25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અવિચારી પગલું આફતકારક ન બને...

૫૬વર્ષના જશવંતભાઇ સુશિક્ષિત હોવા છતાં જુનવાણી અને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા હતા. આ જમાનામાં પણ પુત્રવધૂ લાજ કાઢીને ઘરમાં રહેતી હોવા ઉપરાંત કોઇ પણ કામ માટે શુકન-અપશુકન અને ચોઘડિયા-મુહૂર્ત વગેરે જોવામાં આવતા હતા. જશવંતભાઇના સ્વભાવને કારણે પત્ની તથા સંતાનો પણ ત્રાહિમામ હતા. એ છતાં સૌ તેમની આમન્યા જાળવવા માટે એક હરફ પણ ઉચ્ચારતા નહોતા. થોડા સમયથી જશવંતભાઇને વાચન તથા સિરિયલ જોવામાં ધૂંધળાશની પ્રતીતિ થતી હતી. જેને ધ્યાનમાં રાખીને ઓપ્થેલ્મોલોજિસ્ટનો સંપર્ક સાધ્યો ત્યારે તેમની ઉંમરમાં સામાન્ય લેખાતા કેટરેક્ટનો ભોગ બન્યા હોવાનું નિદાન કરવામાં આવ્યું. આદત સે મજબૂર જશવંતભાઇએ બળતા તાપમાં સર્જરી ન કરાવવાની ગેરમાન્યતાથી પ્રેરાઇને સર્જરી મુલતવી રાખી. જોકે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમનો સ્વભાવ આફતકારક સાબિત થવાનો છે. મનોમન રક્ષાબંધનના તહેવાર પછી સર્જરી કરાવવાનું વિચારનાર જશવંતભાઇની દૃષ્ટિ સંબંધી સમસ્યા વકરી. જેને ધ્યાનમાં રાખીને આ વખતે તેમણે કોલાબાસ્થિત ધ ઇન્ટરનેશનલ આઇ ક્લિનિક અર્થાત વિઝન વિસ્ટા આઇ ક્લિનિકના ડિરેક્ટર ડૉ. સાયરસ મહેતાનો સંપર્ક સાધ્યો. જશવંતભાઇની આંખનું તલસ્પર્શી પરીક્ષણ કરવામાં આવતાં કેટરેક્ટ ઉપરાંત છાને પગલે અંધાપો નોતરતી ગ્લુકોમાનો પણ ભોગ બન્યા હોવાની જાણ થઇ. તેમાં પણ ગેરમાન્યતાથી પ્રેરાઇને સમયસર સારવાર ન કરાવી હોવાને કારણે અન્ય બીમારીને સામેથી નોતરું આપ્યું હોવાનુું સાંભળીને જશવંતભાઇની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઇ. સવારે કેટરેક્ટ તથા ગ્લુકોમાનું સમાધાન સાધીને રાત્રે ટેલિવિઝન પર મનપસંદ ફિલ્મ પણ જોઇ. જે જાણીને પરિવારજનો પણ હેબતાઇ ગયા. મનોમન શું જશવંતભાઇએ ખરેખર કેટરેક્ટ-ગ્લુકોમાની સર્જરી કરાવી છે કે એવું વિચારતા હતા. આ દરમિયાન આત્મમંથન કરતાં તેમને પોતાની ભૂલ તથા વિચારધારા પર ખૂબ પસ્તાવો થયો. જેને પરિણામે જાગ્યા ત્યારથી સવાર સમજીને જશવંતભાઇ પોતાની રૂઢિચુસ્ત માન્યતાને દૂર કરીને પરિવારજનો સાથે હળીમળીને તથા હસીમજાક કરીને જીવન વિતાવે છે. પુત્રવધૂ પણ ઘરમાં હવે દીકરીની જેમ હરેફરે છે. તાજેતરમાં જશવંતભાઇએ ફોન પર ડો. સાયરસ મહેતાનો ખૂબ આભાર માન્યો હતો.

