18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘વિરાટની ધરપકડ કરો’: મદ્રાસ હાઈ કોર્ટમાં પિટિશન નોંધાવાઈ

ચેન્નઈ: ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી અને બૉલીવૂડની અભિનેત્રી તમન્ના ભાટિયા થોડી કાનૂની ગૂંચમાં ફસાઈ ગયા હોય એવું લાગે છે, કારણકે મદ્રાસ હાઈ કોર્ટના એક વકીલે ‘ઑનલાઇન ગૅમ્બ્લીંગ’ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે એવું પણ કહ્યું છે કે આવો જુગાર રમાડતી બધી જ વેબસાઇટો તથા મોબાઇલ ઍપ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ તેમ જ આ જુગારને ઉત્તેજન તથા પ્રોત્સાહિત કરતી હસ્તીઓની ધરપકડ થવી જોઈએ. વકીલે આ સંદર્ભમાં વડી અદાલતમાં રિટ પિટિશન નોંધાવી હોવાનું મનાય છે. વકીલે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઑનલાઇન ગૅમ્બ્લીંગ કંપનીઓ યુવા

વર્ગના મગજનો સત્યાનાશ કરવા કોહલી જેવા સ્ટાર્સનો ઉપયોગ કરી રહી છે. પિટિશનરે આવી જાણકારી આપીને એવી માગણી કરી છે કે વિરાટ અને તમન્નાની ધરપકડ થવી જોઈએ. આ વકીલની ઓળખ નથી અપાઈ. તેમણે માગણીમાં જણાવ્યું છે કે ઑનલાઇન ગૅમ્બ્લીંગ યુવા વર્ગ માટે અભિશાપ છે અને એને વિરાટ તથા તમન્ના તરફથી આડકતરી રીતે પ્રોત્સાહન મળી રહ્યું કહેવાય.

એક અહેવાલ મુજબ તાજેતરમાં ચેન્નઈમાં એક યુવાને ઑનલાઇન ગૅમ્બ્લીંગમાં પોતાની બધી બચત ગુમાવી એને પગલે આત્મહત્યા કરી હતી. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

675H5b61
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com