29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુએસ-તાઇવાન આર્થિક વાટાઘાટ: ચીનની અમેરિકાને ચેતવણી

તાઇપે: ચીને સોમવારે અમેરિકાને ચેતવણી આપી કે જો તેણે તાઇવાન સાથે આગામી આર્થિક વાટાઘાટ રદ નહી કરે તો બંને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચી શકે છે. અમેરિકા-તાઇવાન વાટાઘાટમાં અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લે તેવી સંભાવના છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા તાઇવાન સાથે તમામ પ્રકારના સત્તાવાર આદાન-પ્રદાન બંધ કરે. ચીન અને અમેરિકાના સંબંધોને નુકસાન થતું અટકાવે અને તાઇવાન સમુદ્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખે.

તાઇવાન મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકાના અંડર સેક્રેટરી આર્થિક વિકાસ, ઊર્જા અને પર્યાવરણ જેવી બાબતો પર ચર્ચા વિચારણા માટે તાઇવાનની સરકાર સાથે ટાપુ પર અઠવાડિયાના અંતમાં બેઠક યોજવાની હતી. આ પહેલા પણ અમેરિકાના સ્વાસ્થ્ય પ્રધાન ગયા મહિને જ તાઇવાનની યાત્રા પર ગયા હતા. અમેરિકા અને તાઇવાન સરકાર વચ્ચે ૧૯૭૯માં ઔપચારિક સંબંધ સમાપ્ત થયા બાદ અજાર દ્વીપ દેશની યાત્રા કરનાર પ્રથમ અમેરિકાના પ્રધાન છે. ત્યારે એવી આશંકા છે કે અમેરિકાના પ્રધાનની યાત્રાથી ચીન વધારે નારાજ છે. ચીન તાઇવાનને પોતાના દેશનો હિસ્સો માને છે અને તેના અન્ય દેશો સાથેના સંબંધોની વિરુદ્વ છે.(એજન્સી)

--------------------------

અમેરિકાએ નાગરિકોને કહ્યું, ‘ચીન-હૉંગ કૉંગમાં પ્રવાસ કરવામાં જોખમ છે’



બીજિંગ: ચીનમાં તથા હૉંગ કૉંગમાં પ્રવાસ કરવામાં ‘આપખુદપણે અટક થઈ શકે’ તેમ જ ‘આપખુદપણે સ્થાનિક કાયદાઓનું પાલન કરવું પડે’ એવું ભારોભાર જોખમ રહ્યું છે એવી ચેતવણી સાથે અમેરિકાએ મંગળવારે ચીન તથા હૉંગ કૉંગમાં જવા સંબંધમાં નવા સલાહસૂચનો બહાર પાડ્યા હતા.

આ નવા ફતવાથી અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલી વધવાની શક્યતા છે. જૂનમાં ચીનની સરકારે હૉંગ કૉંગમાં રાષ્ટ્રીય સલામતીને લગતા નવા કડક કાયદા લાગુ કર્યા ત્યારથી બેઉ દેશો વચ્ચે સંબંધો બગડ્યા જ હતા જે હવે સમય જતાં વધુ વણસી જવાની સંભાવના છે. હૉંગ કૉંગમાં નવા કાયદા લાગુ કરાયા એના થોડા જ દિવસમાં અમેરિકાએ ચીન સામે પ્રતિક્રિયારૂપે શ્રેણીબદ્ધ નિયંત્રણો સહિતના પગલાં લીધા હતા.

અમેરિકાના સલાહસૂચનોવાળા ફતવામાં જણાવાયું છે કે ‘ચીન કે હૉંગ કૉંગમાં પ્રવાસ કરવા જતા કે રહેતા અમેરિકી નાગરિકોની કથિત ગુનાનું કારણ આપીને અટકમાં લેવામાં આવી શકે અને બની શકે કે તેમને એ સ્થિતિમાં અમેરિકી કાનૂની સેવાનો લાભ ન પણ લેવા દેવામાં આવે.’

અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યું છે કે ‘હૉંગ કૉંગમાં તમારે તમારી આસપાસની સ્થિતિ વિશે ખાસ વાકેફ રહેવું અને દેખાવોમાં ભાગ લેવાનું ટાળવું.’ (એપી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15Ct1386
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com