મહારાષ્ટ્ર પોલીસના ક્ધસલટન્ટ ડો. સાયરસ મહેતાના જણાવ્યા મુજબ જશવંતભાઇની કેટરેક્ટની સમસ્યાનું સમાધાન લેટેસ્ટ કેટાલિસ મશીન તથા અત્યાધુનિક edof લેન્સ દ્વારા આણ્યું હતું. જ્યારે ગ્લુકોમાનું નિવારણ તેમણે ક્લિનિકમાં આરૂઢ નેનો slt લેસર સિસ્ટમ નામે નવીન ઉપકરણ દ્વારા આણ્યું. વિસ્તૃતમાં માહિતી આપતા તબીબ જણાવે છે કે કેટાલિસ મશીન બ્લેડ ફ્રી, ઝડપી, પીડારહિત, એનેસ્થેસિયારહિત અને નોન-ઇન્વેસિવ હોવા ઉપરાંત સલામત છે. ફ્ક્ત ગણતરીની મિનિટમાં કેટરેક્ટ દૂર કરી શકાય છે. અત્યાધુનિક કેટાલિસ લેસર મશીનને કારણે લેન્સના ઇમ્પ્લાન્ટેશન પછી કેટરેક્ટગ્રસ્ત ટૂંક સમયમાં જ સ્પષ્ટ અને સતેજ દૃષ્ટિ કેળવે છે. સૌથી વિશેષ હાઇ-બ્લડપ્રેશરયુક્ત કે હાર્ટ-પેશન્ટ કે ડાયાબિટીસગ્રસ્ત તથા હાર્ડ -બ્રાઉન કેટરેક્ટ દૂર કરવા માટે કેટાલિસ લાભદાયક છે. અગાઉની ટેક્નિક મારફતે કોર્નિયા બળવાની સંભાવના હતી, એની સરખામણીમાં કેટાલિસ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગ્લુકોમાનું સમાધાન તેમણે ક્લિનિકમાં આરૂઢ નેનો slt લેસર સિસ્ટમ નામે નવીન ઉપકરણ દ્વારા આણ્યું. તબીબના જણાવ્યાનુસાર આજના કમ્પ્યુટર અને સેટેલાઇટ ચેનલના જમાનામાં પણ અનેક લોકો અમૂલ્ય રત્ન લેખાતી આંખ અંગે અનેક ગેરમાન્યતા ધરાવે છે. જે પૈકી ચોક્કસ ઋતુમાં કે તિથિ વાર અથવા તહેવારને ધ્યાનમાં રાખીને કેટરેક્ટની સર્જરી કરવાનો નિર્ણય લે છે. હકીકતમાં વિજ્ઞાનની હરણફાળને પરિણામે હવે કોઇ પણ વાર, તિથિ કે ઋતુમાં કેટરેક્ટની સારવાર કરવી સુલભ અને સરળ છે.

