28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજબ ગજબ

હર ઘર કી અલગ કહાની...

ધરતીનો છેડો એટલે ઘર... તમે દુનિયાના કોઈ પણ ખુણે હોવ, ગમે એટલી આધુનિક ફાઈવ સ્ટાર, સેવન સ્ટાર હૉટેલમાં રહેતા હોવ પણ જ્યાં સુધી ઘરે ના પહોંચો ત્યાં સુધી નિરાંત નથી થતી. ગમે એટલા થાકેલાં હોવ પણ જેવું ઘર દેખાય એટલે બધો જ થાક પળભરમાં ઊતરી જાય. દરેકનું પોતાનું એક ઘર હોય એવી ઈચ્છા હોય છે, પણ ઘણા માથાફરેલાં એવા લોકો પણ હોય છે કે જેઓ પોતાના સપનાંનું ઘર બનાવવામાં પોતાનો શોખ કે કોઈ વસ્તુ પ્રત્યેનું ગાંડપણ આ ઘરોની ડિઝાઈનમાં જોવા મળે છે. આજે આપણે દુનિયાભરમાં આવેલા આવા જ કેટલાક ચિત્ર-વિચિત્ર ઘરો વિશે વાત કરીશું, કે જેને જોઈને એકાદ ક્ષણ માટે તો વિચાર આવી જ જાય કે ઐસા ભી હોતા હૈ ભલા?!

---------------------------

ગે‘હો’સ્ટ હાઉસ, ડેલ્મે

ફ્રાન્સના ડેલ્મેમાં આવેલા ગે‘હો’સ્ટ હાઉસ આર્કિટેક્ટ બેર્ડાગૉર અને પેજુસ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ આખું ઘર જોવામાં જાણે જૂના જમાનાની સફેદ પથ્થરની કોઈ ગૂફા જેવું લાગે છે. હર ઘર કી અપની અલગ હી ખાસિયત હોતી હૈ અને આ ઘરની ખાસિયત છે તેનો સફેદ રંગ.

--------------------

ફ્લિન્ટસ્ટોન્સ હાઉસ, મલિબુ, કેલિફોર્નિયા

ફરી એક વખત કેલિફોર્નિયાના મલિબુમાં આવીએ અને હવે મુલાકાત લઈને ફ્લિન્ટસ્ટોન્સ હાઉસની. પોપ કલ્ચરથી પ્રેરાયેલું બીજું

ઘર છે અને તેની કિંમત છે

માત્ર ૩.૫ મિલિયન ડૉલરમાં આ ઘર તમારું થઈ શકે છે. આ ઘર એકદમ પિક્ચર પરફેક્ટ લાગે છે.

--------------------

સ્કેટબોર્ડ હાઉસ, મલિબુ

નામ પરથી જ ખ્યાલ તો આવી ગયો હશે ને કે આ ઘરમાં તમે સ્કેટ કરી શકો છો અને કદાચ આ દુનિયાનું પહેલું એવું ઘર છે કે જ્યાં સ્કેટિંગ કરી શકો છો. કેલિફોર્નિયાના મલિબુમાં આવેલું આ ઘર એક મોટા સ્કેટબોર્ડિંગ રિંકની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે અને આવું અનોખું ઘર ડિઝાઈન કરવાનું શ્રેય જાય પૅયરે એન્ડ્રી સ્નિઝગ્યૂઝને કે જેઓ ખુદ એક ભૂતપૂર્વ પ્રો સ્કેટિંડ વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂક્યા છે. ---------------------

