15-August-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મોરારિબાપુનું અપમાન કરનારા પબુભાને ભાજપમાં કોઇ હોદ્દો આપશો નહીં: સાધુ સમાજ

ગાંધીનગર: રામાયણી કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હુમલાનો પ્રયાસ કરનારા ભાજપના માજી ધારાસભ્ય અને અગ્રણી પબુભા માણેકને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન ન મળે તે માટે સાધુ સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. તેમ જ હજુ પણ પબુભા મોરારિબાપુની માફી માગે એ જરૂરી હોવાનું સાધુઓએ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કથાકાર મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા હતા. ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ટવીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. હવે આ ઘટનાને લઈને સાધુ સમાજ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં દુધરેજ મંદિરના મુખ્ય મહંત કનિરામ મહારાજ, જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસ મહારાજ, અમદાવાદ થલતેજ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, સહિત સાધુ સંતો રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4Y63N5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com