25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ત્રી અને પુરુષના શરીરના તાપમાનમાં નોંધાયો ઘટાડો

શરીરનું આરોગ્ય અને સામાન્ય તાપમાનનો એકબીજા સાથે ખૂબ જ ગંભીર સંબંધ છે. સામાન્ય કરતાં ઓછું અથવા વધારે પડતું તાપમાન બીમારીના સંકેત આપે છે. જોકે, અત્યાર સુધી શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ (૯૮.૬ ડિગ્રી ફેરનહાઈટ) માનવામાં આવી રહ્યું છે, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર શરીરના સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અભ્યાસ અનુસાર સામાન્ય તાપમાનમાં મહિલાઓમાં ૦.૨૯ ડિગ્રી સેલ્સિયસ અને પુરુષોમાં ૦.૦૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે. આ રિસર્ચમાં વર્ષ ૧૮થી ૩૨ વર્ષની વયનાં સ્ત્રી અને પુરુષ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં ૧.૯૦ લાખ લોકોનાં શરીરનાં તાપમાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં સામેલ રિસર્ચર્સના જણાવ્યા અનુસાર શરીરના સામાન્ય તાપમાનમાં આવેલા ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં ઊંચાઈ, વજન, જીવનશૈલી સહિતનાં અનેક પરિબળોના સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે રિસર્ચર્સ દ્વારા સ્ટાન્ડર્ડ તાપમાનને બદલવા માટે કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવી નથી. શરીરના તાપમાનમાં આવતા ફેરફારમાં ફિઝિકલ એક્ટિવિટી, સમય અને ખોરાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ તે માટે ૧૯મી સદીની શરૂઆતમાં જર્મનીના ડોક્ટર કાર્લ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. અમેરિકા અને યુરોપમાં કરવામાં આવેલા રિસર્ચમાં પુરવાર થયું હતું કે ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સામાન્ય તાપમાન છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g52X1X71
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com