28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોના પ્યાર હૈ સામે રાકેશ રોશનનો બળાપો

વિશ્ર્વભરમાં જેણે કાળોકેર વર્તાવ્યો છે, તે કોરોના વાઈરસ પર બોલીવૂડ ફિલ્મ ન બનાવે તો જ નવાઈ. ફિલ્મો સમાજનું દર્પણ હોય છે એમ કહેતા બોલીવૂડના સર્જકોમાંથી એકે આ વિષય એટલે કે કોરોના વાઈરસ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી અને તેનું ટાઈટલ પણ નક્કી કરી નાખ્યું, ‘કોરોના પ્યાર દૈ’. જોકે આ ફિલ્મ બનાવવાની જાહેરાત ઈરોઝ ઈન્ટરનેશનલે કરી છે, જેમણે આ ટાઈટલ રજિસ્ટર્ડ પણ કરાવી દીધું છે. ઈરોઝે હાલની પરિસ્થિતિ જોતાં તેના પર સ્ક્રિપ્ટ પણ બનાવવાની શરૂ કરી દીધી છે. તેના સિવાય પણ અન્ય પ્રોડ્કશન કંપનીઓ પણ કોરોના વાઈરસને એનકેશ કરવા ટાઈટલ્સ રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે.

જોકે, ફિલ્મસર્જક રાકેશ રોશન તો તેમના પુત્ર રિતિક રોશનની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના પ્રાસને બેસાડીને નિર્માતાએ ફિલ્મનું નામ ‘કોરોના પ્યાર હૈ’ રાખ્યું છે, એથી રાકેશ રોશન ભડકી ગયા છે. તેમણે તરત જ સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી દીધો અને લખ્યું કે, આ પરિસ્થિતિની મજાક ઉડાવે છે, જેને આખું વિશ્ર્વ સહન કરી રહ્યું છે. આ બાળકબુદ્ધિ જેવું છે અને આવી વસ્તુ અત્યારે કરવી એ અપરિપકવતાની નિશાની છે. આવા માણસોની અવગણના શા માટે ન કરવી જોઈએ, જેઓ સીધું વિચારી શકતા નથી. જોકે હું નિર્માતા સામે કોઈ એક્શન નહીં લઉં. મારી અને તેમની ફિલ્મ વચ્ચે કોઈ સામ્યતા નથી. નામમાં પણ જોઈએ તો ‘કોરોના પ્યાર દૈ’નો અર્થ મારી ફિલ્મ કરતા જુદો થાય છે. આથી મારે તેની સામે કોઈ પગલાં નથી લેવાં.

નિર્માતા આ ફિલ્મ વિશે કહે છે કે ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ થઈ રહ્યું છે, અને તેનો વિષય પ્રેમકથા છે. સ્ક્રિપ્ટનું કામ થઈ જાય પછી પરિસ્થિતિની રાહ જોઈશું. એક વાર બધું સામાન્ય થઈ જાય પછી અમે પ્રોજેક્ટને પૂરઝડપે ચાલુ કરી દઈશું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21M30T2Y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com