25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રેમો ડિસોઝા: કારકિર્દીમાં કાળો રંગ નડ્યો

ઈશાની રાઠોડકોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા રેમો ડિસોઝાનો ફિલ્મોમાં આવવા સુધીનો પ્રવાસ બહુ મહેનતભર્યો છે. ઘણી વાર તેમણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે કેમ? એ વાત બહુ જાણવા જેવી છે, જે અહીં મુલાકાતમાં તે વર્ણવે છે. તાજેતરમાં તેમની ‘સ્ટ્રીટ ડાન્સર થ્રીડી’ રિલીઝ થઈ હતી, જે ‘એબીસીડી’ની ફ્રેન્ચાઈઝી છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર આ ફિલ્મને બહુ સારો પ્રતિસાદ નથી મળ્યો, પણ બૉક્સ ઑફિસની દૃષ્ટિએ તે હિટ કહેવાઈ છે. રેમો અહીં તેના ડાન્સ અને ફિલ્મી પ્રવાસ વિશે બહુ રસપ્રદ વાતચીત કરે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરણ

ડાન્સ પ્રત્યેનો પ્રેમ મને અહીં બોલીવૂડમાં ખેંચી લાવ્યો. મારા જીવનમાં બધી વસ્તુઓ એક પછી એક બનતી ગઈ. મેં ૧૯૯૬માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂઆત કરી હતી. અંતે તેનાથી હું કોરિયોગ્રાફર અને પછી દિગ્દર્શક બની ગયો. જોકે મારો આ પ્રવાસ કંઈ સરળ નથી રહ્યો. દર બીજા દિવસે મારા દેખાવને કારણે મારે રિજેક્શનનો સામનો કરવો પડતો હતો. હું બહુ કાળો છું અને મારો દેખાવ પણ બહુ સારો નથી. આથી મારા માટે મોટા ભેદભાવ રખાતા. મારા કાળા રંગને કારણે મને ક્યારેય મારી ડાન્સિંગ સ્કિલ્સ બતાવવાની પરવાનગી નહોતી. એક દિવસ મેં અહેમદ ખાન (કોરિયોગ્રાફર, ડિરેક્ટર)ની બહેન સુનિતા સાથે વાત કરી. મેં તેને મારા દેખાવ પ્રત્યે અવગણના કરીને એક વખત ફકત મારો ડાન્સ હોવાનું કહ્યું. તે પછી તમે રિજેક્ટ કરી દેશો તો ચાલશે. તે પછી તેણે મારો ડાન્સ જોયો તો તે મારા ડાન્સથી બહુ પ્રભાવિત થઈ અને મને અહેમદ ખાનના ગ્રુપમાં મૂક્યો. તે પછી મને ‘રંગીલા’માં (૧૯૯૫) બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરવાની તક આપી.

આગળની જર્ની વિશે

રામ ગોપાલ વર્માને હું બહુ ગમી ગયો, કારણ કે તેમને અતરંગી પ્રકારના ચહેરા બહુ ગમે છે. તે સમયે હું બહુ પાતળો હતો. મેં સૂરજના તાપમાં બહુ કામ કર્યું હતું, આથી હું ગાઢ રંગનો બની ગયો હતો, પણ મારો ડાન્સ જોયા પછી તેમણે છેલ્લી હરોળમાંથી ખેંચીને આગળ રાખી દીધો. પછીથી હું અહેમદ ખાનના ગ્રુપનો કાયમી સભ્ય બની ગયો. ‘હિમાલય પુત્ર’માં તો હું અહેમદ ખાનનો સહાયક બની ગયો.

આલબમમાં કોરિયાગ્રાફીની તક મળી. અનુભવ સિંહાએ મને તેમના મ્યુઝિક આલબમમાં કોરિયાગ્રાફી કરવાનું કહ્યું. તે સમયે તે બહુ જોખમી હતું. જો આલબમ નિષ્ફળ જાય તો? પણ મેં તે જોખમ ઉઠાવ્યું. અમે સોનુ નિગમ સાથે ‘દીવાના’ (૧૯૯૯)નો વિડિયો બનાવ્યો. તે બહુ સુપરહિટ ગયું. તે પછી મારે ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરવી હતી. મેં હંસલ મહેતાની ‘દિલ પે મત લે યાર’ (૨૦૦૦) ફિલ્મ કરી. ‘કાંટે’નું ‘ઈશ્ક સમંદર’ બહુ હિટ ગયું. તે પછી અનુભવ સિંહાની ‘તુમ બિન’ (૨૦૦૧) માટે કોરિયોગ્રાફી કરી, પછી તો ધીરે ધીરે મને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળવા લાગી.

