29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાવધાન! શિશુ માટે હાનિકારક આહાર
હેલ્થ-વેલ્થ - મુકેશ પંડ્યા

નવજાત શિશુઓ પૂરી રીતે માના દૂધ પર નિર્ભર હોય છે, એટલે સુધી કે પહેલા છ મહિના તો ફક્ત અને ફક્ત માનું દૂધ જ પીવડાવવામાં આવે છે. પાણી પણ નથી પીવડાવવામાં આવતું. માતાનું દૂધ પાણી અને બીજા પોષક તત્ત્વોની જરૂરતને બહેતર રીતે પૂરું પાડે છે.

જોકે, છ મહિના પછી તેમનું શરીર એટલું મોટું થઇ ચૂક્યું હોય છે કે તેમની રોજની જરૂરત ફક્ત માના દૂધથી પૂરી નથી થતી હોતી. આ સંજોગોમાં તેમને ખાવાની અન્ય ચીજો, સેમી સોલિડ અને સોલિડ ફૂડ પણ આપવામાં આવે છે.

તમને ધ્યાનમાં આવ્યું જ હશે કે મોટા છોકરાઓ ખાવાની બાબતમાં થોડા નખરા દેખાડે છે, પણ નવજાત શિશુઓ તો શરૂ શરૂમાં ખાવા પ્રત્યે કંઇક વધારે જ ઉત્સુક્તા દેખાડતા હોય છે. તેઓ તો સ્વાદ લેવા ખાતર કોઇ પણ ચીજનો સ્વીકાર કરી લે છે, પરંતુ અહીં જ સાવધાની રાખવાની જરૂર છે કે તેમને કેવી ચીજો ખવડાવવી અને કેવી નહીં. તેનું કારણ એ છે કે બચ્ચાંઓ જ્યાં સુધી એક વર્ષના ન થાય ત્યાં સુધી તેમના પાચનતંત્રનો બરાબર વિકાસ નથી થયો હોતો. તમે જે ખવડાવો તેની આડ-અસર પણ થઇ શકે છે.

----------------------------

ગાયનું દૂધ

ગાયનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. તેના અનેક ફાયદા તમે સાંભળ્યા પણ હશે, પરંતુ શિશુઓના મામલામાં જોખમકારક ખરું. શરીર માટે જરૂરી પ્રોટિન્સથી ભરપૂર ગાયનું દૂધ પચાવવું બાળકો માટે મુશ્કેલ થઇ જાય છે અને તેમના પેટમાં દુખાવો, પેટ ફૂલવું કે ગેસ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો બહેત્તર છે કે એક વર્ષ પછી જ બાળકોને ગાયનું દૂધ આપો.

મધ

એક વર્ષથી ઓછી વયના બાળકોને મધ પણ ન ખવડાવવું જોઇએ. તેમના આંતરડા એટલા સક્ષમ નથી હોતા કે મધને પચાવી શકે. જોવા જઇએ તો બાળકોને મધ ખવડાવવાથી ક્લોસ્ટ્રીડિયમ બોટલિમન નામના હાનિકારક બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે, જેના કારણે તેમના સ્નાયુઓ અશક્ત બને છે અને કબજિયાતની સમસ્યા પણ શરૂ થઇ જાય છે. માટે મધને એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓથી દૂર જ રાખો.

ખાટાં ફળો

વિટામિન સી ભરપૂર હોય એવા ખાટાં ફળો રોગ પ્રતિકારક શક્તિ વધારતા હોઇ આપણે તેને ડાયેટમાં સ્થાન આપીએ છીએ, પરંતુ આ જ વિટામિન સી અને એસિડ બાળકોના પેટને ખરાબ કરી શકે છે. તેમને દસ્તની સમસ્યા થઇ શકે છે.

ચોકલેટ

ચોકલેટનો સ્વાદ તો બાળકોનો ફેવરિટ સ્વાદ હોય છે, પરંતુ એક વર્ષથી ઓછી વયના બચ્ચાઓ માટે તો નુકસાનકારક જ સાબિત થાય છે. પેટની સમસ્યાઓ તો વકરે છે, આ ઉપરાંત તેમાં રહેલા કેફિન અને ખાંડ પણ તેમને હાનિ પહોંચાડી શકે છે.

ઘઉં

ઘઉંમાં એલર્જિન હોવાને કારણે નાના બાળકોને ઘઉંમાંથી બનેલી વાનગી ન ખવડાવવામાં જ શાણપણ છે. આ ઉપરાંત તેમાં રહેલું ગ્લૂટેન પણ પચાવવું સરળ નથી હોતું. આ જ કારણસર શિશુઓને સોલિડ ફૂડ ખવડાવવાની શરૂઆત થાય ત્યારે ચોખામાંથી બનેલી ચીજવસ્તુઓ ખવડાવવામાં આવે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

506qtyla
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com