29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારું નામ વસુબહેન, બસ ! એટલું જ...
કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય

નામ : વસુબહેન

સ્થળ : અમદાવાદ

સમય : ૨૦૨૦

ઉંમર : ૯૬ વર્ષ

૨૨મી માર્ચ, ૨૦૨૦ના દિવસ્ો લૉકડાઉન થયું. આખો દેશ બંધ થઈ ગયો... આખી સદીની સૌથી મોટી ઘટના, દેશની સાથે દુનિયા બંધ થઈ ગઈ. કોરોના, કોવિડ-૧૯, પ્ોન્ડેમિક જેવા અન્ોક નામો સાથે એક ભય વ્યાપી ગયો, સૌની ભીતર. મન્ો મારાં એક મિત્રએ ફોન કરીન્ો કહૃાું, "વસુબહેન ! સીત્તેરથી ઉપરના લોકો માટે આ રોગ વધુ ભયજનક છે.

"હું ક્યાં સીત્તેરની છું ? મેં એમન્ો પ્ાૂછ્યું, "ન્ો ભય ? હું તો એ લાગણીન્ો ઓળખતી જ નથી. મેં કહૃાું. પાછલા સાડા ત્રણ મહિના આખી દુનિયાના લોકો પોતપોતાના ઘરોમાં બંધ રહૃાા. હું પણ... ખાસ બહાર નીકળી નથી. ફોન પર વાતો થતી રહી. આ ત્રણ મહિનામાં મેં જાણે કે વિત્ોલાં ન્ોવુ વર્ષોન્ો રીટ્રોસ્પ્ોક્ટિવલી જોયાં. બાયોગ્રાફી કે ઓટોબાયોગ્રાફી નથી મારી, પણ ગુજરાતના અન્ોક કલાકારો, સાહિત્યકારો પાસ્ો મારી સાથેના અન્ોક સંસ્મરણો અકબંધ છે.

વિનોદ ભટ્ટે એમના પુસ્તક, ‘વિનોદની નજરેમાં મારા વિશે લખ્યું છે, લેખનું મથાળું છે, ‘વસુબહેન એટલે વસુબહેન’. સાચું પ્ાૂછો તો આ ત્રણ શબ્દોમાં મારા વિશે બધું જ આવી ગયું. સાચે જ, હું મારા જેવી બીજી સ્ત્રીન્ો નથી મળી. મારા માનવા પ્રમાણે આ પંચાણુ વર્ષમાં ગુજરાતમાં મારા જેવી બીજી કોઈ જન્મી નહીં હોય. આ અહંકાર નથી, અલગ અથવા અનોખાપણું છે. મારાથી ખરાબ, પણ મારા જેવી નહીં !

મારું નામ વસુબહેન. અટક પણ વસુબહેન... મારી પોતાની એક ઓળખ છે, વ્યક્તિ તરીકે ! પતિ કે પિતાની અટક પાછળ લગાડવાની મન્ો જરૂર નથી પડી, કારણ કે લોકો મન્ો ઓળખે પણ ‘વસુબહેન’ના નામે.

મારા પિતાજીનું નામ રામપ્રસાદ શાસ્ત્રી. વડોદરા રાજ્યના પોલિટિકલ સ્ોક્રેટરી હતા. મારી માનું નામ સરસ્વતીબહેન. ૨૩મી માર્ચ, ૧૯૨૪ના દિવસ્ો વડોદરામાં મારો જન્મ. તિથિ પ્રમાણે જોઈએ તો, હોળીના દિવસ્ો પ્રગટી હું.

