25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લાગે છે આ ઇદ પર ભાઈજાન અને અક્કીની ટક્કર થઇને જ રહેશે

દર્શન ઠક્કર



અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ તારીખ કેટલીયે વાર બદલવી પડી છે અને અત્યારે પણ તે રિલીઝના આરે હતી ને ફરી તેની રિલીઝ કોરોના વાઇરસને કારણે અટકી પડી છે તે હવે ક્યારે રિલીઝ થશે તે નક્કી નથી. પહેલા તેને ઇદ પર સલમાનની ફિલ્મ ‘રાધે’ની સામે રિલીઝ કરવાની યોજના હતી, પણ પાછળથી તેની તારીખમાં ફેરફાર કરીને ૨૭ માર્ચ રાખવામાં આવી હતી. પછી તે બદલીને ૨૪મી માર્ચની સાંજે છ વાગે ફિલ્મને પ્રદર્શિત કરવાની યોજના હતી.

આ દરમિયાન કોરોના વાઇરસે તેનો કાળો કેર વર્તાવવાનો શરૂ કર્યો ને હવે ફક્ત ‘સૂર્યવંશી’ જ નહીં, પણ કેટલીયે ફિલ્મોની રિલીઝ પાછળ ઠેલાઇ રહી છે. હવે નવેસરથી તે

ફિલ્મોની રિલીઝ તારીખ નક્કી થઇ રહી છે. સમય બહુ મુશ્કેલ બની રહ્યો છે.

કોરોનાનો કેર દરેક વસ્તુનું શટડાઉન કરાવી રહ્યો છે. આથી બૉલીવૂડ પણ બહુ

મુશ્કેલીમાં છે.

‘સૂર્યવંશી’ ફિલ્મ મોટી છે અને તેને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે. અક્ષય કુમાર અને કેટરિના કૈફ જેવા સુપરસ્ટારની આ ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ વિશેષ ભૂમિકામાં છે. આથી ફિલ્મ માટે એવી તારીખની પસંદગી કરવામાં આવી રહી છે કે ફિલ્મને સારી કમાણીનો લાભ મળે.

ભારતમાં અત્યારે કોરોના વાઇરસની અસર એટલી વધી રહી છે કે તેને જોઇને લાગે છે કે એપ્રિલ મહિના સુધી તો ફિલ્મોની રિલીઝ નહીં થઇ શકે. આથી ફિલ્મની રિલીઝ તારીખ પહેલા એક મહિનો તો તેનો પ્રચાર કરવા માટે જોઇએ. એવામાં ‘સૂર્યવંશી’ની રિલીઝ તારીખ ફરી ઇદ પર નક્કી થાય તો નવાઇ નહીં. એક પ્રશ્ર્ન તો એ પણ છે કે અક્ષયની એક બીજી ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ પણ રિલીઝ થવાની છે. પણ સૂર્યવંશીની સરખામણીએ તે નાની ફિલ્મ છે. આથી અક્ષય જો દખલગિરી કરે તો ‘લક્ષ્મી બૉમ્બ’ ફિલ્મની રિલીઝ આગળ પાછળ કરી શકાય તેમ છે, પણ ‘સૂર્યવંશી’ માટે સમસ્યા છે. બહુ મોડી રિલીઝ પણ ન કરાય.

ઇદ પર સલમાન ખાનની ‘રાધે’ ફિલ્મ રિલીઝ થવાની છે. તેની સાથે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ નાઇન’ પણ રિલીઝ થવાની હતી તે પણ પાછળ ઠેલાઇ છે. એવામાં ઇદ પર ફરી સૂર્યવંશીને રિલીઝ કરવાની જાહેરાત થઇ શકે તેમ છે, જેથી બીજો કોઇ નિર્માતા આ દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત ન કરી દે. જોઇએ હવે આગળ શું થાય છે. સૂર્યવંશી રિલીઝ થાય તો પણ સલમાન ને અક્ષય બંનેની ફ્લ્મિને દર્શકો તો સારા મળી જ રહે, પણ છતાંય ટક્કર તો થાય જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M7445172
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com