25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિલ્મો નહીં તો વૅબ સિરીઝ હી સહી

‘મિર્ઝિયાં’ ફિલ્મ પછી અભિનેત્રી સૈયામી ખેર એક વૅબ સિરિઝમાં આવી રહી છે, જેનું નામ છે ‘સ્પેશિયલ ઑપ્સ’. આ તેની પહેલી વૅબ સિરિઝ છે. તેમાં તે રૉ એજન્ટનો રોલ ભજવી રહી છે. સૈયામીને જોકે, ડેબ્યુ ફિલ્મ પછી બીજી ફિલ્મ કરવા નથી મળી. આથી તેના બેડ લક તો કહેવાય જ. તેના માટે તે કહે છે, ‘બૉલીવૂડમાં મને રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા દિગ્ગજ સર્જક સાથે લૉન્ચિંગ ફિલ્મ કરવા મળી, પણબદનસીબે તેને સફળતા ન મળી. તેમાં મારી સાથે હર્ષ કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે સારો વકરો ના કર્યો એટલે મારી કેટલાક નિર્માતાઓ સાથે બીજી ફિલ્મોની વાટાઘાટો ચાલી રહી હતી તે પણ અટકી ગઇ. એવા કેટલાય મોટા નિર્માતાઓ હતા, જેમણે મને તેમની સ્ટોરી નેરેટ કરી હતી. પણ અહીં ઇન્ડસ્ટ્રીમાં નિયમ છે કે તમારી પ્રથમ ફિલ્મ હિટ જાય પછી જ તમને ફિલ્મ ઓફર થાય છે નહીં તો તમને બધા પડતા મૂકી દે છે. આથી ફ્લ્મિને સારો પ્રતિસાદ ન મળતા તે બધા નિર્માતાઓએ મારી સામેથી મોં ફેરવી લીધું. જોકે, હું નસીબદાર છું કે મને ડિજિટલ ફિલ્મો મળી રહી છે. તેમાં ‘બે્રધ ટુ’ અને ‘સ્પેશિયલ ઓપ્સ’ છે. તેમાં હું મારું નસીબ અજમાવીશ.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15I57107
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com