25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જોહન ડી રોકફ્ેલર: તકલીફને તકમાં ફેરવીને અસાધારણ સફળતા મેળવી

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈઅમેરિકા હાલ શક્તિશાળી અને વિકસિત દેશ છે, પરંતુ પોણાબસો વર્ષ અગાઉ જુદું જ ચિત્ર હતું. અમેરિકામાં બહારના દેશોની ટેલેન્ટ ભેગી થયા બાદ સમૃદ્ધ દેશ બની ગયો. ૧૮૦ વર્ષ પહેલા અમેરિકાના ન્યૂયોર્કમાં જન્મેલા જોહન રોકફ્ેલરે મુશ્કેલ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને કેવી રીતે સફળતા મેળવી તે વિશે જોઇએ.

જોહન રોકફેલરનો જન્મ ૮ જુલાઇ ૧૮૩૯માં ન્યૂયોર્કના રીચફોર્ડ વિસ્તારમાં થયો હતો. પિતા મૂળ જર્મનીના અને માતા સ્કોટીશ, પરંતુ તેઓ ન્યૂયોર્કમાં શિફ્ટ થયા હતા. જોહનના જન્મ બાદ થોડા વર્ષ અમેરિકાની બહાર રહ્યા હતા. પિતા સેલ્સમેનનું કામ કરતા હતા. બટાટા, કેન્ડી જેવી નાની-મોટી ચીજો ઘરે ઘરે ફરીને વેચતા હતા. તેઓ ઓહિયો-ન્યૂયોર્ક એમ અલગ અલગ સ્થળે ફરતા રહ્યા.

જોહન પર માતાનો પ્રભાવ વધારે હતો ને ચર્ચનું કામ કરતા હતા તેની સાથે જોહન નિયમિત ચર્ચ જતો હતો. પોણાબસો વર્ષ પહેલા અમેરિકા સહિત વિશ્ર્વભરમાં ભણતરનું પ્રમાણ ઓછું હતું. ડિગ્રી અને પોસ્ટ ડિગ્રી સુધી જનારા જુજ હતા.

જોહન સેન્ટ્રલ સ્કૂલમાં ભણ્યા બાદ કમર્શિયલ કોલેજમાં બિઝનેસ કોર્સ કર્યો તે સમયે આટલું ભણતર ઘણું કહેવાતું હતું. ૧૬મા વર્ષે તો જોહને નોકરી શરૂ કરી. બુકકીપિંગ-એકાઉન્ટનું શિક્ષણ મેળવ્યું હોવાથી પ્રથમ નોકરી કલાર્કની કરી જેમાં હિસાબ-કિતાબનું કામ કરતા હતા.

૧૬ વર્ષની ઉંમરે જ તેનામાં બચત અને સેવા કરવાના ગુણ હતા. માતા પણ સેવાભાવી હતી. કલાર્કની નોકરીમાં તે સમયે મામૂલી વેતન મળતું હતું તે છતાં જોહન જે પગાર મળતો હતો તેમાંથી છ ટકા ચેરિટીમાં આપી દેતા હતા. ૨૦મા વર્ષે વેતનના ૧૦ ટકા ચેરિટીમાં આપવાનું શરૂ કર્યું. બુક કીપિંગ-એકાઉન્ટનું કામ ચાર વર્ષ કર્યું. ૨૧મા વર્ષે બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. ઓઇલ ઉદ્યોગમાં સારી તક દેખાઇ અને તેમણે સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની નાના પાયે શરૂ કરી. ત્યાર બાદ ૩૧મા વર્ષે ઓઇલ રિફાઇનરી સ્થાપી. ૨૦ વર્ષમાં તેમણે અસાધારણ પ્રગતિ કરી.

કોર્પોરેટ-ટૅકનોલૉજી ઇનોવેશન દ્વારા પેટ્રોલિયમ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી તેના ફળ હાલ અમેરિકા મેળવી રહ્યું છે. ઓઇલ ક્રાંતિએ અમેરિકાને સમૃદ્ધ દેશ બનાવી દીધો. ઓઇલ ક્ષેત્રે વર્ચસ્વ જમાવવા નાના-મોટા યુદ્ધ પણ થયા છે. અમેરિકા શક્તિશાળી દેશ બન્યો તેના પાયાના મૂળ જોહન રોકફેલરે નાખ્યા હતા.

બળતણ તરીકે ઓઇલની માગ અમેરિકા સહિત વિશ્ર્વભરમાં વધી તેનો લાભ રોકફેલરની કંપનીને થયો. તેમની કંપની દેશભરમાં ઓઇલની સપ્લાઇ કરતી હતી. અમેરિકાના ઓઇલ બિઝનેશમાં તેમની કંપનીનો ૯૦ ટકા અંકુશ થઇ ગયો. રોકફેલર તે સમયે ઓઇલ કીંગ તરીકે ઓળખાતા હતા.

