18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્લ્ડ કપના સ્થાને આઇપીએલ રમાશે તો સવાલો ઉઠશે: ઇન્ઝમામ

કરાચી: આગામી ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ મુલતવી રખાશે અને એના સ્થાને જો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) રમાશે તો સવાલો તો ઉઠવાના જ છે, એમ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ કોચ ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું છે.

જોકે, આઇસીસીએ વર્લ્ડ કપ વિશે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો.ઇન્ઝીએ રવિવારે યુટ્યૂબ ચૅનલ પર જણાવ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડ ખૂબ મજબૂત છે અને આઇસીસીમાં એનો સારોએવો અંકુશ છે. જો ઑસ્ટ્રેલિયા કોવિડ-૧૯ની મહામારીને કારણે વર્લ્ડ કપ યોજવામાં અસાર્મ્થ્ય બતાવશે તો એનો તરત સ્વીકાર થઈ જશે, પરંતુ જો એ જ સમયગાળામાં એવી જ બીજી કોઈ મોટી ટુર્નામેન્ટ યોજાશે તો સવાલો જરૂર ઊભા થશે. મારું માનવું છે કે આઇસીસીએ આંતરરાષ્ટ્રીય શેડ્યૂલમાં કોઈ પ્રાઇવેટ લીગને (આઇપીએલને) રાખવાની છૂટ ન આપવી જોઈએ. આવું થશે તો યુવા ખેલાડીઓ ઇન્ટરનેશનલ મૅચોમાં રમવાને બદલે એ લીગમાં રમવાનું વધુ પસંદ કરશે.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

023y40t8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com