25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્કિન કેવી છે તે કેવી રીતે જાણવું? કયો સાબુ વાપરવો?

કેતકી જાનીસ્કિન કેવી છે તે કેવી રીતે જાણવું? કયો સાબુ વાપરવો?

સવાલ: મારી સ્કિન કેવા પ્રકારની છે તે કેવી રીતે જાણી શકાય? આગળ એક સવાલમાં આપે વિવિધ પ્રકાર હોય છે સ્કિનના તેમ ઉલ્લેખ કર્યો હતો. બીજી વાત એ પણ જણાવો કે કેવા પ્રકારની સ્કિન માટે કેવો સાબુ વાપરવો?

------------------

જવાબ

હા, ત્વચાના તૈલી (ઓઈલી), સામાન્ય અને સૂકી (ડ્રાય) જેવા ત્રણ પ્રકાર છે. તમારી કે કોઈની પણ ત્વચા કેવા પ્રકારની છે, તે જાણવા માટે એક પ્રયોગ ઘરમાં જ જાતે કરી શકાય. તમે ત્રણેક કલાક સુધી ઘરે જ રહેવાના હોવ ત્યારે હૂંફાળા પાણી અને સાબુ વડે મોઢું ધોઈ લેવું. તેને રૂમાલથી લૂછયા વગર જ જાતે સુકાવા દેવું. બરાબર બે કલાક પછી એક ટિશ્યુ પેપર હાથમાં લઈ કપાળ, નાક, દાઢી અને ક્રમશ: આખા મોં પર તે ટિશ્યુ પેપર ફેરવવો.

ૄ જો ટિશ્યુ પેપર પર તૈલીય ધબ્બા સ્પષ્ટ દેખાય તો સમજો કે તમારી તૈલીય ત્વચા છે.

ૄ જો ટિશ્યુ પેપર પર આછા-આછા કહેવાય તેવા તૈલીય ધબ્બા દેખાય તો તમારી સામાન્ય ત્વચા છે.

ૄ જો ટિશ્યુ પેપર પર કોઈ જ નિશાન જ ના થયા હોય તો તમારી સૂકી ત્વચા છે.

ત્વચાના પ્રકાર મુજબ જ દરેકે સાબુની પસંદગી કરવી જોઈએ. આપણે રોજિંદા જીવનમાં રોજ નહાતાં હોવા છતાં એવી કાળજી નથી લેતાં કે મને, મારી ત્વચાને શું અનુકૂળ છે?

ૄ બજારમાં ઉપલબ્ધ વિવિધ એન્ટિ-બેકટેરિયલ સાબુઓમાં ટ્રાઈક્લોસન/ટ્રાઈક્લોકાર્બ જેવા એન્ટિ બેકટેરિયલ એજન્ટ હોય છે. આવા સાબુનો વપરાશ જો સૂકી ત્વચાવાળી વ્યક્તિ કરે તો ચોક્કસથી તેમને ત્વચા સંબંધિત વિકાર થઈ શકે છે. જ્યારે આવા સાબુનો વપરાશ તૈલીય ત્વચાવાળા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. સૂકી ત્વચાવાળા વ્યક્તિઓએ બજારમાં ઉપલબ્ધ વિવિધ સાબુઓમાંથી જેમાં તેલ, શિયા બટર, પૈરાફિમ વેક્સ કે ગ્લિસરીન જેવા તત્ત્વોનો સમાવેશ હોય તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેનાથી સૂકી ત્વચાને પોષણ મળે છે. અને જો ત્વચા સામાન્ય (ડ્રાય-તૈલીનું મિશ્રણ) હોય તો તેવા લોકોએ ઠંડીમાં સૂકી ત્વચાને અનુરૂપ અને ગરમીમાં તૈલીય ત્વચાને અનુરૂપ સાબુનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ત્વચા હોય, અઠવાડિયે એક વાર બજારૂ સાબુને રજા આપી ચણાના લોટનું ઉબટન ઘરમાં જાતે બનાવી તેનાથી નહાવું અત્યંત ઉપયોગી સાબિત થશે. ચણાનો લોટ - હળદર - દૂધના મિશ્રણમાં સૂકી કે સામાન્ય ત્વચાવાળાએ જ મલાઈ મિક્સ કરવી.

