28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગરીબોને રોકડા, ઉદ્યોગોને કરરાહત આપવાની રાહુલ ગાંધીની માગણી

નવી દિલ્હી: કોરોના વાઈરસના ઉપદ્વવને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ગરીબોને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય કરવાની માગણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કરી હતી.

રાહુલ ગાંધીએ ઉદ્યોગોને પણ આ મુશ્કેલીના સમયગાળા દરમિયાન કરરાહત આપવાની માગણી કરી હતી, જેથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉદ્યોગોને બચાવીને હજારો નાગરિકોની નોકરી પણ બચાવી શકાય. આખો દેશ અત્યારે કોરોનો વારઈસની સામે લડત આપી રહ્યો છે.

હું માનું છું કે આપણે કોરોના વાઈરસથી અસરગ્રસ્ત દર્દીઓના ઉપચાર કરવા ઉપરાંત, વાઈરસના ફેલાવાના તમામ માર્ગો બંધ કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. વાઈરસને ઓળખવા તથા તેના સારવાર માટેની પ્રક્રિયાનો વ્યાપ પણ વધારવો જોઈએ, એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

તેમણે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઈમર્જન્સી ફિલ્ડ હોસ્પિટલની સંખ્યા વધારવાની પણ માગણી કરી હતી. આર્થિક બાબતે તેમણે કહ્યું હતું કે દરરોજ વેતન મેળવીને જીવન ગુજરાન કરતા મજૂર વર્ગને તાકીદના ધોરણે રોકડ સહાય તથા નિ: શુલ્ક કરિયાણું પણ ઉપલબ્ધ કરવાની માગણી કરી હતી. જો આમાં વિલંબ કરાશે તો દેશભરમાં મુશ્કેલી ઊભી થશે એવી તેમણે ચેતવણી આપી હતી. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

55836217
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com