25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૂતા વહી જો લૂક મેં ચાર ચાંદ લગાયે

ફેશન-દીપ્તિ ધરોડ



પગરખાં... કપડાં અને સ્ટાઈલની સાથે પર્સનાલિટીનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. જો તમે કપડાં અને સ્ટાઈલને ફોલો કરો અને બૂટ તરફ દુર્લક્ષ કરશો તો તમારી અત્યાર સુધીની બધી જ મહેનત પર એકદમ ઠંડા ઠંડા કૂલ કૂલ પાણી ફરી વળશે એ વાતમાં કોઈ જ શંકા નથી. ફૂટવેર તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. જે રીતે દરેક પ્રસંગમાં જવા માટે અલગ અલગ કપડાં હોય છે એ જ રીતે દરેક આઉટફિટ્સ સાથે પહેરવા માટેના બૂટ અને પગરખાં પણ ખાસ હોય છે. પરંતુ આપણે ત્યાંની મિડલ ક્લાસ મેન્ટાલિટી પગરખાંને એક અલગ જ એન્ગલથી જુએ છે અને તેમનો સૌથી કોમન અને બેઝિક એન્ગલ એ જ હોય છે કે બૂટ એ આરામદાયક, ટકાઉ અને સસ્તા હોવા જોઈએ. કાળી લેસવાળા બૂટ અને બ્રાઉન સ્લિપ ઈન બૂટ બંનેમાં ખૂબ જ મોટો તફાવત છે અને આજે આપણે આ તફાવત વિશે જ વાત કરવાના છીએ. ઘણી વખત એવું બને કે હાફ કેઝ્યુઅલ અને હાફ ફોર્મલ ઈવેન્ટમાં જવું પડે એમ હોય ત્યારે સૌથી મોટી દુવિધા એ હોય છે કે આ ઈવેન્ટમાં ફોર્મલ બૂટ પહેરવા કે પછી લોફર્સ પહેરવા. આવા સમયે તમારી પાસે વૉર્ડરોબમાં એવા બૂટ હોવા જોઈએ કે જે તમારી મૂંઝવણનો ઉકેલ લાવે નહીં કે તમારી મૂંઝવણમાં છેલ્લી ઘડીએ

વધારો કરે.

--------------------------

બેસ્ટ ટ્રાવેલ પાર્ટનર છે લોફર

બિઝનેસ ટૂર પર જનારા બિઝનેસમેન માટે લોફર શૂઝ એકદમ બેસ્ટ ટ્રાવેલ પાર્ટનર સાબિત થાય છે. આનું કારણ એવું છે તમે આ શૂઝ ખૂબ જ આરામથી કાઢી અને પહેરી શકો છો. આ સિવાય આ શૂઝ એકદમ આરામદાયક પણ છે. જેટલા સાદા અને સિમ્પલ હશે એટલું જ આ શૂઝ વધારે ફોર્મલ લૂક આપશે. લોફરમાં પણ તમે ડાર્ક રંગની પસંદગી કરી શકો છો. જિન્સ અને લોફર પેન્ટની સાથે પણ આ લોફર શૂઝ એકદમ પરફેક્ટ લૂક આપે છે. જો તમે નેક ટાઈ વગરનો સૂટ પહેર્યો છે તો પણ આ લોફર તમે ટ્રાય કરી શકો છો.

--------------------

ફોર્મલ લેધર શૂઝ

ટક્સીડો માટે જ્યારે પણ પરફેક્ટ શૂઝની વાત કરીએ ત્યારે વિકલ્પો ખૂબ જ મર્યાદિત થઈ જાય છે. ટક્સીડો પર તમે ફોર્મલ લેધર શૂઝ પહેરી શકો છો. ફોર્મલ લેધર શૂઝની વાત થતી હોય તો તે લેસને છોડીને બાકી એકદમ પ્લેન હોવા જોઈએ. એટલું જ નહીં પણ આ બૂટ ચમકદાર પણ હોવા જોઈએ, જો તમે પેટન્ટ લેધરના શૂઝમાં એકદમ અસહજ અનુભવો છો તો તમે શાઈનિંગ વગરના કાળા લેધરના શૂઝ પહેરી શકો છો.

-----------------------

બિઝનેસ શૂઝ

સૌથી પહેલાં શરૂઆત કરીએ બિઝનેસ શૂઝથી. સૂટ સાથે શૂઝ પહેરવાનો સૌથી પહેલો અને મહત્ત્વનો નિયમ એટલે બૂટ લેધરના હોવા જોઈએ પછી તેની ઉપરની બાજુ હોય કે પછી સૉલની. એવા શૂઝથી હંમેશા દૂર રહો કે જેની ઉપરની બાજુ તો લેધરની હોય, પણ તેનો સૉલ એકદમ ચાલુ રબરનો હોય. લેસવાળા શૂઝ પુરુષો માટે સૌથી ફોર્મલ શૂઝ માનવામાં આવે છે, એટલે આવા શૂઝની પસંદગી પણ તમે બિઝનેસ મીટિંગ માટે કરી શકો છો.

----------------------

બિઝનેસ કેઝ્યુઅલ શૂઝ

ફોર્મલ લેધર શૂઝની વાત કરી લીધા બાદ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ બિઝનેસ કેઝ્યુઅલ શૂઝની. ઓફિસ પિકનિક, સન્ડે બ્રંચ વગેરે એવી ઈવેન્ટ હોય છે જ્યાં તમારે જિન્સ અને બ્લેઝરની સાથે સેમિ ફોર્મલ લૂક અપનાવવો પડે છે. પણ જો તમે કેઝ્યુઅલ પેન્ટ, ડેનિમ કે પછી શોર્ટ્સ પહેરશો તો પછી ત્યાં તમારા કોઈ શૂઝ કામ નહીં આવે. જો તમે પ્રોફેશનલ દેખાવવા

માગો છો તો પછી લેધરથી બનેલા બોટ શૂઝ કે પછી લોફરનો ઉપયોગ કરી

શકો છો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

50mn1376
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com