ડિરેક્શન તરફની દિશા

મેં મિથુન ચક્રવર્તી સ્ટારર લાલ પહારેની બંગાળી ફિલ્મ ‘કથા’ (૨૦૦૭) સાથે દિગ્દર્શક તરીકે પગરણ માંડ્યાં. મેં ‘છાઉ’ નામનો બંગાળી ડાન્સ કોરિયોગ્રાફ કર્યો અને પછી તરત જ એક બંગાળી ફિલ્મ બનાવી. તે ફિલ્મે ફિલ્મ ફેસ્ટિવલોમાં ઘણા એવૉર્ડ જીત્યા, પણ તે ભારતમાં રિલીઝ ના થઈ. પછી મેં દોઢ વર્ષ બ્રેક લીધો. અહીં ઈન્ડસ્ટ્રીમાં તો એવું છે કે તમે અદૃશ્ય થઈ જાવ તો દરેકના મગજમાંથી પણ નીકળી જાવ, પણ ફરીથી કોરિયોગ્રાફર તરીકે કામ શરૂ કરતા મને થોડો સમય લાગ્યો.

ફરી તક મળી

વાસુ ભગનાની દ્વારા નિર્માણ પામનાર ફિલ્મ ‘ફાલતુ’ (૨૦૧૧) કરવાની મને જેકી ભગનાનીએ ઓફર કરી. લોકોએ મને સલાહ આપી કે જેકી સાથે કામ કરીશ તો કારકિર્દી પૂરી થઈ જશે. વળી, ફિલ્મનું નામ પણ ‘ફાલતુ’ છે. ફિલ્મની રિલીઝના દિવસે જ વર્લ્ડ કપ શરૂ થવાનો હતો. મેં બધી આશા છોડી દીધી, પણ નસીબ મારી સાથે હતું. ફિલ્મને સારું ઓપનિંગ મળ્યું. ‘ફાલતુ’ ફિલ્મ વખતે જ મને એક ડાન્સ શોમાં જજ તરીકે આમંત્રણ મળ્યું. તે શોએ તો પછી મારો ચહેરો જાણીતો કરી દીધો. લોકો મારો ઓટોગ્રાફ લેવા લાગ્યા.

સપનું પૂરું થયું

ડાન્સ પર એક ફિલ્મ બનાવવાનું મારું સપનું હતું. મારા તે આઈડિયાનો બધા વિરોધ કરતા હતા અને કહેતા કે એવી ફિલ્મ ફલોપ જશે, પણ રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂરને ‘એબીસીડી’ (એની બડી કેન ડાન્સ, ૨૦૧૩)નો વિષય ગમી ગયો અને તેમણે તે ફિલ્મનું નિર્માણ કર્યું. તે હિટ ગઈ અને ૨૦૧૫માં ‘એબીસીડી ટૂ’ આવી. પછી તો ‘અ ફલાઈંગ જાટ’ અને ‘રેસ થ્રી’ આવી. ‘અ ફલાઈંગ જાટ’ ફિલ્મ ફલોપ ગઈ અને ‘રેસ થ્રી’ ને ઓછો પ્રતિસાદ મળ્યો, પણ મને ‘રેસ થ્રી’ પ્રત્યે બહુ લગાવ છે.

સમય બદલાયો છે

એક દાયકા પહેલા કોઈ સર્જક ડાન્સ ફિલ્મ બનાવવાનું વિચારતું નહોતું. આજે આવી ફિલ્મો દર્શકો એન્જોય કરે છે. તેમના રસ બદલાયા છે. ‘બાલા’, ‘સ્ત્રી’, ‘બધાઈ હો’ અને ‘ગૂડ ન્યૂઝ’ જેવી ઑફબીટ ફિલમે સારો વ્યવસાય કરે છે. શાહિદ કપૂર, રિતિક રોશન, વરુણ ધવન, રણબીર કપૂર અને ટાઈગર શ્રોફ જેવા હીરો બહુ સારા ડાન્સર છે. આયુષ્માન ખુરાના, વિકી કૌશલ અને રાજકુમાર રાવ જેવા કલાકારો પણ ડાન્સ કરી શકે છે. અત્યારે ફિલ્મો માટે બહુ સારો સમય છે. કલાકારો માટે સપનું પૂરું થવા સાથે ફકત આસમાન જ મર્યાદા છે. તેમને ઉડવું હોય તેટલું ઉડવા મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

633j5K
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com