28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પેશન્ટ ઝીરો એટલે શું? કોરોના વાઇરસનો પેશન્ટ ઝીરો આખરે કોણ છે?

ફોક્સ-મનોજ કાપડિયાકોરોના વાઇરસની ઉત્પત્તિને લઇને ચીન પ્રશાસન અને વિશેષજ્ઞો વચ્ચે મતભેદ છે. ખાસ કરીને એ મુદ્દે કે આ વાઇરસનો પેશન્ટ ઝીરો કોણ છે? ‘પેશન્ટ ઝીરો’ કે ‘ઇન્ડેક્સ કેસ’નો અર્થ થાય છે કોઇ વાઇરસ કે બેક્ટેરિયાની બીમારીથી સંક્રમિત થનાર પહેલી વ્યક્તિ.

જિનેટિક એનાલિસિસમાં થયેલી પ્રગતિને કારણે કોઇ વાઇરસની ઉત્પત્તિનો સ્રોત શોધી કાઢવો સંભવ છે જેનાથી એ જાણી શકાય છે કે કોઇ પણ બીમારીને ફેલાવવાવાળા પ્રથમ લોકો કોણ છે? આટલું જાણવાથી કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના ઉત્તર પણ મળી શકે છે. આ બીમારી ફેલાવાની શરૂઆત ક્યારે,ક્યાં અને કેવી રીતે થઇ? આ માહિતીથી વર્તમાન અને ભવિષ્યમાં લોકોને ચેપથી બચાવી લેવામાં મદદ મળી શકે છે. શું આપણે જાણીએ છીએ કે કોરોના વાઇરસ અર્થાત્ કોવિદ-૧૯ નો પેશન્ટ જિરો કોણ છે? તો તેનો નાનો એવો જવાબ છે -નથી જાણતા.

ચીની પ્રશાસને પહેલા એમ જણાવ્યું હતું કે આ કોરોના વાઇરસનો પહેલો કેસ ૩૧ ડિસેમ્બરે સામે આવ્યો હતો અને આ પહેલા કેસોમાં કેટલાક લોકો જેમાં ન્યૂમોનિયાના તાવ જેવા લક્ષણો હતાં તેમનો સંબંધ હૂબે પ્રાંતના વુહાન શહેરના માંસ-માછલી અને જાનવરોના એક બજાર સાથે હતો.

આ ક્ષેત્ર પ્રકોપનું કેન્દ્ર છે અને જૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા અનુસાર ચીન અને બાકીના વિશ્ર્વ સામે આવેલી બાબતોમાં લગભગ ૮૨ ટકા એટલે કે ૭૫,૦૦૦થી વધુ કેસ અહીંથી જ મળી આવ્યા હતા. ચીની સરકારે આ બજારને જલદી બંધ પણ કરાવી દીધું હતું.

જોકે, લાન્સેટ મેડિકલ જર્નલમાં ચીની સંશોધકો દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર કોવિદ-૧૯નો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિનો કેસ ૧ ડિસેમ્બર,૨૦૧૯ના દિવસે સામે આવ્યો હતો અને એ વ્યક્તિ પેલા જાનવરોના જથ્થાબંધ બજારના સંપર્કમાં પણ ન હોતી આવી.

વુહાનની એક હૉસ્પિટલની વરિષ્ઠ ડૉક્ટર અને રિપોર્ટ તૈયાર કરનાર સંશોધકોમાંની એક વૂ વેનઝુઆને બીબીસીની ચીની સર્વિસને બતાવ્યું હતું કે આ દર્દી ઉંમરલાયક હતો અને અલઝાઇમરથી પીડિત હતો.

વૂ વેનઝુઆને કહ્યું હતું કે,‘એ દર્દી ઢોરબજારથી ચાર-પાંચ બસસ્ટોપના અંતરે રહેતો હતો. એ બીમાર હતો એટલે ક્યારેય આ બજાર તરફ આવ્યો જ ન હતો.’ તેમણે એમ પણ કહ્યું કે પછીના દિવસોમાં પણ ત્રણ જણામાં બીમારીનાં લક્ષણો જણાયા હતા, પરંતુ આમાંથીય બે જણા વુહાનના આ બજારના સંપર્કમાં ન હોતા આવ્યા. સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે શરૂઆતના તબક્કામાં હૉસ્પિટલમાં દાખલ થયેલા ૪૧ દર્દીઓમાંથી ૨૭ જણા જ એવા હતા જે આ બજારના સંપર્કમાં આવ્યા હોય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કોરોના પ્રકોપની શરૂઆતમાં સામે આવેલી પરિકલ્પના અત્યારે પણ એટલી જ પ્રબળ છે કે આ બીમારી કોઇ પશુ દ્વારા મનુષ્યમાં ફેલાઇ,પણ શું એક વ્યક્તિથી આટલો તીવ્ર પ્રકોપ ફેલાઇ શકે છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર પશ્ર્ચિમ આફ્રિકામાં ૨૦૧૪થી ૨૦૧૬માં ફેલાયેલો ઇબોલા પ્રકોપ સૌથી વ્યાપક હતો જેમાં ૧૧૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૮૦૦૦થી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા. આ બીમારીને જન્મ દેનાર વાઇરસ વિશે પહેલી વાર ૧૯૭૬માં ખબર પડી હતી. ઇબોલા પ્રકોપની અસર બે વર્ષ રહી. જોકે, ઇબોલાની બીમારી ૧૦ દેશમાં જોવા મળી હતી, પરંતુ સૌથી વધારે પશ્ર્ચિમ આફ્રિકામાં જોવા મળી હતી, જ્યારે કેટલાક પ્રમાણમાં અમેરિકા, બ્રિટન, સ્પેન અને ઇટાલીમાં પણ જોવા મળી હતી.

