31-October-2014 Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમાચાર સંક્ષેપ

સચિન પાઇલટને ટેરિટોરિયલ આર્મીમાં

નવી દિલ્હીઃ કૉંગ્રેસના નેતા અને કેન્દ્રના ૩૫ વર્ષના પ્રધાન સચિન પાઇલટને ગુરુવારે નિયમિત અધિકારી તરીકે ટેરિટોરિયલ આર્મી (ટીએ)માં સમાવાશે, એમ લશ્કરના વડા બિક્રમસિંહે કહ્યું હતું.

મોરિશિયસ સાથે ટેક્સ ટ્રીટી

નવી દિલ્હીઃ બે દેશ વચ્ચે કરવેરાની માહિતીની આપલે કરવાની યંત્રણાને મજબૂત બનાવવા તેમ જ તેનો દુરુપયોગ અટકાવવા ભારત મોરેશિયસ સાથે એ અંગેના કરારની સમીક્ષા કરી રહ્યું હોવાનું સરકારે બુધવારે કહ્યું હતું.

વૈષ્ણોદેવીનાં ૪૦ યાત્રાળુ બચાવાયા

જમ્મુઃ જમ્મુ જિલ્લાની ભાગોળે આવેલા જાગ્તી વિસ્તારમાં પૂરમાં ફસાયેલા વૈષ્ણોદેવીનાં ૪૦ યાત્રાળુઓને સીઆરપીએફના જવાનોએ ઉગારી લીધા હોવાનું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું.

‘ચીનની ઘૂસણખોરી નથી’

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં ચીન દ્વારા આક્રમણ કે ઘૂસણખોરી કરવામાં આવ્યા હોવાનાં કોઈ અહેવાલ નથી પરંતુ, લાઇન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ (એલએસી) પર લશ્કર સતત દેખરેખ રાખી રહ્યું હોવાની માહિતી બુધવારે રાજ્યસભાને આપવામાં આવી હતી. (એજન્સી)



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lJ7345
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com