25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અંગિરા ધાર આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં

અભિનેત્રી અંગિરા ધારની ગયા વર્ષે ત્રણ ફિલ્મો રિલીઝ થઇ હતી,જેમાં એક યશરાજ ફિલ્મ્સની ‘બૅંગ બાજા બારાત’, એક ડિજિટલ ચેનલની ‘લવ પર સ્કવૅર ફૂટ’ અને પછી એકશન પેક્ડ ‘કમાન્ડો થ્રી’ હતી. હવે ૨૦૨૦ના વર્ષની શરૂઆત તેના માટે બહુસારી થઇ રહી છે. અંગિરાને વર્ષની પહેલી ફિલ્મ મળી ગઇ છે. એ પણ અનુરાગ કશ્યપની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘તલ્ખ’. સિનેમાના બ્રાન્ડ કહેવાતા અનુરાગ હંમેશાં અસામાન્ય, બિનપરંપરાગત અને જુદી ભાતની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેઓ સમૂહ માધ્યમમાં મોટા પ્રમાણમાં ચાહકો ધરાવે છે. હવે તેઓ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ બનાવી રહ્યા છે, જેનું નામ છે ‘તલ્ખ’. તેમાં અંગિરા મુખ્ય રોલ ભજવી રહી છે. અંગિરા તેને આ ફિલ્મ કેવી રીતે મળી તેના વિશે કહે છે, ‘અનુરાગ સર અમૃતસરમાં ‘મનમર્ઝિયાં’નું શૂટિંગ વિકી કૌશલ સાથે કરી રહ્યા હતા, જ્યાં મારી ફિલ્મ ‘લવ પર સ્કવૅરફૂટ’ રિલીઝ થઇ હતી. તેમણે તે ફિલ્મ જોઇ અને વિકી દ્વારા મને સંદેશો મોકલ્યો કે તે મારી સાથે વાત કરવા માગે છે. પછી તેમણે મને ફોન કર્યો અને ફિલ્મ વિશે વાત કરી. અમે મળ્યા અને મીટિંગ દરમિયાન તેમણે મને કહ્યું કે હું કેવી રીતે તેમના મૂળ પાત્ર સાથે સરખી લાગું છું. પછી હું તે ફિલ્મ માટે નક્કી થઇ ગઇ. મારા માટે તો અનુરાગ સાથે કામ કરવાનું સપનું પૂરું થયું. તેઓ ફિલ્મમાં જે વિશ્ર્વ રચશે તેનો હું ભાગ બનીશ.’ અંગિરા જુદા જુદા પ્રકારની ફિલ્મો કરવા માગે છે. હવે તે આ આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે, ‘હું આ ફિલ્મ કરવા બહુ ઉત્સુક છું. તેના માટે હું જર્મન ભાષા પણ શીખી રહી છું. તે બહુ મુશ્કેલ ભાષા છે. એક શિક્ષક મને તેની તાલીમ આપી રહ્યા છે. પછી હું અન્ય બે ભાષા પણ શીખવાની છું, જેની શરૂઆત ટુંક સમયમાં જ કરીશ.’ ‘તલ્ખ’ ફિલ્મ સિવાય અંગિરા અન્ય એક વૅબસિરિઝમાં કામ કરવાની છે. જેની શરૂઆત ટુંક સમયમાં જ કરીશ.’ ‘તલ્ખ’ ફિલ્મ સિવાય અંગિરા અન્ય એક વૅબસિરિઝમાં કામ કરવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k8d7I87q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com