વૈજ્ઞાનિકોનો નિષ્કર્ષ એવો હતો કે પશ્ર્ચિમ આફ્રિકામાં ફેલાયેલા ઇબોલાની શરૂઆત ગિનીના બે વર્ષના એક છોકરાથી થઇ હતી. એવું મનાય છે કે તેને વાઇરસનો ચેપ ચામાચીડિયામાંથી લાગ્યો હતો, આ છોકરો ઘરની બહાર એવા વૃક્ષની નીચે રમી રહ્યો હશે જ્યાં ચામાચીડિયાનું ઝૂંડ રહેતું હશે.

વિશ્ર્વની અતિપ્રસિદ્ધ પેશન્ટ ઝીરો તરીકે મેરી મેલનને ગણી શકાય, જેને ટાઇફોઇડ મેરીના નામે પણ ઓળખવામાં આવતી હતી. ન્યૂ યોર્કમાં ૧૯૦૬માં થયેલા પ્રકોપની શરૂઆત તેનાથી થઇ હતી. એ આયર્લેન્ડથી અમેરિકા આવીને વસી હતી. એ ન્યૂયોર્કના શ્રીમંત પરિવારોમાં ખાવાનું બનાવવાનું કામ કરતી હતી. ડૉક્ટરોએ એ જોયું કે જ્યાં જ્યાં એ કામ કરતી હતી એ બધા પરિવારોમાં ટાઇફોઇડનો ચેપ લાગ્યો હતો. ડૉક્ટર અને સ્વસ્થ સંક્રામક તરીકે ઓળખાવતા હતા, અર્થાત્ એવી વ્યક્તિ જેને બીમારીનો ચેપ તો લાગ્યો હોય, પણ એનાં લક્ષણો તેનામાં ન દેખાય, પણ હા તેઓ બીજાને આ ચેપ લગાડી શકે. અન્ય લોકોની સરખામણીએ કેટલાક લોકો અધિક પ્રભાવી રૂપથી સંક્રમણ ફેલાવી શકે છે. તેમને સુપર સ્પ્રેડર કહેવાય છે.

પેશન્ટ ઝીરો શબ્દ સાથે આમ તો કલંકનો ભાવ જોડાયેલો છે. આવા લોકોના નામ જાહેર કરવા સામે ઘણા વિશેષજ્ઞો વિરોધ પ્રગટ કરતા હોય છે, કારણ કે તેનાથી લોકો ભેદભાવ કરે છે. તેના ઉત્પીડનની શંકા પણ રહે છે. આનું એક પ્રખ્યાત ઉદાહરણ એ વ્યક્તિ છે જેને ભૂલથી એઇડ્સ જેવી ગંભીર બીમારીનો પેશન્ટ જિરો માનવામાં આવ્યો હતો.

ગીટેન ડુગાસ, કૅનેડાનો સમલૈંગિક વિમાન કર્મચારી એક એવો રોગી હતો જેને ઇતિહાસમાં સહુથી અધિક અપમાન સહન કરનાર દર્દીના રૂપમાં ઓળખવામાં આવશે, કારણ કે તેને ૧૯૮૦ના દાયકામાં અમેરિકામાં એચ.આઇ.વી.ના ફેલાવા માટે જવાબદાર ઠેરવવામાં

આવ્યો હતો.

જોકે, ૩૦ વર્ષ બાદ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે એ એચ.આઇ.વી.નો પહેલો દર્દી ન હતો. ૨૦૧૬માં એક સંશોધન દ્વારા માલૂમ પડ્યું હતું કે આ વાઇરસ વાસ્તવમાં તો ૧૯૭૦ના દાયકામાં જ કેરેબિયન ક્ષેત્રથી અમેરિકા પહોંચી ગયા હતા.

આ પેશન્ટ ઝીરો શબ્દ પણ એક આકસ્મિક શોધ છે. એચ.આઇ.વી. બીમારી સમયે ચલણમાં આવ્યો હતો. લોસ એન્જેલસ અને સાનફ્રાન્સિસ્કોમાં ૮૦ના દાયકામાં એઇડ્સના ફેલાવાના કારણોની તપાસ કરી રહેલા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શનના શોધકર્તાઓએ કેલિફોર્નિયા રાજ્યની બહારના કોઇ પણ કેસને દર્શાવવા અંગ્રેજી ‘ઓ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અન્ય શોધકર્તાઓ તેને ભૂલથી ઝીરો (૦) આંક સમજી બેઠા. આ રીતે પેશન્ટ જિરો શબ્દ પ્રથમ વાર અસ્તિત્વમાં આવ્યો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3188Um
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com