25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉલીવૂડના બે મહિના: રૂ. ૫૦૦ કરોડનું નુકસાન

અગસ્ત્ય પુજારાબૉલીવૂડને હંમેશાં આઇપીએલની સિઝન, પરીક્ષાઓના સમયે અને તહેવારોની પહેલાના સમય દરમિયાન સહન કરવું પડે છે. હિન્દી ફિલ્મો પર તેની બહુ અસર થાય છે અને બૉક્સઓફિસ પર તેનું પરિણામ દેખાય છે. આથી જ હવે સર્જકો તેમની મોટી ફિલ્મોની રિલીઝ તારીખ એ જ પ્રમાણે નક્કી કરે છે જ્યારે કોઇ સમસ્યા ન સર્જાય. અન્ય ફિલ્મો સાથે તેની ટક્કર થાય કે બીજી ઘણી સમસ્યા વચ્ચે પણ મોટી ફિલ્મોને બહુ વાંધો નથી આવતો. તેને દર્શકો મળી રહે છે અને દર્શકોને પણ તેનાથી ફાયદો થાય છે. પણ કોરોનાવાઇરસ જેવા દેશવ્યાપીરોગ સામે કોઇ કેવી રીતે યોજના બનાવી શકાય? જેને પરિણામે વ્યવહારિક રીતે વૈશ્ર્વિક સ્તરે બધું બંધ થઇ જાય છે.

અત્યારે સૌથી મોટું નુકસાન અક્ષય કુમાર-કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ માટે છે, જે ૨૪મી માર્ચે રિલીઝ થવાની હતી. પણ કોરોના વાયરસને કારણે અને મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ અને જમ્મુ સહિત અનેક રાજ્યોમાં થિયેટરો ૩૧મી માર્ચ સુધી બંધ હોવાથી ફિલ્મની રિલીઝ હવે રોહિત શેટ્ટીએ પાછળ ઠેલી છે. લોકોની સલામતી માટે અત્યારે ઘણા બધા પગલાં લેવાઇ રહ્યા છે. આથી બૉલીવૂડ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ કે ટીવી ચેનલો કે ફિલ્મો કે મોલ દરેક જગ્યાએ શટડાઉન થઇ ગયું છે. ‘સૂર્યવંશી’ ફિલ્મ સશક્ત ફિલ્મ છે અને તે રિલીઝ થાત તો ૩૧મી માર્ચ સુધી લગભગ રૂ. ૧૫૦ કરોડનો વ્યવસાય કરત. પણ હવે સર્જકોએ તેને સ્ક્રીન પર લાવવા રાહ જોવી પડશે. આ દરમિયાન, રિલીઝ થઇ ગયેલી ટાઇગર શ્રોફની ‘બાગી થ્રી’ ફિલ્મના વ્યવસાય પર પણ અસર થઇ છે. જો કોરોના વાઇરસની સમસ્યા ન સર્જાઇ હોત તો ફિલ્મનો વકરો રૂ. ૧૫૦ને પાર કરી ગયો હોત. ઓપનિંગ વીકેન્ડમાં ફિલ્મ મોટા પાયે ઉપડી હતી અને તે પછી ચાલુ દિવસોમાં તેનું કલેકશન એકદમ નીચું થવા લાગ્યું. આમ છતાં પણ ફિલ્મ હિટ નીવડી છે. પણ એક વાત કહેવી પડે કે ફિલ્મ કેટલું નુકસાન સહન કરી શકે? અત્યારે તે રૂ. ૪૦થી ૫૦ કરોડની નુકસાનીમાં છે. તે પછી ૧૩મી તારીખે ‘અંગ્રેઝી મીડિયમ’ રજૂ થઇ, પણ તેની રિલીઝ કોરોના વાઇરસની ખતરનાક પરિસ્થિતિ વચ્ચે થઇ. ઇરફાન ખાન અને રાધિકા મદન સ્ટારર આ ફિલ્મ હવે થિયેટરોમાં અટકી ગઇ છે, કેમ કે અત્યારે ૩૧ માર્ચ સુધી થિયેટરો બંધ છે. આથી દર્શકો માટે ફિલ્મ જોવાનો સ્કોપ નથી. આથી તેના વ્યવસાય પર પણ અસર પડી છે. આથી તેની પાછળ પણ ઓછામાં ઓછો રૂ. ૨૫ કરોડનો વ્યવસાય ઓછો થઇ જશે. આ જ અસર એપ્રિલ મહિનામાં પણ ચાલુ રહેશે. આથી રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ પણ હવે ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી તે પાછળ ઠેલાશે. આથી તેની રિલીઝ નહીં થાય તેથી રૂ. ૧૫૦ કરોડની આવકનો ફટકો પડશે. એવી જ રીતે ‘સૂર્યવંશી’ ફિલ્મ પણ રિલીઝ થાત તો એપ્રિલ મહિનામાં તેનો રૂ. ૧૦૦ કરોડનો વ્યવસાય થઇ જ જાત. આમ, આ બે મહિનાનો બૉક્સ ઓફિસનો વ્યવસાય જોઇએ તો બહુ નુકસાનકારક છે. એમ કહી શકાય કે બૉલીવૂડને લગભગ રૂ. ૫૦૦ કરોડનું નુકસાન તો થશે જ. આમ, માર્ચ-એપ્રિલમાં થિયેટરોમાં ‘નો શો’ને કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7570f6u4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com