25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહારાષ્ટ્ર ભાજપનું આંદોલન કેટલું વાજબી?

ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે તેનું મુખ્ય કારણ એ છે કે વિદેશથી આવતી મોટા ભાગની ફલાઈટો મુંબઈ આવતી હોય છે. આને કારણે મુંબઈમાં આ મહામારીનો ચેપ સૌથી વધુ લાગે તે સ્વાભાવિક જ છે. વળી મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા ભાગનો સ્લમ વિસ્તાર ફેલાયેલો છે, આ વિસ્તારોમાં કોરોનાનો કંટ્રોલ કરવો એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે તેમ છતાં સરકાર પ્રયત્ન કરી રહી છે, પરંતુ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સો ટકા આમાં રાજ્ય સરકારની જવાબદારી છે, પરંતુ એકલી રાજ્ય સરકાર જ આને માટે જવાબદાર નથી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર ભાજપે શિવસેના-કૉંગ્રેસ અને એનસીપીની આઘાડી સરકાર સામે મોરચો માંડ્યો છે અને જાણે કોરોના ઉદ્ધવ ઠાકરેને કારણે મહારાષ્ટ્રમાં આવ્યો હોય તે રીતે ઉદ્ધવ પર હલ્લો બોલાવ્યો છે. ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્તોની મદદને બાજુએ રાખીને આ આંદોલનમાં જોડાયા છે, પરંતુ તેમનું આંદોલન કેટલું વાજબી છે? શું કોરોના માત્ર મહારાષ્ટ્રમાં જ છે? બીજાં રાજ્યોમાં નથી? ગુજરાત અને દિલ્હીમાં પણ કોરોનાએ માઝા મૂકી છે તો ત્યાંને માટે પણ શું ઉદ્ધવ સરકાર જવાબદાર છે અને એવું જ હોય તો કેન્દ્રની મોદી સરકાર સામે કેમ દેખાવો નથી કરતા? આખા ભારતમાં કોરોના ફેલાયો એનું મુખ્ય કારણ વિદેશથી આવનારા પ્રવાસીઓ હતા, જાન્યુઆરીમાં જ કોરોનાનો ભય સમગ્ર વિશ્ર્વ સામે આવી ગયો હતો ત્યારે કેન્દ્ર સરકાર કેમ જાગી નહીં? કેવી રીતે ટ્રમ્પને કોરોના કાળ સમયે પણ ભારતની મુલાકાત લેવા દીધી? એ સમયે જો વિદેશથી આવનારાઓને આઈસોલેશન વોર્ડમાં રાખી દીધા હોત તો આટલી તબાહી ના થાત? વળી જે રીતે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવું પડ્યું છે તે રીતે લોકડાઉન પણ જાહેર ના કરવું પડ્યું હોત અને માત્ર એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારમાં જ લોકડાઉન લાગુ પાડવું પડ્યું હોત. વળી આ લોકડાઉન સમયે જ મધ્ય પ્રદેશમાં ભાજપે શું ડ્રામા કર્યા એ જગજાહેર છે, એવી કંઈ જરૂર હતી કે તમે કોરોના જેવા સંકટકાળમાં પણ સત્તા માટે કોઈ પક્ષના ભાગલા પાડીને પોતાની સરકાર સ્થાપિત કરી દીધી? એવી જરૂર હતી ખરી? તમામ વિપક્ષોએ ૨૪મી માર્ચના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી લોકડાઉનની જાહેરાતને વખોડવાને બદલે તેમની પડખે ઊભા રહેવાનું નક્કી કર્યંુ તો તમારી ફરજ શું છે? આટલું ઓછું હોય તેમ કેન્દ્ર સરકારે જે ૨૦ લાખ કરોડનો રાહત પેકેજનો ગાજર હલવો ૧૩૫ કરોડની જનતાને ચખાડ્યો એ મુદ્દે પણ કોઈ વિપક્ષે ટીકા નથી કરી માત્ર કેટલાક સૂચન આપ્યા છે તો ધારત તો આ વિપક્ષો પણ મુદ્દો બનાવી શક્યા હોત (જોકે શુક્રવારે વિપક્ષે એ મુદ્દે બેઠક કરી છે) પણ તેમ કરવાને બદલે વિપક્ષોએ સરકારને આ સંકટના સમયે સાથ આપવાનું નક્કી કર્યંુ. ઉદ્ધવ ઠાકરે સરકારની સામે ફડણવીસે કરેલા ઉધામાએ ભાજપ કેટલો સત્તા ભૂખ્યો છે તેનું એક જીવતુંજાગતું ઉદાહરણ છે. અત્યારના આ કટોકટીના સમયમાં એકબીજાનો સહકાર કરીને આગળ વધવાને બદલે આ સત્તાલોલૂપો રાજનીતિ જ કરી રહ્યા છે. આમ કરતી વખતે આ લોકો ભૂલી જાય છે કે લોકડાઉન છે, જનતા ઘરે જ બેઠી છે અને બધું જોઈ સમજી રહી છે. ક્યાંક આ જનતા તમને સાવ ઘરે ન બેસાડી દે તેનું ધ્યાન રાખજો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0BJ6g035
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com