28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હોમોસેક્સ્યુુઆલિટી પછી વર્જિનિટી પર ફિલ્મ

ઉર્વશી રાઉતેલા ‘વર્જિન ભાનુપ્રિયા’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે, જેનું દિગ્દર્શન અજય લોહણ કરી રહ્યા છે. રાઉતેલા તેમાં લીડ કેરેક્ટર ભજવી રહી છે. શ્રેયાંશ મહેન્દ્ર ધારીવાલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રાઉતેલા ભાનુપ્રિયાનો રોલ કરી રહી છે. ભાનુપ્રિયા ભારતીય ક્ધઝર્વેટિવ યુવતી છે, જે કોલેજમાં ભણતી હોય છે અને પોતાનું કૌમાર્ય ગુમાવી દેવા માગે છે. તે વિચારે છે, આજના વિશ્ર્વમાં આ બાબત કરવી સૌથી સરળ વસ્તુ છે. જોકે તેનો પ્રયાસ કરવા જતા તેને નિષ્ફળતા મળે છે અને એક સંત તેનું ભવિષ્ય ભાખે છે કે આ તેના માટે બહુ અશક્ય કામ છે અને તેના જીવનમાં તે ક્યારેય બનશે નહીં. તે પછી શું થાય છે? તે તેના મિશનમાં સફળ થાય છે? તે બધું ફિલ્મ જોઈને ખબર પડશે.

નામ કરતાં વિરોધાભાસ ધરાવતી આ ફિલ્મ એકદમ કૌટુંબિક કોમેડી છે, જેમાં યુવાવર્ગ અને તેમના કુટુંબીજનો વચ્ચેના સંબંધોની વાત છે. ‘વર્જિન ભાનુપ્રિયા’માં ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણસિંહ, ડેલનાઝ ઈરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાળે છે.

ઉર્વશી કહે છે, ફિલ્મ બહુ કોમેડી છે. ફિલ્મની વાર્તા બહુ મહત્ત્વની છે અને આવા વિષયને મનોરંજનની રીતે પ્રસ્તુત કર્યો છે તેથી મને બહુ ગમ્યું છે. મારું કેરેક્ટર તેમાં એવી છોકરીનું છે, જે પોતાનો પાર્ટનર શોધવામાં દરેક વખતે નિષ્ફળ જાય છે, જેની સાથે તે સંબંધો બાંધવા માગે છે.

ફિલ્મ આ વર્ષે ૧૨મી જૂને રિલીઝ થશે. અત્યારે બોલીવૂડમાં નવા નવા વિષયો પર ફિલ્મો બનાવવાના બહુ પ્રયોગ થાય છે, તેમાં આ ફિલ્મનો વધારો થયો છે. બહુ ગંભીર એવા વિષયને કોમેડીમાં ઢાળેલ છે એટલે ફિલ્મ જોવાની દર્શકોને મજા આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J4d165
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com