25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુમ્મલ ઝે - બ્લેક ફોરેસ્ટમાં મોસમની મજા

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીઘણા લાંબા સમય પછી એવો સમય આવ્યો છે કે દુનિયા ધાર્યા કરતાં સાવ જુદી જ દિશામાં ચાલી રહી છે. આતંકવાદી હુમલાઓ, રમખાણો, ભૂકંપ, જ્વાળામુખી ફાટ્યા પછીના સમયમાં જે વાતની ખાતરી હોય છે એ જ વાતની આજે પણ એટલી ખાતરી તો છે જ કે આ કોરોના વાઈરસનું ચેપ્ટર જ્યારે થાય ત્યારે, પ્ાૂરું થશે તો ખરું જ. આ વાઈરસ ફેલાયો અન્ો ખાસ કરીન્ો દુનિયા થંભી ગઈ ત્ો પહેલાં જાણે એવો સમય આવી ગયો હતો કે દુનિયાનો કોઈ પણ ખૂણો માત્ર થોડા કલાકોની એક લાઇટ જેટલો જ દૂર છે. અન્ો આજે આ લખતી વખત્ો જર્મનીની બહાર નોર્મલ રીત્ો ક્યાંય પણ લાઇટ લઈન્ો જવાનું શક્ય નથી, અન્ો હોત તો પણ જર્મનીથી ભારત આવવાનું પણ શક્ય નથી.

અત્યારે જર્મન પબ્લિક લાઇફ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એવી રીત્ો શમી ગઈ છે કે જાણે કોઈએ રિમોટ પર પોઝ બટન દબાવી દીધું હોય. એવામાં એક વીક પછીના હાઇક વીકેન્ડ માટે રાઇન વેલીમાં બ્ાૂક કરાવેલી હોટલ કેન્સલ કરી ચૂક્યાં છીએ અન્ો એપ્રિલના એન્ડમાં આતુરતાથી રાહ જોઈ રહેલાં હતાં ત્ો નોર્વેની ક્રુઝ ટ્રિપ પણ થવાની શક્યતા નજીવી છે. ઓફિસનું બધું કામ ઘરેથી થાય છે.

રેસ્ટોરાં, થિયેટરો, મ્યુઝિયમ, પબ્લિક લાઇફ સાથે સંકળાયેલી દરેક એવી પ્રવૃત્તિ જે જીવનજરૂરી નથી ત્ોન્ો એપ્રિલની ઇસ્ટરની રજાઓ સુધી ઓફિશિયલી રોકી દેવામાં આવી છે. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઝમાં

પણ બિઝન્ોસ ક્રિટિકલ ન હોય ત્ો બધાંન્ો ઘરેથી જ કામ કરવાની

સ્ાૂચના છે.

આ બધું વાઈરસનો ફેલાવો કાબ્ાૂમાં રાખવા માટે થઈ રહૃાું છે. એવામાં દુનિયા સાવ નિશ્ર્ચિંત થઈન્ો ફરવા માટે ક્યારે ત્ૌયાર થશે કોન્ો ખબર. ત્ોના કારણે આવનારા સમયમાં પ્રવાસનો દૃષ્ટિકોણ તો જરૂર બદલાશે, પણ જાણે ભૂતકાળની ટ્રિપ્સની યાદગીરી પણ જરા બદલાયેલી લાગવા માંડી છે. જે બ્લેક ફોરેસ્ટની ટ્રિપમાં અત્યંત આરામથી બ્યુહ્લ નજીક હાઇક કરેલું ત્યારે આખા દિવસમાં ભાગ્યે જ લોકો જોવા મળેલાં. આજે સાવ બંધ જેવા માહોલમાં એવી રીત્ો હાઇક કરવા નીકળી પડવાનું તો શક્ય છે જ. કદાચ આવનારા સમયમાં હજી લોકોનો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં કોન્ફિડન્સ પાછો આવે ત્યાં સુધી જર્મનીમાં આવાં જ ખેડાણ કરતાં રહેવું પડશે.

બ્યુહ્લ પાસ્ોની બ્લેક ફોરેસ્ટની ટ્રિપના છેલ્લા દિવસ્ો અમે મુમ્મલ ઝે તળાવ આસપાસ હાઇક માટે નીકળ્યાં હતાં. સવારમાં મુમ્મલ ઝે પાસ્ો એક સ્કિ લિફટ સુધી હાઇક કરીન્ો જવાનો પ્લાન હતો. ત્ો પહેલાં ત્યાંના વુડન રિસોર્ટમાં તળાવ પાસ્ો બ્ોસીન્ો બ્લેક ફોરેસ્ટ કેકનો જલસાવાળો બ્રેકફાસ્ટ કર્યો. સવારે અમે બ્રેકફાસ્ટના ટાઇમે ત્યાં પહોંચ્યાં ત્યાં સુધીમાં પાર્કિંગ ફુલ હતુંં.

જર્મની અન્ો સ્વિત્ઝરલેન્ડની કાર્સ વચ્ચે કેટલીક ટૂર બસ સાથે ત્યાં અમન્ો માંડ માંડ પાર્કિંગ મળ્યુંં. ત્ો દિવસ્ો તો ત્યાં ઘણી બસ ભરીન્ો આવેલાં ચાઇનિઝ ટૂરિસ્ટની જમાવટ હતી. હળવા ઓટમના તડકામાં બોટિંગ ચાલુ હતું. અહીં બ્ો-ત્રણ લેવલ પર હાઇકિંગ શક્ય હતું. સાવ નીચેથી આ રિસોર્ટ સુધી ચાલીન્ો કે સાઇકલ લઈન્ો આવનારાં બહાદુરો પણ હતાં જ. અમે કમસ્ો કમ સ્ોક્ધડ બ્ોઝ પર લેક સુધી તો ડ્રાઇવ જ કરેલું. હવે અહીંથી નજીકના પહાડની ટોચ સુધી પહોંચીન્ો આ જ લેક્ધો ઉપરથી જોવાનો હતો અન્ો ત્ોમાં ફિટન્ોસ ટેસ્ટ થઈ જાય ત્ોવા ઢાળ ચઢવાના હતા.

