો. હાઇટ નાની હોય અથવા તમે સ્લિમ હોવ તો લંબચોરસ અથવા લંબગોળ શેપના બ્લાઉઝ તમારી માટે બેસ્ટ રહેશે. ગોળ અને ચોરસ શેપવાળા બ્લાઉઝ તો બધા પર સૂટ થાય છે. જો તમે બેલકેસ બ્લાઉઝ પહેરવા ઇચ્છતા હોવ તો પાછળ લટકણો લગાવો. આમ કરવાથી તમારા બ્લાઉઝને સ્ટાઇલિશ લુક મળશે.

-----------------------------

ટ્રેડિશનલ ટચ

બનારસી સાડી પહેરવામાં ખૂબ ભારે હોય છે. આની સાથે ફુલ સ્લીવ્ઝ અથવા ઑફ સ્લીવ્ઝનું હળવું બ્લાઉઝ અથવા પ્લેન બ્લાઉઝ પહેરી શકો છો. તમે ઇચ્છો તો કુર્તી સ્ટાઇલ બ્લાઉઝ પણ સીવડાવી શકો છો. આમ કરવાથી ટ્રેડિશનલ સાડીને થોડો મોડર્ન લુક મળી જશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48365w0c
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com