25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્લ્ડ્ઝ બેસ્ટ મોમ ટાઈટલ ગોઝ ટૂ આદિત્ય તિવારી

ફોક્સ-મૌસમી પટેલદુનિયાભરમાં ૮મી માર્ચના ઈન્ટનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી અને આ જ દિવસે મહારાષ્ટ્રના સાંસ્કૃતિ શહેર ગણાતા પુણેના આદિત્ય તિવારીને બેસ્ટ મોમનું ટાઈટલ આપવામાં આવ્યું. હવે તમને થશે બેસ્ટ મોમનું ટાઈટલ અને એ પણ એક પુરુષને? નક્કી કંઈક લોચો મરાયો છે, બરાબરને? પણ નો બોસ કોઈ લોચો નથી મરાયો અને આ એકદમ સાચી અને સચોટ માહિતી છે. દર વર્ષે આઠમી માર્ચના એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે આઈટી હબ ગણાતા બેંગ્લોરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તેમાં જ દુનિયાની શ્રેષ્ઠ માતાની પસંદગી કરીને તેમને સન્માનિત કરવામાં

આવે છે.

આ વર્ષે ફોર એ ચેન્જ આ ટાઈટલ કોઈ મહિલાને બદલે એક એવા પુરુષને આપવામાં આવ્યું હતું જે એકદમ યોગ્ય અને ડિઝર્વિંગ પર્સનાલિટી છે. હવે તમને થશે કે આખરે આદિત્યએ એવું તે શું કર્યું કે તેને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યો રાઈટ? બોસ તો એની જ તો વાત કરવાના છીએ આપણે. વાત જાણે એમ છે કે આદિત્યએ વર્ષ ૨૦૧૬માં ડાઉનસિન્ડ્રોમથી પીડિત બાવીસ મહિનાના અવનિશને દત્તક લીધો હતા, હાલ અવનિશ ચાર વર્ષનો થઈ ગયો છે, પણ તેને ગર્વ છે તે તેના માતા-પિતા તરીકે આદિત્ય મળ્યો છે. અવનિશને દત્તક લીધા બાદ આદિત્યએ લગ્ન કર્યા.

વર્લ્ડ્ઝ બેસ્ટ મોમ ટાઈટલ માટે પોતાની પસંદગી થઈ હોવાની જાણ થતાં જ એક પ્રસારમાધ્યમ સાથે વાત કરતાં આદિત્યએ જણાવ્યું હતું કે, ‘આ ટાઈટલ મેળવીને હું ખૂબ જ ખુશ છું. અવનિશને મોટો કરવામાં મને જે અનુભવ થયા છે, તે પણ લોકો સાથે શેર કરવા માટે હું ખરેખર ખૂબ જ ઉત્સુક છું.’ અવનિશ માટે આદિત્યને નોકરી સુધ્ધાં છોડવાનો વારો આવ્યો છે.

અવનિશ આદિત્યના જિંદગીમાં આવ્યો એની પહેલાં તે એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો અને એક જાન્યુઆરી, ૨૦૧૬ના તેણે અવનિશને દત્તક લીધો અને તેની સાથે જ તેણે નોકરી છોડી દીધી. હવે આદિત્ય સ્પેશિયલ ચાઈલ્ડ માટે કાઉન્સલિંગ, ગાઈડિંગ અને તેમના પેરેન્ટ્સને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જોકે આ કામ આદિત્ય એકલો નથી કરતો, આમાં તેની મદદ તેનો દીકરો અવનિશ કરે છે. બાપ-દીકરાની જોડી અત્યાર સુધી ૨૨ રાજ્યોમાં આશરે ૪૦૦થી વધારે

લોકેશન પર મીટિંગ્સ, વર્કશોપ અને કોન્ફરન્સ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ તેઓ દુનિયાભરના આશરે ૧૦ હજાર સ્પેશિયલ ચાઈલ્ડના પેરેન્ટ્સના સતત સંપર્કમાં છે. આદિત્ય-અવનિશને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ આમંત્રણ આપ્યું છે. વર્ષ ૨૦૧૭માં આદિત્ય અડોપ્શન ટોપિક પર સુરતમાં વક્તવ્ય પણ આપી ચૂક્યો છે. આદિત્યનું માનવું છે કે, આપણા દેશમાં સ્પેશિયલ ચાઈલ્ડ માટે સરકાર તરફથી કોઈ સારી સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. સરકારે આ બાળકોને ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તેમના માટે અલગ અલગ સ્કીમ કે પ્રોજેક્ટ લાવવા જોઈએ. આદિત્ય અને અવનિશ મહારાષ્ટ્રના વાકડ શહેરમાં રહે છે. ચાર વર્ષનો અવનિશ સ્કૂલમાં જાય છે. અવનિશની તબિયત પહેલાંથી સારી રહેતી નહોતી. થોડા વર્ષો પહેલાં તેના હૃદયમાં બે હોલ હતા. પણ થોડા સમય બાદ કોઈ પણ પ્રકારની સારવાર વિના વગર તે અવનિશની આ માંદગી ઠીક થઈ ગઈ. જોકે, આ સમસ્યા ઉપરાંત તે હાલમાં કેટલીક મેડિકલ કન્ડિશન સામે લડી રહ્યો છે અને ટૂંક સમયમાં બે સર્જરી બાદ તે સ્વસ્થ થઈ જશે. બાપ-દીકરાની આ જોડી ભવિષ્યમાં પણ સ્પેશિયલ ચાઈલ્ડના પેરેન્ટસના કાઉન્સેલિંગ સેશન્સ કરવા એકદમ તૈયાર છે. એક પુરુષ થઈને માતાની જેમ બાળકની કાળજી લેવી અને તેનો ઉછેર કરવો એ સહેલી વાત તો છે જ નહીં અને એટલે જ આદિત્ય એ દુનિયાની બેસ્ટ મોમ છે અવનિશ માટે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70M134
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com