29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉલઝનની આરપાર
કેતકી જાની

પ્રેગ્નન્સીમાં ત્વચાનું ધ્યાન રાખવા શું કરવું?

સવાલ: મારી પ્રેગ્નન્સીને ચાર મહિના થયા છે. હું ડોક્ટરના કહ્યા મુજબ ધ્યાન રાખું છું છતાં મારી ત્વચા ડલ થઈ ગઈ છે. આંખની આસપાસ કાળા ધબ્બા લાગે છે. શરીરનું તેજ હણાઈ ગયું હોય તેવો ભાસ થાય છે. ડોક્ટરના કહ્યા મુજબ વ્યાયામ કરતાં પણ મને અગવડ પડે છે, શું કરવું?

જવાબ: બહેન, ઘણી બધી સ્ત્રીઓને આ સમયગાળા દરમ્યાન હાર્મોન્સના આંતરિક ફેરફારોને કારણે તમે અનુભવો છો તેવું થતું હોય છે. આંતરિક માનસિક ફેરફારોની બાહ્ય રીતે ઘણી સ્ત્રીઓને ત્વચા ઉપર અસર દેખાય છે. માટે તમે આ કારણે લેશમાત્ર ગભરાશો નહિ. હમણાં નિયમિતપણે ડોક્ટરે કરેલી દવાઓ લો, ભરપૂર સમતોલ આહાર લો, સિઝનલ ફળો/ શાકભાજી જેટલા વધારે લેશો તેટલું સારું છે. આંખોની આસપાસ થયેલાં કુંડાળાં શરીરમાં વિટામિનની કમી સૂચવે છે. ડોક્ટરને કહી તે માટે દવા લો ઉપરાંત ઉપર કહ્યું તેમ સમતોલ આહાર તમે રોજ ખાવ છો? તેનું જાત પરીક્ષણ કરો. લીલી શાકભાજીનો વધુ ઉપયોગ તમને ત્વચા તંદુરસ્ત કરવા મદદરૂપ થશે. આ ઉપરાંત તમારા શરીરને જેટલા સમયની જરૂર હોય તેટલો સમય ઊંઘ આવવી, તેને હમણાં તમારું ધ્યેય રાખો. તમે ખૂબ ઊંઘશો તો બાળક અને તમારી ત્વચા બંને તંદુરસ્ત થશે. શરીર પર ખંજવાળ આવતી હોય તો નખથી ખણવાને બદલે ટેરવા/પાતળુ કપડું જે - તે જગ્યાએ ફેરવવા. બેબી ઓઈલ અથવા કોપરેલના તેલની શરીર પર માલિશ કરવાથી પણ સારું લાગશે. ડોક્ટરે બનાવેલ વ્યાયામમાં પડતી અગવડ તેમને જ જણાવો, તેઓ ઉપાય સૂચવશે. આ સમયગાળામાં વિશિષ્ટ આસનો જ કરી શકાય છે, માટે તેવી મુવમેન્ટ જેનાથી તમને અગવડ પડે તેવા આસનો તાત્કાલિક બંધ કરી દેવા હિતાવહ છે. બેસ-ઊઠ કરતાં આગળ તરફ એવી રીતે ના વળો કે પેટનો ભાગ સંકોચાય જેવી બાબતો ડોક્ટર તમને સારી રીતે સમજાવશે. ઈન શોર્ટ, ત્વચાનું કે તમારું તેજ હણાઈ ગયું છે તેમ લાગવું અત્યંત સહજ છે, તેનો ભાર મન ઉપર ના રાખશો. થોડા જ સમયમાં બધું જ સામાન્ય થઈ જશે. જો તમે તમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખશો તો શક્ય હોય તો હમણાં થોડા મહિના બપોરના ભરતડકામાં ત્વચા પર ડાયરેક્ટ સંસર્ગ ટાળવો, અસ્તુ.

---------------------------

કોરોનાના ડરામણા માહોલમાં શું તકેદારી રાખવી?

