28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નેગેટિવ બિલોરી કાચના ફુરચા

આજે આટલું જ-શોભિત દેસાઈલોગ હર મોડ પે રુક રુકકે સમ્હલતે ક્યું હૈં?

ઈતના ડરતે હૈં તો ફિર ઘરસે નિકલતે ક્યું હૈં?

- રાહત ઈન્દોરી

આપણી જિંદગીની એક સૌથી મોટી બદનસીબી એ છે કે આપણી સૌની ભીતરે એક હરામખોર નેગેટિવ બિલોરી કાચ પડ્યો છે. અને આ નેગેટિવ કાચને વધુ વકરાવ્યો છે, વધુ વરવો ર્ક્યો છે મીડિયાએ. છેલ્લાં વીસ વરસમાં તમને ખબર છે આપણે કેટલી વાર મરી ગયા?

૨૦૦૧ - એન્થ્રેક્સ આપણને મારી નાખવાનો છે.

૨૦૦૨ - વેસ્ટ નાઈલ વાઈરસથી આપણે મરવાના હતા.

૨૦૦૩ - સાર્સથી આપણે મરી જવાના હતા.

૨૦૦૫ - બર્ડ ફલ્યૂ આપણને ખતમ કરવાનો હતો.

૨૦૦૬ - ઈકોલીએ આપણને મારી નાંખ્યા હોત.

૨૦૦૮ - આર્થિક મંદી આપણને ખતમ કરી નાખવાની હતી.

૨૦૦૯ - સ્વાઈન ફલ્યુમાં આપણે હોમાવાના હતા.

૨૦૧૨ - મયાન કેલેન્ડરે જગતનો વિનાશ ભાખ્યો હતો.

૨૦૧૩ - નોર્થ કોરિયા ત્રીજું વિશ્ર્વયુદ્ધ કરાવવાનું હતું.

૨૦૧૪ - ઈબોલા વાઈરસથી આપણો અંત નક્કી હતો.

૨૦૧૫ - ઈંજઈંજ આખા જગતને ઉડાડી દેવાનું છે.

૨૦૧૬ - ઝીકા નામનો વાઈરસ કત્લેઆમ કરવાનો છે.

૨૦૧૮ - નિપાહ વાઈરસ કરોડોનાં મૃત્યુ નોતરવાનો છે.

૨૦૨૦ - કોરોના આખા જગત ઉપર જીવલેણ બની ઝળૂંબે છે.

હકીકત એ છે કે આપણી અંદર રહેલી અસલામતી, આપણા અપરાધભાવ અને ટુચ્ચા અફવાવાદીઓને પેલો નેગેટિવ બિલોરી કાચ કોલસા પૂરી રહ્યો છે અને ધૂ ધૂ આગ ફેલાઈ રહી છે. તમારે બીજું કંઈ જ નથી કરવાનું. ફક્ત તમારું પોતાનું જ મનોબળ કામે લગાડીને એ જોવાનું છે કે તમે જેમ ૨૦૧૯ સુધીના દરેક કહેવાતા જીવલેણ હુમલાઓથી બચી ગયા એમ આ વખતે પણ બચવાના તો છો જ, વધારે ચમકદાર બનવાના છો; કારણ કે આ વખતે પણ તમે પોતે જ તમારા ભયને હરાવ્યો છે. આજે વાત નીકળી જ છે તો હજી બીજા કેટલાક જિંદગીના અવરોધક, જેનાથી તમારે બચવાનું જ છે, તરફ તમારું ધ્યાન દોરું...

શૂન્ય સામે મૂર્તિનો અલગાવ મારી નાખશે

હિંદુ-મુસલમાનનો સમભાવ મારી નાખશે

પળ ઊજવવાની કળામાં પૂર્ણ પારંગત બનું

‘છું’ અને ‘બનવું છે’નો ટકરાવ મારી નાખશે

તેં ભલે આપ્યું હો જીવન સાવ સીધું’ને સહજ

કિંતુ બુદ્ધિમાં અહમ્નો તાવ મારી નાખશે

મારે મુક્તિ જોઈએ છે ફાયદા-નુકસાનથી

હારવાના, જીતવાના દાવ મારી નાખશે

જિંદગીભરનાં સમાધાનો ખૂંચે છે ભીતરે

દર્પણોના ધૂંધળા દેખાવ મારી નાખશે

ગંધ આવે છે દયાની કેમ એમાંથી મને?!

આપનો મારા તરફ સદ્ભાવ મારી નાખશે

લોહીની સરવાણી ફૂટી છે નવી કાલે ફરી

ના ભરાયેલો હજી આ ઘાવ મારી નાખશે

હા... એટલું ખરું જ કે (સમજાય એવા ખોટા ગુજરાતીમાં કહું તો) શુદ્ધાઈ, સ્વાસ્થાઈ અને સામાન્ય સારાઈ માટે તમારે દર કલાકે - બે કલાકે હાથ ધોવા જ. ઘરની બહાર સાબુ અને પાણી મૂકીને ઘરમાં પ્રવેશતા દરેકને - તમને પોતાને પણ હાથ ધોઈને જ આવવાનું કહેવું જ... અને અત્યારના સમયે સૂચવેલા જેટલા આયામ છે એનું થઈ શકે એટલું પાલન કરવું જ... (અંદરના ડરને આપણે હાઉ નથી જ બનવા દેવાનો... ઠીક છે?) અને રોજ ઉપર જોઈને અથવા ભીતરને સંબોધીને, આજનો એક વધુ સુંદર દિવસ આપવા બદલ પરમાત્માનો આભાર માનવો જ...

અલ્લાહ સે મરને કી દુઆ માંગનેવાલે

ઈતના હી ભરોસા હૈ તો જીનેકી દુઆ માંગ!!!...

(નામથી અજાણ)

આજે આટલું જ...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

syJ004
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com