બ્રુકલિન ક્લોક ટાવર હોમ,

ન્યૂ યોર્ક

અત્યાર સુધી આપણે જે વિચિત્ર દેખાતા ઘરો વિશે વાત કરી એ જ દિશામાં વધુ આગળ વધીએ અને વાત કરીએ બ્રુકલિન ક્લોક ટાવર હોમની. આ ઘર સૌથી મોંઘામાં મોંઘું ઘર છે, જે બ્રુકલિન ક્લોક ટાવરની એકદમ ઉપર આવેલું છે, જેની કિંમત ૧.૮ કરોડ ડૉલરની છે. ૭૦૦૦ સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલા આ ઘરમાંથી તમને ન્યૂ યોર્ક શહેરનો એકદમ બેસ્ટમાં બેસ્ટ વ્યૂ જોવા મળે છે. ભાઈ ૧.૮ કરોડ ડૉલર ચૂકવ્યા હોય એ ઘરમાંથી બેસ્ટ વ્યૂ તો મળવો જ જોઈએ ને?

----------------------

ઓલ્ડ વૉટર ટાવર, બેલ્જિયમ

ફોટામાં દેખાઈ રહેલી આ ઈમારતમાં માત્ર પાણીનો સંગ્રહ જ કરવામાં આવે છે એવું જો તમે વિચારી રહ્યા હોવ તો તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. આ જગ્યાનો ઉપયોગ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે નાઝીઓ દ્વારા છુપાવવા માટે પણ કરવામાં આવતો હતો. જોકે, ત્યાર બાદ બેલ્જિયમની એક કંપની દ્વારા આ ૧૦૦ ફૂટ ઊંચા ટાવરને એક સારા અને આરામદાયક ઘરમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો. એટલે હવે આ પાણીની ટાંકીએ કોઈના સપનાનું ઘર બની ગયું છે અને એમાં લોકો રહે છે.

-----------------------

રેન્ચો બરિટો,

ઈસ્ટ ઓસ્ટિન

સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલનું પ્રતીક છે ટેક્સાસના ઈસ્ટ ઓસ્ટિનમાં આવેલું આ ઘર. ૨૮૦ સ્ક્વેયર ફૂટનું શિપિંગ ક્ધટેનર કોઈની ઑફિસ બની શકે, પણ તેને કોઈ પોતાનું ઘર બનાવીને રહે એ વાત માનવામાં થોડી અઘરી કરતાં વિચિત્ર લાગે છે, પણ હકીકત આ જ છે. આ ક્ધટેનરમાં બેડરૂમ, કિચન અને હોટ ટબની સુવિધા આપવામાં આવી છે.

-----------------------

ટ્રાન્સપરન્ટ હાઉસ, ટોક્યો

જાપાનના ટોક્યોમાં આવેલું આ ટ્રાન્સપરન્ટ હાઉસ જોઈને બોલીવૂડની ફિલ્મનો એક ડાયલૉગ યાદ આવી જાય કે ‘જાની, જિનકે ઘર શીશે કે હોતે હૈ વો દુસરોં કે ઘરોં પે પથ્થર નહીં ફેકા કરતે’. એકાદ વખત તો એવું પણ લાગી આવે કે આ ઘરને જોઈને જ ડાયલૉગ રાઈટરે આ ડાયલૉગ તો નહીં લખ્યો હોય ને! ખેર જોક્સ અ પાર્ટ. આ ઘર એટલું ટ્રાન્સપરન્ટ છે કે તેમાં સૂર્યપ્રકાશની કોઈ જ કમી નથી, પરંતુ પ્રાઈવસીના નામે આ ઘર એકદમ શૂન્ય છે!

---------------------

જાયન્ટ સીશેલ હાઉસ, મેક્સિકો

એન્ટોની ગૌડી અને ફ્રેન્ડ લિયોડ રાઈટ નામના આર્કિટેક્ટ દ્વારા આ સીશેલના આકારનું ઘર મેક્સિકો શહેરમાં બનાવવામાં આવ્યું છે. સરસ મજાના રંગબેરંગી કાંચવાળા આ ઘરની સુંદરતાને વર્ણવવા માટે કોઈ જ શબ્દો નથી, બસ તેને જોઈને જ તેની સુંદરતાને માણી શકાય છે. ઉઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

354a2H3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com