લાંબા સમય સુધી આ લેક સુધી આવવાનો કોઈ ડાયરેક્ટ રસ્તો પણ ન હતો. અહીં નજીકના ગામ સીબાખમાં રહેતાં લોકો બાકીની દુનિયાથી સાવ કટ-ઓફ હતાં. એવામાં અહીંની પોતાની રૂપ બદલતા વોટર સ્પિરિટ્સની લોકવાયકાઓ છે જ. આ મુમ્મલ ઝેનું નામ જ જર્મનમાં મુમ્મલ નામે ઓળખાતાં વોટર લિલી ફૂલો પરથી પડ્યું છે. અહીં ત્ો ફૂલો તો જોવા મળે જ છે પણ ત્ોની સાથે ઘણી વોટર ફેરીઝની વાર્તાઓ પણ જોડાયેલી છે.

ખ્યાતનામ જર્મન લેખક એડુઆર્ડો મોરિકે ‘સ્પિરિટ ઓફ મુમ્મલ ઝે’માં આ સ્થળ સાથે જોડાયેલી કાલ્પનિક વાર્તાઓન્ો વધુ મજેદાર સ્વરૂપમાં રજૂ કરી છે. ત્યાં સરોવરના એક કિનારે લાકડા પર કોતરેલી વાર્તા મુજબ તો અહીં પાણીના તળિયે જળપરીઓનો ક્રિસ્ટલ પ્ોલેસ પણ છે. અહીં લોકવાયકા સાથે જ મજેદાર બ્લેક ફોરેસ્ટ સુવિનિયર માટેની લાકડાની હાટનો રાઉન્ડ મારીન્ો અમે કેકનો આનંદ ઓસરી જાય ત્ો પહેલાં તડકાની મજા લેવાં પ્ોડલ બોટમાં એક કલાક વિતાવ્યો.

અહીં શિયાળામાં તો આખો લેક એવો થીજી જાય છે કે ત્યાં આઇસ સ્કેટિંગ પણ શક્ય છે. ત્ો સમયે તો તડકામાં જેકેટ્સ પણ હાથમાં લઈ લેવાં પડેલાં. પણ ઓટમનું એવું વેધર હતું કે જેવા તડકાથી દૂર જાઓ ત્ોવું તરત જ થથરી જવાતું હતું. મુમ્મલ ઝે ખુદ ઊંચાઈ પર છે.

લેક્ધો અડીન્ો જે પહાડ છે ત્યાં દેવદારનાં વૃક્ષોની ગોઠવણી બ્લેક ફોરેસ્ટની ક્લાસિક સ્ટાઇટલમાં કુદરત્ો ડિઝાઇન કરી હતી. થોડી જ વારમાં અમે એ જ પહાડ ચઢવાનાં હતાં. હોર્નિસગ્રિન્ડ નામે આ પહાડ નોર્થ બ્લેક ફોરેસ્ટનો સૌથી ઊંચો પહાડ છે. પહાડની ટોચ પરથી લેક એવું ઓવલ શેપમાં દેખાય છે કે જાણે ત્ોન્ો પણ માપી તોલીન્ો બનાવવામાં આવ્યું હોય.

હોર્નિસગ્રિન્ડ પહોંચતાં હાંફી તો જવાયું, પણ એક વાર ત્યાં પહોંચ્યાં તો ધાર્યું ન હતું કે નાનકડા મહેલના સ્વરૂપમાં ટાવર જોવા મળશે. આ ટાવર કોઈ ભવ્ય પ્ોલેસનો હિસ્સો હોય અન્ો ત્ોન્ો કોઈએ કાપીન્ો ત્યાં મૂકી દીધો હોય કે પછી ત્યાં બાકીનો પ્ોલેસ કોઈ બનાવવાનું જ ભૂલી ગયું હોય ત્ોવું લાગતું હતું. નજીકમાં જ પ્રમાણમાં આધુનિક લાગતું સ્ોંટ માઇકલ્સ ચર્ચ પણ હતું. એક વાર ૩૮૦૦ ફૂટ પર પહાડની ટોચ પરથી બ્લેક ફોરેસ્ટના બીજા પહાડોનાં લેયર્સ એવું દૃશ્ય બનાવી રહૃાાં હતાં કે ખરેખર કુદરત જ ડિઝાઇનર્સ માટે નવાં આઇડિયા જનરેટ કરી રહી હોય.

અહીં ટાવર પાસ્ો તડકામાં બિયર અન્ો કરી વુર્સ્ટની મજા લેવામાં હળવું લંચ પણ થઈ ગયું. ત્ો રાત સુધીમાં તો ઘરે પાછું આવી જવાનું હતું. આજે જર્મનીના મોટા ભાગના ખૂણાઓમાં જરા વિચિત્ર

શાંતિ છે.

બધાં કોરોના વાઈરસ સ્પ્રેડનાં કર્વન્ો ફલેટન કરવામાં પડ્યાં છે. બધું એટલાં ઠંડા કલેજે, આયોજનથી થઈ રહૃાું છે કે ફરી જલદી જ મુમ્મલ ઝે જેવાં બ્લેક ફોરેસ્ટનાં દૃશ્યો પાસ્ો દુનિયાભરનાં લોકો મોસમની મજા લેવાં ભેગાં થશે ત્ોવી આશા જરૂર બંધાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

22eu0C86
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com