25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગર્ભાવસ્થામાં પણ દેખાઓ સ્ટાઈલિશ

ફેેશન-નિધિ ભટ્ટ



ગર્ભાવસ્થામાં આમ તો દરેક મહિલા સુંદર દેખાતી હોય છે, માતૃત્વના તેજથી તેનો ચહેરો એકદમ ચમકી ઉઠે છે. આ સમય એ મહિલાઓના જીવનનો સૌથી યાદગાર તબક્કો હોય છે. જોકે, આ જ એ સમયગાળો હોય છે, જ્યારે તે સતત અસમંજસમાં રહેતી હોય છે કે તેણે શું ખાવું-પીવું, કયા કપડાં પહેરવા વગેરે વગેરે...ગર્ભાવસ્થામાં મહિલાઓએ ખાણી-પીણીની સાથે સાથે જ કપડાં પર પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. આવા સમયે એવા કપડાં પહેરવા જોઈએ કે જેમાં તમે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરો અને તેની સાથે સાથે જ ઉઠવા-બેસવામાં તમને સમસ્યા ના થાય એવા કપડાંની પસંદગી પહેલી કરવી જોઈએ.

આ એવો સમયગાળો હોય છે જ્યારે શરીરમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે, તેની સાથે સાથે જ મૂડ પણ સ્વિંગ થાય છે. મહિલાઓ પોતાના ફિગર અને ડ્રેસઅપને લઇને પણ ખૂબ જ ચિંતિત થઈ ઉઠે છે. ક્યારેય પણ બહાર જવું હોય તો પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના કારણે શરમ અનુભવે છે અને વળી કેટલીક સ્ત્રીઓ તો આ સમયગાળા દરમિયાન બહાર જવાનું ટાળે છે. બટ ડોન્ટ વરી, હવે તમારી આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને આજે આપણે વાત કરીશું કે જો તમે ગર્ભવતી છો તો કયા કપડાં તમારા પર શોભી ઉઠશે?

---------------------

લખનવી કુર્તા:

સોફ્ટ અને સ્ટ્રેચેબલ કપડાં ઉપરાંત તમે ગર્ભાવસ્થા દરમિયાન લખનવી કુર્તા

પણ ટ્રાય કરી શકો છો. લખનવી સિવાય ગર્ભાવસ્થા દરમિયાન તમે શિફોનનો કુર્તો પણ ટ્રાય કરવાનું રાખો. પહેરવામાં એકદમ આરામદાયક હોવાની સાથે સાથે આ કુર્તા લૂકમાં એકદમ સ્ટાઈલિશ

લાગે છે.

----------------------

સ્ટ્રેચેબલ અને સોફ્ટ મટીરિયલ

બજારમાં આજકાલ મેટરનિટી કલેક્શન ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન ટાઇટ કપડાં પહેરવાનું ટાળો. કેટલીક મહિલાઓને ઢીલા કપડાં પહેરવા ગમતા નથી તો આવા સમયે સોફ્ટ મટીરિયલના સ્ટ્રેચેબલ કપડાં પહેરવા વધારે યોગ્ય સાબિત થાય છે. આ કપડામાં તમે સુંદર દેખાવાની સાથે સાથે કમ્ફર્ટેબલ પણ ફીલ કરશો.

---------------------

સાડી

સાડી આમ તો એવરગ્રીન છે એ દરેક પ્રસંગે સારી લાગે છે. પ્રેગ્નેન્સી દરમિયાન વજનમાં હલકી હોય એવી સાડી પહેરવામાં સારી રહે છે પરંતુ ઘણી વાર કેટલીક સ્ત્રીઓને સાડી કેરી કરતા નથી ફાવતું તો એવી મહિલાઓએ આ સમય દરમિયાન સાડી પહેરીને એક્સપિરીમેન્ટ ના કરવો જોઇએ.

-------------------

સ્ટ્રેચેબલ હેરમ,પ્લાઝો કે જિન્સ

હેરમ અને પ્લાઝો અત્યારે ટ્રેન્ડમાં છે અને તેની સાથે સાથે જ તે બજારમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધા થાય છે. આ સિવાય અત્યારે તો બજારમાં સ્ટ્રેચેબલ જિન્સ પણ મળી રહે છે એટલે ગર્ભાવસ્થા દરમિયાન પ્લાઝો, જિન્સ કે હેરમ પહેરી શકાય છે. જિન્સ એવી મહિલાઓએ ટ્રાય કરવી જોઈએ કે જેમને જિન્સ પહેરવાની આદત હોય. જો તમે ક્યારેય જિન્સ નથી પહેરતાં તો હેરમ અને પ્લાઝો એ એકદમ બેસ્ટ ઓપ્શન છે.

-------------------

કોટનના ટોપ

ગર્ભવતી મહિલાઓએ હંમેશા કોટનના કપડાં પહેરવા જોઇએ. આ કપડાં ખૂબ જ આરામદાયક હોવાની સાથે સાથે સોફ્ટ હોય છે. અત્યારના સમયમાં કોટનમાં ઘણી બધી સ્ટાઇલના કપડાં મળી રહે છે. તેમાંય ખાસ કરીને પ્રેગ્નેન્સી માટે તો કોટનમાં અવનવી ફેશનના કપડા માર્કેટમાં ખૂબજ સરળતાથી મળી રહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

N41o8y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com