25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર

‘મુંબઇ સમાચાર’એ શરૂ કરેલા જ્ઞાન સાથે ગમ્મત આપતા ફનવર્લ્ડને વાચકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે. તમારા ઉમંગ અને ઉત્સાહથી પ્રેરાઈને આજથી ફનવર્લ્ડ નવા સ્વરૂપે આવે છે.

પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ઓળખાણ પડી?

૨૧ વર્ષની નાની ઉંમરમાં વિમાન ઉડાવનારી પહેલી ભારતીય મહિલાની ઓળખાણ પડી? નાની વયમાં વિમાન ઉડાવવાનું લાઇસન્સ પ્રાપ્ત કરનારી આ મહિલાએ એકલે હાથે પહેલી વાર વિમાનને ઉડાવીને અનોખો ઇતિહાસ રચ્યો હતો.

-------------------

પકડદાવ

આપેલા શબ્દોમાંથી એક એક અક્ષર લઇને અલી આદિલ શાહ પ્રથમના પત્નીનું નામ જણાવો...................................................................

ચાંડાલ, દસ્તક, બીભત્સ, બીમાર

---------------------

ગીત ગાતા ચલ

‘જીસ કા મુઝે થા ઇંતેઝાર, જીસ કે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઇ આ ગઇ, આજ પ્યાર મેં હદ સે ગુઝર જાના હૈ, માર દેના હૈ તુઝકો યા મર જાના હૈ...’ આ ગીત વર્ષ ૧૯૭૮માં આવેલી ફિલ્મ ‘ડોન’નું છે. કોકિલકંઠી લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા આ ગીતમાં આવતા શબ્દ ‘ઇંતેઝાર’નો અર્થ તમારે જણાવવાનો છે.

-----------------------

સુવિચાર

સપના પૂરા કરવા હોય તો દોડવા માંડજો. નહીંતર પોતાના સપના પૂરા કરાવવા તમને કોઇ ભાડે રાખી લેશે.

-------------------

જોડી જમાવો

વિવિધ ક્ષેત્રમાં ઇતિહાસ રચનારી મહિલાઓ

અ ઇ

અન્ના ચાન્ડી શાસ્ત્રીય ગાયક

આનંદીબાઇ જોષી વૈજ્ઞાનિક

આસિમા ચેટરજી વકીલ

બેગમ અખ્તર ડૉક્ટર

કોર્નેલિયા સોરાબજી હાઇ કોર્ટના ન્યાયાધીશ

--------------------

આડાઅવળા સીધા કરો

રાજકારણ ક્ષેત્રની મહિલાઓ

ત ર સ નુ ન હા જ

...............................................

લ ડિ મ્પ વ દ યા

...............................................

ત્ત દ યા પ્રિ

...............................................

ધ રા વ સું જે રા

...............................................

રા ર મી કુ મા

...............................................

-----------------------

હસી લઈએ

છોકરાવાળા છોકરી જોવા ગયા ત્યારે છોકરીવાળા કહે,

અમારી છોકરી તો હજુ ભણે છે.

ત્યારે વળતા જવાબમાં છોકરાવાળાએ કહ્યું,

અમારો છોકરો કંઇ નાનો નથી કે તે તમારી છોકરીના ચોપડા ફાડી નાંખે

-----------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ઓળખાણ પડી? : સુપ્રિયા સુળે

ૄ પકડદાવ : વિટામીન સી

ૄ ગીત ગાતા ચલ : જયા ભાદુરી

ૄ આડાઅવળા સીધા કરો : ૧) બર્ગર,

૨) ફ્રેન્ચ ફ્રાઇઝ, ૩) મંચુરિયન,

૪) નૂડલ્સ,૫. સ્પ્રિંગ રોલ

ૄ જોડી જમાવો :

૧) ઇટલી - પિત્ઝા

૨) સ્પેન - તાપસ

૩) અમેરિકા - હોટડોગ

૪) મેક્સિકો - ટાકો અલ પાસ્ટોર

૫) જાપાન - સુશી એન્ડ સાશિમી

-----------------------

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તાહેર ઔરંગાબાદવાળા (૨) શીરીન ઔરંગાબાદવાળા (૩) સુરેખા દેસાઈ (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) અલ્પા કેનિયા (૮) પુષ્પા સુતરીયા (૯) બિરાજ વોરા (૧૦) ભારતી બુચ (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) નિખિલ બંગાલી (૧૩) લજિતા ખોના (૧૪) ચેતના છેડા (૧૫) ચંદ્રિકા દેસાઈ (૧૬) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૭) ભારતી કાટકિયા (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) અરવિંદ કામદાર (૨૦) ભૈરવી જોબનપુત્રા (૨૧) સંધ્યા પારેખ (૨૨) મંજુલા દુબલ (૨૩) શિલ્પા ધરોડ (૨૪) નંદલાલ ગોઠી (૨૫) અંજના પરીખ (૨૬) અરુણકુમાર પરીખ (૨૭) ભાવના કર્વે (૨૮) હેમેન્દ્ર શાહ (૨૯) પુષ્પા ખોના (૩૦) મીનળ કાપડિયા (૩૧) મનિષા શેઠ (૩૨) ફાલ્ગુની શેઠ (૩૩) અંજુ ટોલિયા (૩૪) દેવ્યાની દેસાઈ (૩૫) રસિક જુઠાણી - ટોરોન્ટો, કેનેડા (૩૬) નિતીન બજરિયા (૩૭) રવિન્દ્ર પાટડિયા (૩૮) દિલીપ પરીખ (૩૯) જ્યોત્સના શાહ (૪૦) દમયંતી નેગાંધી (૪૧) ભગવાનદાસ નેગાંધી (૪૨) અશોક સંઘવી (૪૩) વિણા દેવેન્દ્ર (૪૪) દેવેન્દ્ર સંપટ (૪૫) ભારતી ગાલા (૪૬) ધવલ દાંડ (૪૭) જગુ રાઠોડ (૪૮) ગોપા ખાંડવાલા (૪૯) હિના દલાલ (૫૦) રમેશચંદ્ર દલાલ (૫૧) હર્ષા મહેતા (૫૨) ડાયના સંતોકે (૫૩) અલકા વાણી (૫૪) જશવંત જાની (૫૫) જ્યોત્સના ગાંધી.

----------------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

34R662m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com