સવાલ: આજકાલ ચારે તરફ કોરોનાનો જ આતંક છે. કેટલાક લોકો બોલે છે આમ કરો, કેટલાક તે જ ના કરવા કરે. આ બધામાં શું કરવું કે શું ના જ કરવું તે બાબતો પણ ક્ધફયુઝ કરનારી છે. દિવસમાં એકાદવાર મને કે ઘરમાં કોઈને ખાંસી/ઉધરસ થાય તો મનના એક ખૂણે કોરોના હોય? તેવી શંકા ઝબકી જ જાય છે. આ ડરાવનારા માહોલમાં ખરેખર શું કરવું જ, તેવી બાબતો આજે કરી શકો?

જવાબ: પ્રિય બહેન, ચોક્કસ આજે આ પ્રશ્ર્ન વિશે ચર્ચા કરીશ. પહેલી વાત તો એ કે હવે કોરોના આપણી સાથે કેટલા મહિના/વર્ષ કે સદીઓ રહેશે તે આપણે નથી જાણતા એટલે સૌપ્રથમ આપણે તેનો ‘હાઉ’ મગજમાંથી કાઢીને જીવનને નિરાશાની ગર્તામાં જતું અટકાવીએ - બીજી વાત કે ગરમ પાણી પીવું. તમારા શરીરની જરૂરિયાત મુજબ જ જેટલું જોઈએ તેટલું ગરમ પાણી પીવો. શરીરની નામરજી હોવા છતાં ઠાંસીઠાંસી ગરમ પાણી પીવાથી માત્ર બાથરૂમ વધુ વખત જશો, કોરોના તેનાથી મરશે તેવી કોઈ ગેરંટી નથી - કોરોના તેનાથી મરશે તેવી કોઈ ગેરંટી નથી. કોરોના દરમ્યાન ખોરાક મનમરજી મુજબ ખાઓ, બસ ફ્રિજમાં મૂકેલો હોય તો તેને પહેલા ગરમ કરી પછી ખાવ, ઈન શોર્ટ ખાવાથી વસ્તુઓ અને જે પીવો તે પાણી સહિતના પીણાં ગરમ હોવા જોઈએ, તે એકમાત્ર શરત છે. હમણાં તમારી રસના (જીભ) સ્વાદ અને નાક ગંધ અનુભવે છે? તે નિયમિત ચેક કરો. નીલગીરીની સુગંધ લો અને મીઠાનો સ્વાદ સૂતા પહેલા રોજ કરી જુઓ. સામાન્ય સાબુથી હાથ વારંવાર (જ્યારે કોઈ પણ વસ્તુ અડકો પછી) ધોતા રહો. હા, તેના માટે કોઈ એન્ટી-બેક્ટેરીયલ સાબુની જરૂર નથી કે નથી જરૂર વારંવાર આલ્કોહોલવાળા સેનીટાઈઝર વાપરવાની. માત્ર સાદો સાબુ હાથવગો રાખો. બહાર પહેરેલા બૂટ-ચંપલ ઘરમાં ના રાખતા ઘરબહાર રાખો - જ્યારે પણ ઘણા લોકોની વચ્ચે જાવ જાડા માદરપાટ જેવા કપડાનો માસ્ક કોરોનાથી બચવા માટે ઘણો છે, પણ હા - બહાર જવું અનિવાર્ય હોય તો જ ઘરબહાર જવું. આનો મતલબ એ નથી કે જ્યાં કોઈ વધુ એકઠા ના થતા હોય તેવી જગ્યાએ વોક ના લઈ શકાય. એવી કોઈ જગ્યા/પાર્ક ઘરની આસપાસ હોય, ધાબુ હોય - તો ત્યાં રોજ ચાલવાની આદત કેળવો. હાથ વારેઘડીએ મોં પર ફેરવો નહીં - ‘નમસ્તે’ આ સમયમાં બહેતર વિકલ્પ છે, કોરોનાથી બચવાનો. ઈન શોર્ટ માસ્ક, સાબુ ‘હર્બલ ટી’, સંતુલિત ખોરાક, ફળ, શાક અપનાવો અને કોરોનાથી ડરવાનું બંધ કરી દો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2Q35y8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com