મારો જન્મ થયો ત્યારે ભારત આઝાદ નહોતું. ગુજરાતી સ્ત્રીઓનું જીવન એમના પિતા કે પતિની છાયામાં પ્ાૂરું થતું. જયશંકર ‘સુંદરી’ના નાટકો અન્ો મેઘાણી, ઉમાશંકર જોષી, ર. વ. દેસાઈ અન્ો પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયાના સાહિત્યથી અમારું ઘડતર થયું. મન્ો વાંચવાનો ખૂબ જ શોખ. આજે પણ, વાંચવાનું ચાલુ. હવે, સાંભળવામાં થોડી તકલીફ પડે છે, પણ વાચન્ો મન્ો જીવતી રાખી છે. સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ અન્ો શિક્ષણ મારા રસના વિષય. માત્ર કાંડાબળે પોતાની ઓળખ ઊભી કરવી એ વ્યક્તિ માત્ર માટે અઘરું કામ છે, એમાંય સ્ત્રી માટે, અન્ો એ પણ મારા સમયમાં, બહુ જ અઘરું હતું. જ્યારે દીકરીઓ પ્ાૂરું ભણતી નહીં, નાની ઉંમરે પરણી જતી એવા સમયમાં મેં ગ્રેજ્યુએશન કર્યું, સરકારી નોકરી કરી અન્ો મારી ટર્મ્સથી, મારી પોતાની ઇચ્છા અન્ો મરજીથી જીવી ! હું ધ્રુમનબહેનથી નાની અન્ો સોહિણીબહેનથી મોટી. મારા પિતા દીવાન જેવા ઠાઠથી રહેતા. અમે દીકરીઓ ઘોડાગાડીમાં ભણવા જતી. ઘરની બહાર નીકળીએ તો થોડુંક અંતર રાખીન્ો નોકર સાથે સાથે ચાલે. મારા પિતાનો એક જૂનો નોકર, એક દિવસ સ્ટેશનથી ચાલીન્ો ઘર સુધી મૂકી ગયેલો ત્યારે મન્ો આજીજી કરતા કહેલું, "બહેન ! ભાઈ સાહેબન્ો (એટલે કે મારા ફાધરન્ો) કહેતા નહીં, કારણ કે ભાઈ સાહેબ જાણે છે કે ગામમાં મારી આબરૂ સારી નથી.

ત્યારે મેં એમન્ો કહેલું, "મન્ો તારો જરાય ડર નથી, કારણ કે તારા જેવા ખરાબ આબરૂવાળા માણસ કરતાં વધારે ડર તો મન્ો સારી આબરૂના મોહરાવાળાઓનો છે. હું સ્વભાવે જ ખુલ્લા દિલની અન્ો બિન્દાસ. સ્ત્રી, પુરુષ એવા બ્ો વિભાગો મન્ો મારી જિંદગીમાં કદી પાડવા ગમ્યા જ નથી. મન્ો તો ‘વ્યક્તિ’ સાથે સંબંધ રાખવો ગમે !

સાહિત્યમાં મારા ઘણા મિત્રો, ન્ો ઘણા મારા મિત્રો બનવા માગ્ો... સહુન્ો લાગ્ો કે આ વસુબહેન મોંફાટ બોલે છે એટલે સ્વભાવે અન્ો પ્રકૃતિએ પણ એવી જ હશે ! આમ પણ, સ્ત્રીના ચારિત્ર્ય વિશે નિર્ણય કરવામાં પુરુષો પોતાની સમજણ ઓછી અન્ો કલ્પનાન્ો વધુ કામે લગાડતા હોય છે.

મારા પાંચ અક્ષરના નામની પાછળ પિતાના નામનો પડછાયો નથી કે નથી મારા પતિની પ્રતિષ્ઠા. મારી આગળ શ્રી, કુમારીના શિંગડાં નથી ન્ો પાછળ અટકનું પ્ાૂંછડું નથી. સમયાંતરે મારા પતિની ધારણ કરેલી ‘ભટ્ટ’ અટક કેટલાક સરકારી અન્ો મહત્ત્વના કાગળો માટે મેં ઉપયોગમાં લીધી, પણ એ સિવાય તો હું ‘વસુબહેન’ ! મારા પતિનું નામ જનાર્દન ભટ્ટ. બ્ોન્કમાં નોકરી કરે. અમારા લગ્ન ત્ાૂટ્યા નહીં ન્ો ટક્યાંય નહીં. અમે લાંબુ લગ્નજીવન ના જીવી શક્યા, પરંતુ છેક સુધી સારા મિત્રો રહૃાા. એમણે એક નિયમ બનાવેલો, મારી ગ્ોરહાજરીમાં મારે વિશે વાત ન કરતા. એમણે આખી જિંદગી સન્માન આપ્યું ન્ો મેં પણ એમનો આદર કર્યો. મારા લગ્નજીવન વિશે ક્યારેક કોઈ ઉડતી, ઘસાતી અફવા મારા સુધી આવે ત્યારે હું હસી નાખતી અન્ો જો કોઈ મિત્ર આવા સમાચાર લાવ્યા હોય તો એમન્ો જવાબ આપતી, "હું જાણું છું ત્યાં સુધી મારા લગ્નમાં બ્ો જ જણા છે. હું અન્ો જનુભાઈ, સત્ય અમારા બ્ો સિવાય કોઈન્ો ખબર નથી. હવે, આમાં બહારના માણસોએ સંશોધન શું કામ કરવું જોઈએ ?

