25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ગજિની’ની સિક્વલ બનશે?

આમિર ખાનની ફિલ્મ ‘ગજિની’ની સીક્વલ બનવાની ચર્ચા બહુ જોરમાં છે. આમિર ખાનની ફિલ્મ ‘ગજિની’ આજે પણ લોકોના દિલમાં વસેલી છે. બહુ યાદગાર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મમાં આમિરે એક એવી વ્યક્તિનું કેરેક્ટર નિભાવ્યું હતું, જે શોર્ટ ટર્મ મેમરી લૉસ બીમારીથી પીડિત હતો. આમિરે આ કેરેક્ટરને એવું સશક્ત રીતે ભજવ્યું હતું કે દર્શકો તેના પર વારી ગયા હતા. આ ફિલ્મ તમિલ ફિલ્મની હિન્દી રીમેક હતી અને તેને એ. આર. મુરુગદોસે ડિરેક્ટ કરી હતી. હવે આ ફિલ્મની સીક્વલ ‘ગજની ટુ’ને લઇને ચર્ચા ચાલી રહી છે. ‘ગજિની’ની સીક્વલ એટલે કે ‘ગજિની ટુ’ બનવાની હોવાની ચર્ચા છે. એક જાણીતી ફિલ્મ કંપનીએ ગજિનીનો આમિર ખાનનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂકીને ટેગ કર્યો હતો અને લખ્યું હતું કે ‘ગજિની’ ફિલ્મ અમારે બનાવવી જોઇતી હતી, પણ અમે તેમાં થાપ ખાઇ ગયા. જોકે, તેમણે કંઇ સ્પષ્ટ નહોતું કહ્યું, પણ તે પછી સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઇ ગઇ અને કહેવાવા લાગ્યું કે ગજિની ટુ બનશે. તેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હશે એવું પણ કહેવાઇ રહ્યું છે. જોકે, આપણે તો તેની રાહ જોવી રહી કે ‘ગજિની ટુ’ બને છે કે નહીં. આમિર ખાનની આગલી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’નો તેના ચાહકોને બહુ ઇંતેજાર છે. તેમાં અભિનેત્રી કરીના કપૂર પણ છે. આ ફિલ્મ ક્રિસમસ પર સોલો રિલીઝ થઇ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

36724y6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com