25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ના ના કરતે પ્યાર તુમ્હી સે કરતે હૈં ડેનિયલ ક્રેગ ના ના કરતાં જૅમ્સ બૉન્ડની ફિલ્મો કરતા રહે છે, બૉન્ડનું પાત્ર તેમને છોડવું નથી ગમતું

હૉલીવૂડ સ્ટાર ડેનિયલ ક્રેગ ફરી જૅમ્સ બૉન્ડની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. અત્યાર સુધી કહેવાતું હતું કે તે હવે વધુ જૅમ્સ બૉન્ડની ફિલ્મો નહીં કરે. તેની આગામી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાય’નું પ્રમોશન એવી રીતે જ કરાતું હતું કે બાવન વર્ષના આ કલાકારની સીક્રેટ એજન્ટ ૦૦૭ તરીકેની આ છેલ્લી ફિલ્મ હશે. પણ હવે એવો દાવો કરાય છે કે અભિનેતા ફરી આ ભૂમિકા ભજવશે અને છઠ્ઠી બૉન્ડ ફિલ્મ કરશે. હવે તેનું મન બદલાઇ ગયું છે અને તેણે નવી બૉન્ડ ફિલ્મ કરવાની હા પાડી દીધી છે, એવા અહેવાલો છે. ફિલ્મી સૂત્રો જણાવે છે કે ડેનિયલ તેણે અગાઉ કરેલા દાવા પ્રમાણે કંઇ જૅમ્સ બૉન્ડની ફિલ્મ સાથે જ નિવૃત્ત નહીં થઇ જાય. ચાર વર્ષ પહેલાં જ્યારે તેની ‘સ્પેક્ટ્રે’ ફિલ્મ આવી હતી અને તેની જે સ્થિતિ હતી તે જ સ્થિતિ અત્યારે છે. તે સમયે તેણે જાહેરમાં અને ગાઇ-વગાડીને કહ્યું હતું કે તે હવેનવી જૅમ્સ બૉન્ડ ફિલ્મ નહીં કરે, પણ સમય જતાં તેણે તેનો વિચાર બદલી નાખ્યો અને હવે તેની ફિલ્મ આવી પણ ગઇ. બૉન્ડની ફિલ્મો છોડવા હજુ તે તૈયાર નથી અને તે હજુ નથી ઇચ્છતો કે કોઇ અન્ય અભિનેતા આ ભૂમિકા ભજવે. હવે ‘નો ટાઇમ ટુ ડાય’ ફિલ્મને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે અને તે આ સિરિઝની ફિલ્મોમાં સૌથી વધારે વકરો કરનારી ફિલ્મ બને છે કે નહીં તે જોવામાં બધાને રસ છે. ૨૦૦૬માં ‘કસિનો રૉયલ’થી આ રોલમાં ડેબ્યુ કરનાર ક્રેગે એક વખત કહ્યું હતું કે કાંડાની નસ કાપી નાખીશ, પણ બૉન્ડની ભૂમિકા ફરી નહીં ભજવું. તે સમયે ૨૦૧૫માં તેને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે તેના પછી બૉન્ડની ભૂમિકા કોણે ભજવવી જોઇએ?

ત્યારે તેણે કહ્યું હતું કે કોણ કરી શકે તે કહેવાનું મારું કામ નથી, પણ મારી તેને શુભેચ્છા છે. હું ફક્ત એટલું જ ધ્યાન

રાખું છું કે હું જો તે ભૂમિકા કરવાનું બંધ કરું ત્યારે એવી સ્થિતિ છોડવી જોઇએ કે બીજા કલાકારો તેને ઝડપથી સ્વીકારીને તેને વધુ સારી બનાવે.

પણ નાના કરતા ક્રેગની નવી બૉન્ડ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે અને અંદરનાં સૂત્રો જણાવે છે કે ક્રેગ આ ફિલ્મ પછી વધુ એક વખત બૉન્ડનું પાત્ર ભજવશે. ‘નો ટાઇમ ટુ ડાય’ ફિલ્મ અગાઉ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી, પણ કોરોના વાઇરસને કારણે નવેમ્બર સુધી પાછળ ઠેલાઇ છે

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4G76I38
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com