જનાર્દન હંમેશાં કહેતા, "વસુ ઈનોસન્ટ છે. અમારી વચ્ચે કેમ મેળ ખાધો નહીં એનું સાચું કારણ આજેય મન્ો ખબર નથી. વસુન્ો કારણ ખબર હોય તો એણે મન્ો કીધું નથી, પણ એની સામે મન્ો કોઈ ફરિયાદ નથી. હા, આવી સરસ પત્ની ગુમાવ્યાનું દુ:ખ છે. ચાર દાયકા કરતા વધુ સમય અમે એકબીજાથી જુદા રહૃાા, પણ મેં એની જગ્યા લેનાર કોઈ સ્ત્રીનો વિચાર સુધ્ધાં કર્યો નથી, કારણ કે એ હંમેશાં મારી સાથે રહી છે. અમે જીવનભર સારા મિત્રો રહૃાા.

મન્ો પર્સનલ સવાલ પ્ાૂછવાની કોઈની હિંમત નહોતી, પણ ક્યારેક કોઈ પ્ાૂછી નાખે તો હું કદી ખોટું નથી બોલી. મન્ો હંમેશા એવું લાગ્યું છે કે આપણે જે જીવ્યાં એમાં છુપાવવા જેવું શું હોય ! છતાં, બધી વાતો બધા સામે નથી કહેવાતી, કહેવી પણ ન જોઈએ કારણ કે માણસની સમજશક્તિ એક સરખી નથી હોતી. ખાસ કરીન્ો, સ્ત્રી વિશે વાત નીકળે ત્યારે મોટાભાગના લોકો પાસ્ો એમનો એક આગવો અભિપ્રાય હોય છે. એમની માન્યતાઓ અન્ો એમની સંકુચિતતાથી લથબથ એ અભિપ્રાયન્ો સ્ત્રીના ચારિત્ર્યનું સર્ટિફિકેટ બનાવીન્ો એના ગળામાં લટકાવવા ત્ૌયાર લોકો સાથે વાત કરીન્ો શું ફાયદો ?

જોકે બધા પુરુષો એવા નથી હોતા. મારે તો અન્ોક પુરુષમિત્રો છે. સાવ નાની, સ્કૂલમાં હતી ન્ો ત્યારે પણ મારે છોકરાઓ સાથે ભાઈબંધી રહેતી. મેં એક જગ્યાએ કહૃાું છે, "આઈ લવ મેન. કારણ કે ત્ોન્ો લોજીકથી સમજાવી શકાય છે. પુરુષનો કેનવાસ મોટો હોય એટલે એની સાથે કામ કરવાની મજા આવે છે. એની પાસ્ો જીવનનો વિશાળ નકશો છે. આ કહૃાા છતાં પણ એક બીજી વાત મારે અહીં કહેવી જોઈએ, પુરુષોમાં મેં જેમન્ો મોટા માન્ોલા એ નાના, ઘણા નાના જણાયા છે ન્ો નાના માણસો ખરેખર મોટા હૃદયથી ન્ો મનથી, લાગ્યા છે મન્ો.

વિનોદ ભટ્ટે એકવાર મન્ો સવાલ પ્ાૂછેલા, બાર-પંદર લેખકોના નામ પ્ાૂછ્યા ન્ો એમની સાથેના મારા અનુભવો વિશે સવાલ પ્ાૂછેલા. મેં એમન્ો મોઘમ જવાબ આપ્ોલા. પછી, વિનોદે મન્ો પ્ાૂછેલું, "વસુબહેન, તમે એમન્ો એમ વર્તતા રોક્યા કેમ નહીં ?