કેરોસીન-ગેસોલીનનું મહત્ત્વ અને વેચાણ વધતા તેમની સંપત્તિ ઝડપથી વધી તે સમયે અમેરિકાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું. દોઢસો વર્ષ પહેલા યુએસએના પ્રથમ અબજો પતિ બન્યા. દેશની નેશનલ ઇકોનોમીમાં તેમની કંપનીનો હિસ્સો બે ટકા હતો. ૨૭ વર્ષ ઓઇલ બિઝનેશમાં પ્રભુત્વ રાખ્યા બાદ તેમણે હોટેલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. ફ્લોરીડા અને અન્ય સ્થળે હોટેલ ખરીદી.

જોહને નિવૃત્તિ બાદ પુત્રને ઓઇલ બિઝનેશ સોંપ્યો જે જુનિયર જોહન તરીકે ઓળખાતો હતો. જોહન અને પુત્ર અને પૌત્ર એમ ત્રણ પેઢી રાજકારણમાં સક્રિય હતા. જોહનની પત્ની પ્રારંભમાં શિક્ષીકા

હતી બાદમાં મહિલાઓના હક અને સમાનતાના કાર્ય માટે જીવન સમર્પિત કર્યું.

જોહને નિવૃત્તિ બાદનાં વર્ષો ન્યૂયોર્કમાં ગાળ્યા. ૩૦ વર્ષ પરોપકારી પ્રવૃત્તિ કરી. રોકફેલરની પરોપકારી પ્રવૃત્તિ અને ચેરિટીના કામની યાદી ઘણી મોટી છે તે માટે તેઓ ટોપ પાંચમાં આવી શકે. તેમના ચેરિટી કામની વિગતો સંક્ષિપ્તમાં જોઇએ. ૭૪મા વર્ષે તેમણે રોકફેલર ફાઉન્ડેશન સ્થાપ્યું.

શિક્ષણનું મહત્ત્વ સમજીને તેમણે આ દિશામાં ઘણા કામ કર્યા. રોકફેલર યુનિવર્સિટી ઊભી કરી. ત્યારબાદ ચિકાગો યુનિવર્સિટી, સેન્ટ્રલ ફિલીપાઇન્સ યુનિવર્સિટી તથા ચીનમાં મેડીકલ કૉલેજ ઊભી કરી બાપટીસ્ટ કૉલેજ, ચર્ચ આધારિત સંસ્થાને ફંડ આપે છે.

રોકફેલર સેનિટરી કમિશન સ્થાપ્યું. ન્યૂયોર્કમાં રોકફેલર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ રિસર્ચની સ્થાપના કરી. શિક્ષણને પ્રમોટ કરવા જનરલ એજ્યુકેશન

બોર્ડ સ્થાપ્યુ. તેમનું ફાઉન્ડેશન આરોગ્ય અને મેડીકલ સહાય તથા કલા-સંસ્કૃતિના પ્રોજેક્ટ માટે મદદ

કરે છે.

રોકફેલર ૫૪ વર્ષના હતા ત્યારે એક કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા. તેમના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેમણે જરૂરિયાત મંદોની સેવામાં જીવન સમર્પિત કર્યું. જોહનની સંપત્તિ વધતી ગઇ તેમ ચેરિટી પણ વધી.

રોકફેલરે ઘણાં વર્ષો અગાઉ વિકટ પરિસ્થિતિમાં અસાધારણ પ્રગતિ કરી તેના વિચારો નવી પેઢીને પણ પ્રેરણાદાયક બની રહેશે જે પૈકી થોડા અત્રે પ્રસ્તુત છે.

તમામ તકલીફને તકમાં ફેરવવાનો સતત પ્રયાસ કરું છું. મિત્રતાના આધારે બિઝનેસ શરૂ કરવા કરતાં બિઝનેસમાં ઊભી થતી મિત્રતા ઉત્તમ છે. કટોકટીના સમયે શાંત રહો અને ધીરજ રાખો. જરૂર પડે ત્યારે કડક નિર્ણય લેવાની ઇચ્છાશક્તિ હોવી જોઇએ.

વિપુલ સંપત્તિ ધરાવનારા સુખી હોય છે તે ધારણા ખોટી છે. દરેકને ઝડપથી અમીર બનવું છે તમે ફક્ત શ્રીમંત બનવાનો લક્ષ્યાંક રાખશો તો તે હાંસલ કરી શકશો નહીં.

જોહન ૯૭ વર્ષ જીવ્યા, પુત્ર ૮૬ વર્ષ જીવ્યો હાલ ચોથી-પાંચમી પેઢી વારસો સંભાળી રહેલ છે. જોહન બિઝનેશ પ્રેક્ટિશને મામલે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો તેના લીધે તેઓની ઇમેજને ફટકો પડ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8ju28d88
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com