ફેલો ઓફ ધ અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જનનું બહુમાન પ્રાપ્ત કરનાર સૌપ્રથમ યુવાન ભારતીય તબીબ ડો. સાયરસ મહેતા વિસ્તૃતમાં માહિતી આપતા જણાવે છે કે કેટાલિસ મશીન બ્લેડ ફ્રી, ઝડપી, પીડારહિત, એનેસ્થેસિયારહિત અને નોન-ઇન્વેસિવ હોવા ઉપરાંત સલામત છે. ફ્કત ત્રીસ સેકંડમાં કેટરેક્ટ દૂર કરી શકાય છે. અત્યાધુનિક કેટાલિસ લેસર મશીનને કારણે લેન્સના ઇમ્પ્લાન્ટેશન પછી કેટરેક્ટગ્રસ્ત ૨૪ કલાકની અંદર સ્પષ્ટ અને સતેજ દૃષ્ટિ કેળવે છે. હાઇ-બ્લડપ્રેશરયુક્ત કે હાર્ટ-પેશન્ટ કે ડાયાબિટીસગ્રસ્ત તથા હાર્ડ -બ્રાઉન કેટરેક્ટ દૂર કરવા માટે કેટાલિસ લાભદાયક છે. અગાઉની ટેક્નિક મારફતે કોર્નિયા બળવાની સંભાવના હતી, એની સરખામણીમાં કેટાલિસ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એક છેડે રોડપતિથી લઇને કરોડપતિ સુધીના જ્યારે બીજે છેડે ભારત સહિત અમેરિકા, યુકે અને આરબ દેશના અનેક લોકોની દૃષ્ટિ સંબંધિત ક્ષતિનું સમાધાન સાધનારા ડો. સાયરસ મહેતાના જણાવ્યા મુજબ જશવંતભાઇની આંખમાં લેટેસ્ટ edofલેન્સનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. લેન્સ અંગે વિસ્તૃતમાં માહિતી આપતાં ડો. સાયરસ મહેતા જણાવે છે કે પરંપરાગતiol મોનોફોકલ હતા. જેને પરિણામે વ્યક્તિ દૂરનું અથવા તો નજીકનું કે મધ્ય ભાગનું સ્પષ્ટપણે જોઇ શકતો. અર્થાત્ વ્યક્તિએ વાંચતી વખતે અથવા તો દૂર પડેલી ચીજવસ્તુ જોવા માટે ફરજિયાતપણે ચશ્માં પહેરવા પડતા. તેની સરખામણીમાં edof લેન્સ નજીકનું, દૂરનું અને મધ્યમ અંતરે રહેલી ચીજવસ્તુ પણ સહેલાઇથી અને સરળતાપૂર્વક જોઇ, પારખી અને વાંચી શકે છે. વધુમાં રાત્રે પણ દૃષ્ટિમાં ધૂંધળાશની પ્રતીતિ થતી નથી. ભારતમાં સૌપ્રથમ વાર આ પ્રકારના લેન્સનું ઇમ્પ્લાન્ટેશન કરવાનું શ્રેય ડૉ. સાયરસ મહેતાને ફાળે જાય છે. નજીકની દૃષ્ટિ માટેના ચશ્માના નંબર દૂર કરવા માટે પણ આ લેન્સ સર્વોત્કૃષ્ટ છે. અગાઉ ટ્રાયફોકલ લેન્સ દ્વારા સમાધાન સાધવામાં આવતું હતું. તેની સરખામણીમાં લેન્સ વધારે ઝડપથી દૃષ્ટિ પ્રદાન કરવા સાથે ઉત્કૃષ્ટ છે. રોબોટિક લેસર કેટરેક્ટ સર્જરી અને સુયોગ્ય લેન્સના ઇમ્પ્લાન્ટેશનના પરિણામે કેટરેક્ટગ્રસ્તની દૃષ્ટિ સચોટ અને સુયોગ્ય હોવા સાથે સંપૂર્ણપણે સલામત રહે છે. ત્યાર બાદ નજીક કે દૂરની દૃષ્ટિ માટે ચશ્માં પહેરવાની આવશ્યક્તા નથી. ડૉ. સાયરસ મહેતાના જણાવ્યા મુજબ જશવંતભાઇએ સમયસર કેટરેક્ટની સર્જરી ન કરાવીને ગ્લુકોમા જેવી ક્ષતિને સામેથી નોતરી હતી. હકીકતમાં જશવંતભાઇની આંખનું પ્રેશર વધારે હતું. સમયસર ઇલાજ ન કરાવવાને લીધે પ્રેશર વધવા ઉપરાંત આંખની ઝારી ફાડીને પ્રવાહી બહાર આવ્યુું હતું. જેને પરિણામે તેઓ ઝામર અર્થાત ગ્લુકોમાનો ભોગ બન્યા હતા. ગ્લુકોમાના સમાધાનાર્થે કોલાબાસ્થિત વિઝન વિસ્ટા આઇ ક્લિનિકમાં નેનો slt લેસર સિસ્ટમ ઉપલબ્ધ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ પ્રકારનું મશીન કોઇ પણ આઇ સેંટરમાં નથી. જેને અંતર્ગત આંખનું પ્રેશર પાંપણના પલકારામાં અર્થાત્ ફક્ત બે-ત્રણ મિનિટમાં ઓછું કરી શકાય છે. નેનો sltલેસર સિસ્ટમને કારણે આંખનું પ્રેશર પાંપણના પલકારામાં અર્થાત્ ફક્ત બે-ત્રણ મિનિટમાં ઓછું કરીને ગ્લુકોમા નાથી શકાય છે. પાંચ વર્ષ દરમિયાન ત્રણ વખત પ્રક્રિયા કરી શકાય છે. આ ઉપરાંત કેનાલોપ્લાસ્ટી જેવી ટેક્નિક દ્વારા ગ્લુકોમાનું સમાધાન સહેલાઇથી અને સરળતાપૂર્વક સાધી શકાય છે.

મુંબઇમાં વિઝન વિસ્ટા આઇ ક્લિનિક પ્રાઇવેટ લિમિટેડ ખાતે સૌપ્રથમ સુપર સ્પેશિયાલિટી આઇ-સેંટર ખોલવામાં આવ્યું છે. જ્યાં એક જ છત નીચે કેટરેક્ટ અને ગ્લુકોમા ઉપરાંત દૃષ્ટિ પ્રદાન કરતી આંખની વિવિધ પ્રકારની ક્ષતિનું અત્યાધુનિક ટેક્નિક અને કાબેલ, નિપુણ તથા અનુભવી તબીબ દ્વારા સમાધાન સાધવામાં આવે છે.

-----------------------

+ Know

yr dr. +

નામ: ડૉ. સાયરસ મહેતા

માનદ પદવી: પ્રખ્યાત ઓપ્થેલ્મોલોજિસ્ટ

એડ્રેસ: વિઝન વિસ્ટા આઇ ક્લિનિક

રામનિમિ બિલ્ડિંગ, બીજે માળે, તાજમહાલ હોટેલની

પાછળ, કોલાબા પોલીસ સ્ટેશનની સામે.

કોન્ટેક્ટ નંબર:

99674 39039 - 022 22040711 - 98198 50971

---------------------

Email: cyresmehta@yahoo.com

----------------------------------

ગેરમાન્યતા

કેટરેક્ટ સર્જરી શિયાળામાં કરવી હિતાવહ છે

------------------

હકીકત

હાલને તબક્કે કોઇ પણ ઋતુમાં કેટરેક્ટ સર્જરી કરવી લાભપ્રદ છે

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Vj88Oi
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com