ત્યારે મેં કહેલું, "એ બધા કેમ આગળ વધે છે એ જોવામાં મન્ો રસ પડે ન્ો પછી લાગ્ો કે એ લક્ષ્મણરેખા ઓળંગશે ત્યારે એની આંખમાં જોઈન્ો હું કહી નાખું, ‘બ્રુટસ યુ ટૂ ?’ પણ સાચું કહું ? બધા લગભગ એક જ પદ્ધતિએ આગળ વધે છે. કોઈનામાં આગવી શૈલી, પોતીકી ઓરિજિનાલીટી જોવા નથી મળી ! આ વાંચીન્ો કદાચ તમન્ો નવાઈ લાગ્ો, પણ કેટલાકે તો લેખિત માફી પણ માગી છે ! મન્ો નવાઈ એ લાગ્ો છે કે પુરુષોન્ો મન્ો જોઈન્ો થાય એવી લાગણી મન્ો એમન્ો જોઈન્ો થતી નહોતી. કદાચ, મન્ો મળનારા બધા જ પુરુષો મન્ો અધૂરા લાગ્યા છે. એમનામાં કોઈક પ્રકારની અધૂરપ, કંઈક ઓછપ વર્તાતી રહી છે મન્ો. એનો અર્થ એવો નથી કે હું પરફેક્ટ છું. એવો પણ નહીં કે હું મહાન છું, બહુ હોંશિયાર, આવડતવાળી, સક્ષમ છું... પણ મન્ો એવું લાગ્ો છે કે હું સાચી છું. પ્રામાણિક છું. જે અનુભવું ત્ો જ કહું, ન્ો જે કહું ત્ો સાચું જ હોય !

એકવાર એક કાર્યક્રમમાં બોલતી વખત્ો મેં કહેલું, "આજની સ્ત્રીઓ આ સમાજમાં પિતા બનવા સિવાયના બધા કામ કરી શકવા સક્ષમ છે. એ વાત મેં મારા જીવનમાં સાચી પાડી બતાવી છે. બાયોલોજીકલી પિતા ન બની શકાય, પરંતુ આજના જમાનાની છોકરીઓન્ો હું ઈમોશનલી અન્ો આર્થિક રીત્ો પિતાની જવાબદારી નિભાવતી જોઉં છું ત્યારે એમની પીઠ થાબડવાનું મન થઈ જાય છે.

અમારો જમાનો જુદો હતો. સ્ત્રી આર્થિક રીત્ો સક્ષમ અન્ો સ્વતંત્ર હોય એ જરા નવતર વાત હતી. એસ.એન.ડી.ટી. મહિલા કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ ત્યારે આઝાદીનો પવન પ્ાૂરજોશમાં હતો. ૧૯૪૨ની ‘હિન્દ છોડો ચળવળ’ આખા દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ હતી. હું પણ યુવાન હતી, આઝાદીના રંગ્ો રંગાયેલી. ગ્રેજ્યુએશન પછી તરત કામ કરવાની વાત કરી ત્યારે મારા પરિવારમાં થોડી નવાઈ લાગ્ોલી. લગ્ન કરીન્ો ઠરીઠામ થઈ જવું, સંતાનોન્ો જન્મ આપવો એ જ મારા સમયની ગુજરાતી યુવતી પાસ્ોથી અપ્ોક્ષિત હતું, એન્ો બદલે મેં તો નોકરી શોધવાનો વિચાર કર્યો...

મારા પિતાશ્રી તો વડોદરા સરકારની નોકરી કરતા. મન્ો નોકરી કોણ આપ્ો ન્ો ક્યાં મળે ? એક નવો પ્રવાસ, નવો વિચાર શરૂ થયો. વીસ વર્ષની, લાડકોડમાં ઉછરેલી, શ્રીમંત પરિવારની એક દીકરી નોકરી શોધવા નીકળે એ ત્યારે આશ્ર્ચર્ય નહીં, આઘાતનો મુદ્દો હતો. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48B18pfQ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com