25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડાર્ક સર્કલ્સ હૈ...? ટેન્શન નહીં લેને કા

ટાપટીપ-નિધિ ભટ્ટએક સમય હતો કે જ્યારે એવું માનવામાં આવતું હતું કે સુંદરતા પર ફ્કત સ્ત્રીઓનો જ ઇજારો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે પુરુષો પણ આ સ્પર્ધામાં જોડાઇ ગયા છે. પુરુષો પણ પોતાની સુંદરતા પ્રત્યે એટલા સભાન બન્યા છે કે તેઓ પણ હવે કોસ્મેટીક સર્જરી કરાવવા લાગ્યા છે અને સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરાવા લાગ્યા છે. આંખો નીચે થતી ડાર્ક સર્કલની સમસ્યા પુરુષોને પણ સતાવી રહી છે. આમ જોવા જઇએ તો આ ડાર્ક સર્કલ એ અનહેલ્દી લાઇફસ્ટાઇલનું પરિણામ છે. વધારે પડતો સ્ટ્રેસ લેવાથી, વધારે પડતું કામ કરવાથી, ઊંઘ પૂરી ના થવાને કારણે આ ડાર્ક સર્કલ થતા હોય છે. ડાર્ક સર્કલ્સની સમસ્યા સતાવવાની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. આ સમસ્યાથી છુટકારો અપાવવાના દાવાઓ કરતી અનેક ક્રીમ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે એ તો રામ જાણે. ઘણી વખત આ ક્રીમને કારણે આંખમાં બળતરા, સ્કીન પર બળતરા કે પછી સ્કીન પર ફોલ્લીઓ જેવી સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે. પરિણામે ઘરના નુસખાઓ એકદમ સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થાય છે. સૌથી પહેલાં તો પોષણયુક્ત આહાર લેવામાં આવે તો તેનાથી આ સમસ્યામાં ખૂબ મોટી રાહત મળે છે. ચાલો, જાણીએે થોડાક એવા નુસખાઓ જેને કારણે તમારી આંખોને ઠંડક પણ મળશે અને તેની સાથે સાથે જ ડાર્ક સર્કલ્સથી પણ રાહત મળશે.

-----------------------

આયુર્વેદિક ક્રીમનો ઉપયોગ

ડાર્ક સર્કલ માટે આયુર્વેદિક ક્રીમ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે. આ ક્રીમ ત્વચાને પોષણ આપવાની સાથે સાથે તમારી સ્કીનને પણ ચમકીલી બનાવે છે. જો તમે તમારા ચહેરા માટે કોઇ ક્રીમનો ઉપયોગ કરો છો તો તે જ ક્રીમનો ઉપયોગ આંખની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ના કરો.

સ્મોકિંગ છોડી દો

જો તમે સ્મોકિંગ કરતા હોય તો સૌથી પહેલાં તો તેને ટાટા બાય બાય કરી દો. તમે જાહેરાતમાં ઘણી વખત જોયું જ હશે કે ધૂમ્રપાન કરવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે. તમારી જાણ ખાતર ધૂમ્રપાનને કારણે સ્કીન અને વાળને પણ એટલું જ નુકસાન કરે છે. જો ધૂમ્રપાન છોડશો તો આ ડાર્ક સર્કલની સમસ્યાથી પણ રાહત મળશે.

બટાટા અજમાવી જુઓ

બટાટાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં જ થતો હોય છે અને આ બટાટા તમારા ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બટાટાનો રસ કાઢીનો ચહેરા અને ડાર્ક સર્કલ પર થોડાક દિવસ સુધી ઘસવાથી ખૂબ ફાયદો થાય છે.

કાકડીનો ઉપયોગ

ડાર્ક સર્કલને ઓછા કરવા માટે સૌથી સારા ઉપાય તરીકે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. કાકડીને સમારીને આંખો પર રાખો. આને કારણે આંખોને ઠંડકની સાથે સાથે ડાર્ક સર્કલ પણ ઓછા થશે. કાકડીના રસનો ચહેરા પર સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. દિવસમાં બે વાર આ રીતે કરવાથી ચહેરો ખિલી ઊઠે છે.

૧૦ ગ્લાસ પાણી પીઓ

જો તમે દિવસના બે કે ત્રણ ગ્લાસ પાણી પીઓ છો તો

તમે સ્કીનની સમસ્યાને આવકારો છો. પાણી એ સ્કીન માટે સૌથી સારું ટોનિક છે. દિવસના દસ ગ્લાસ પાણી તમારી સ્કીનને યુવાન રાખવાની સાથે સાથે શરીર પર જલ્દી કરચલીઓ પણ નથી પડવા દેતું. જેટલું વધારે પાણી પી શકાય એટલું વધુ પીવું જોઇએ.

ટામેટાં દ્વારા પિગ્મેંટેશન દૂર કરી શકાય:

ક્યારેક ચહેરા પર અને પેટ પર કાળા ધબ્બા ઊપસી આવતા હોય છે અને ખાસ કરીને ગરમીની સિઝનમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ટામેટાનાં રસનો ઉપયોગ કરવાથી ત્વચાનો વાન તો ઉઘડે જ છે પણ સાથે સાથે ટામેટાનો પલ્પએ કુદરતી બ્લિચીંગનું પણ કામ કરે છે, ડાર્ક સર્કલ માટે ખૂબ જ ઉપયોગી છે.

બદામનું તેલ:

રાતે સૂતા પહેલા બદામનું તેલ અને દૂધને મિક્સ કરીને આંખની આજુબાજુના ભાગ પર લગાવી દો અને બીજા દિવસે સવારે તેને ઠંડા પાણીથી ધોઇ દો. આ ઉપચાર કરવાથી ડાર્ક સર્કલમાં જલ્દી રાહત મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bjP280
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com