25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેમ એટલે લાગણી અને સંબંધોેનો સરવાળો

ચિરાગ પંડિતબૉલીવૂડની અભિનેત્રી દીપિકા પદુકોણ ફિલ્મો સાથે સોશ્યલ મીડિયા પર બહુ સક્રિય રહે છે. તેની તસવીરો અને વિડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવે છે. તેના વિશે જાણવા તેના ચાહકો બહુ ઉત્સુક રહે છે. હવે તો તે ફરી ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. ‘છપાક’ ફિલ્મ પછી તે હવે રણવીર સિંહ સાથે જ ‘૮૩’ ફિલ્મમાં જોવા મળશે. પણ તેને જોવા માટે હજુ રાહ જોવી પડશે, કારણ કે કોરોના વાઇરસને કારણે હાલમાં થિયેટરો બંધ છે અને તે એપ્રિલમાં ૧૦ તારીખે રિલીઝ થવાની હતી તે પાછળ ઠેલાઇ છે. તેણે હાલમાં આપેલી એક મુલાકાતમાં રોમેન્સ વિશે વાતચીત કરતા કહ્યું હતું કે ‘મારા માટે સેક્સનો અર્થ માત્રફિઝિકલ એટેચમેન્ટ નથી, પણ તેમાં લાગણીઓ જોડાયેલી હોય છે. મેં ક્યારેય કોઇને દગો નથી આપ્યો કે ના તો કોઇ વસ્તુ છુપાવી. કોઇ મને દગો દે તો તેની સાથે હું સંબંધો શા માટે રાખું? તેના કરતા તો હું સિંગલ રહેવાનું પસંદ કરું.’ કોઇનું નામ લીધા વગર તે કહે છે કે ‘હું એટલી બેવકૂફ હતી કે મેં તેને બીજી તક પણ આપી, જ્યારે મેં તેને રંગે હાથ પકડ્યો હતો. તેણે મારી પાસે માફી માગી હતી અને મને વિનંતી કરી હતી. હું એટલી પાગલ હતી કે તેને માફ કરી દીધો. મને તે ઘટનામાંથી બહાર આવતા બહુ સમય લાગ્યો. મારી નૈયા પૂરી ડૂબી ગઇ હતી.’ આમ, તેણે પોતાના સંબંધો વિશે કેટલીક વાતો સ્પષ્ટતાથી કરી હતી. રણબીર સાથેના સંબંધોમાં બ્રેક-અપ આવી ગયું પછી તો તે થોડી ડિપ્રેશનમાં પણ આવી ગઇ હતી, પણ પછી રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી તેના અંગત જીવનનો આ સ્ટ્રેસ દૂર થઇ ગયો. હવે તો તે ફરી ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગઇ છે. જોકે, રણબીર સાથે સંબંધોનો છેદ ૨૦૦૯માં થયો હતો અને રણવીર સાથે તેના લગ્ન ૨૦૧૮માં નવેમ્બર મહિનામાં થયા. આમ, બંને ઘટના વચ્ચે ખાસ્સો સમય વહી ગયો હતો. હવે તો રણબીર પણ આલિયા ભટ્ટ સાથે સેટલ થવાની તૈયારીમાં છે. આથી રણબીર અને રણવીર બંનેના જીવન થાળે પડી ગયા એમ કહેવાશે. ખેર, દીપિકાની છેલ્લી ફિલ્મ ‘છપાક’ નિષ્ફળ ગઇ હતી. બૉક્સ ઓફિસ પર તેણે કંઇ ઉકાળ્યું નહોતું, પણ તેની રણવીર સાથેની ‘૮૩’ ફરી તેને સક્રિય કરી દેશે. ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો તેમાં ભારતની જીત થઇ હતી અને તે જીતને આ ફ્લ્મિમાં કંડારાઇ છે. હવે તો કોરોના વાઇરસનો અંત આવે ને થિયેટરો ખૂલે પછી આ ફિલ્મ જોવા મળશે. આ ઉપરાંત તે શકુન બત્રાની અનટાઇટલ્ડ ફિલ્મ પણ સિદ્ધાંત ચુતર્વેદી અને અનન્યા પાંડે સાથે કરી રહી છે તથા આગામી વર્ષે ફ્લોર પર જનારી ‘ધ ઇન્ટર્ન’ની સત્તાવાર રીમેકમાં પણ કામ કરવાની છે. જોકે, દીપિકાની લોકપ્રિયતા તો અકબંધ છે. ‘યે જવાની હૈ દીવાની’, ‘પિકુ’, ‘ચેન્નઇ એક્સપ્રેસ’ જેવી ફિલ્મો કર્યા પછી તો દર્શકો તેની પાછળ પાગલ છે. આથી તાજેતરમાં જ ફેબ્રુઆરી ૨૦૨૦માં એક કંપનીએ બૉલીવૂડની અભિનેત્રીઓની લોકપ્રિયતા વિશે સર્વે કર્યો તેમાં દીપિકા પદુકોણને સૌથી વધારે મત મળ્યા હતા. આમ, તે અન્ય અભિનેત્રીઓની સામે નંબર વન બની ગઇ હતી. તેને સૌથી વધારે ૩૩ ટકા મત મળ્યા. આમ, સોશ્યલ મીડિયા પર પણ તે નંબર વન છે. અગાઉ તેણે વર્લ્ડઝ મોસ્ટ એડમાયર્ડ વુમનઅને મોસ્ટ ગોર્જિયસ વુમનનો ખિતાબ પણ જીત્યો હતો.

હવે તો તે ફક્ત અભિનેત્રી નથી રહી, નિર્માત્રી પણ બની ગઇ છે. આ સાથે સમાજમાં ડિપ્રેશનમાંઆવેલા લોકો માટે જાગરૂક્તા લાવવાનું કામ પણ કરી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p7337a6m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com