25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘મેડ ઈન હેવન ટૂ’ હવે ૨૦૨૧માં જોવા મળશે

કોરોના વાઈરસની અસર શોબિઝ પર પણ પડી છે ‘સૂર્યવંશી’ના સર્જકોએ પણ તેમની ફિલ્મની રિલીઝ પાછળ ઠેલી હોવાની જાહેરાત કરી દીધી. ઘણી હોલીવૂડ ફિલ્મો પણ પાછળ ઠેલાઈ છે. હવે ઝોયા અખ્તર અને રીમા કાગતીની વૅબ સિરીઝ ‘મેડ ઈન હેવન’ પણ આ જ સમસ્યાનો સામનો કરી રહી છે. ‘મેડ ઈન હેવન’ની સિઝન ટુ આગામી મહિને યુરોપમાં શરૂ થવાની હતી, તે હવે એપ્રિલના મધ્ય ભાગ સુધી શૂટિંગ રદ કરાયું છે. અર્જુન માથુર-શોભિતા ધુલીપલાના આ શોના બીજા ભાગમાં વધુ ડેસ્ટિનેશન વેડિંગ બતાવવાના છે. આથી ઝોયા, રીમા અને નિત્યા મેહરાએ સ્પેન અને ઈટલી જેવા દેશોમાં શૂટિંગ કરવાની યોજના બનાવી હતી. હવે યુરોપમાં પ્રવાસ પર પ્રતિબંધ મુકાતા તથા ભારતમાં વિઝા આપવા પર પ્રતિબંધ મુકાતા શોનું શિડ્યુલ રદ કરવું પડ્યું છે. ટીમ મે મહિનામાં કે પછી સ્થિતિ બરાબર થાય પછી શૂટિંગ કરશે. આથી હવે શોનું પ્રસારણ પણ વિલંબમાં પડશે. સર્જકો જાન્યુઆરી, ૨૦૨૧માં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે, કદાચ ૨૦૨૧ના મધ્યમાં શો રજૂ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

112o66
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com