--------------------------

પાર્ટી કરી એમાંથી એકને કોરોના વાઈરસની તકલીફથી ડર લાગે છે મને

સવાલ: હમણાં આ કોરોના વાઈરસે તો ઊંઘ હરામ કરી છે બહેન. હું પાંત્રીસ વર્ષની ગૃહિણી છું. ઘરમાં નાના બે બાળકો અને બે વૃદ્ધ સહિત પરિવાર છે. બાળકો અને વૃદ્ધોને હું મારી રીતે સાચવું છું જેથી તેમને શરદી ના થાય, પરંતુ હમણાં બાજુની સોસાયટીમાં એક કોરોનાગ્રસ્ત વ્યક્તિ છે તેમ જાણ્યા બાદ ડર લાગે છે. થોડાં દિવસ પહેલાં તો અમે બંને સોસાયટીવાળા ભેગા થઈ મસ્ત પાર્ટી કરી હતી. હવે ડર લાગે છે કે શું કરવું? કેમ બચવું? અમને બધાને થશે કે આ ચેપી રોગ?

-----------------------

જવાબ

ખોટા પેનિક થઈ હાંફળાફાંફળા થવાને બદલે આ સમય છે અફવાથી બચી ધ્યાન રાખવાનો. પ્રિય બહેન, તમારી ચિંતા એકદમ વાજબી છે. તમે બાજુની સોસાયટીનો કેસ બન્યો છે તે કોરોના સંક્રમિત વ્યક્તિની કેટલા નજીક રહ્યાં છો? તેમના સંસર્ગમાં આવ્યાં ત્યારે તેમને આ સંસર્ગ લાગી ચૂક્યો હતો? જો તે વ્યક્તિમાં કોરોના વાઈરસનો સંસર્ગ તે સમયે ના જ હોય તો ચિંતાની વાત નથી, પરંતુ ‘હૂ’ (વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન)નાં જણાવ્યા મુજબ કોઈ પણ વાઈરસનો ઈન્ક્યુબેશન પિરિયડ એટલે એવો સમય હોય કે જે-તે સમયમાં જે-તે વ્યક્તિ તે વાઈરસથી સંક્રમિત તો હોય, પરંતુ તેના સ્વાસ્થ્ય પર તેની કોઈ જ અસર ના જણાય. આ પિરિયડમાં જે-તે વાઈરસના ફેલાવાનું જોખમ અતિશય મહત્તમ પ્રમાણમાં હોય છે. તમને ખબર જ ના હોય કે તમે સંસર્ગિત છો, તો તમે કેવી રીતે તમારી કે બીજાની સંભાળ રાખી શકો? જો તમે લોકો હળ્યામળ્યા તે સમયને બારથી ચૌદ દિવસ વીતી ગયા હોય તો હવે કોઈને ખતરો નથી. આ વાઈરસ સ્પષ્ટરૂપે દેખાવામાં વધુમાં વધુ બારથી ચૌદ દિવસો લે છે. જો આ સમયાવધિ ના વીતી હોય તો તમે નજીકના સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લઈ લો તે હિતાવહ છે. બાળકોની તુલનામાં વૃદ્ધોને આ વાઈરસ વધુ ઝપાટામાં લે છે. માટે ઘરનાં વૃદ્ધોની યોગ્ય સાર-સંભાળ લો. તમે બધાં ‘ક્વોરેન્ટાઈન’ એટલે કે સીમિત અવધિ માટે બીજા લોકોના સંપર્કમાં ના આવો તેમ રહો. બાળકો/વૃદ્ધો અને ઘરનાં બધા સભ્યો ઘરમાં જ રહો તેવું આયોજન કરો. સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં તમને આ અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હોય, દવા આપી હોય તેનો અચૂક અમલ કરો. ગળતું નાક, કફ, ગળામાં ખારાશ/તકલીફ, તાવ અને શ્ર્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક મેડિકલ મદદ લો. ઘરમાં સ્વચ્છતા જાળવો, ઘરમાં તાજા ગરમ ખાદ્યપદાર્થ લો. ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા બધાને કરાવવા. સરકારી સ્વાસ્થ્ય વિભાગે આપેલા સૂચનોથી જાણકાર રહેવું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6g78vH57
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com