28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તીરંદાજ-૯

અનિલ રાવલસાનિયાને ઊંઘ નથી આવતી. આમથી તેમ પડખાં ફેરવી રહી છે. ચિંતા સૌ- પ્રથમ ઊંઘનો ભોગ લેતી હોય છે. એક પછી એક વિચારો એને કાળી ભમરીની જેમ ડંખ મારી રહ્યા છે. અત્યારે એને સૌરભની ચિંતા ડંખે છે, એટલે સુહાસ સાથે લગ્ન કરવાનો ખયાલ આવે છે, પણ દરિયાનાં મોજાની જેમ કિનારે ટકરાઈને જતો રહે છે. બાબાને બુઢાપામાં આટલો સંતાપ પોતે શા માટે આપી રહી છે. બાબાની ઈચ્છા મારા લગ્ન સુહાસ સાથે જલદીથી થઈ જાય એવી છે તો એમાં ખોટુંય શું છે? હવે તો સુહાસ પણ ઈચ્છે છે, એ પણ કેટલો બધો પ્રેમ કરે છે, પોતે પણ સુહાસને ક્યાં નથી ચાહતી. આ પ્રેમ દૂધનો ઊભરો તો નથી જ. પ્રેમ છે, સાચો પ્રેમ. પહેલી નજરનો પ્રેમ. પહેલી પહેલી મુલાકાતનો પ્રેમ. ઈશ્ર્વરી કૃપાનો પ્રેમ. પ્રભુએ જ પાછાં મેળવી આપ્યાને! ભગવાનનો સંકેત પણ મળી રહ્યો છે. સાનિયા એક ડગલું આગળ જા. પ્રેમ પછીનું કોઈ કદમ જો કોઈ હોય તો તે પ્રભુતામાં પગલાં પાડવાનું છે. ઈશ્ર્વરના ઈશારાને સમજ. કાળી ડિબાંગ રાતમાં સાનિયાના મનમાં વિચારોની આંધી ઊઠી છે. વીજળી ત્રાટકી હોય એમ ઝટથી ઊભી થઈ ગઈ. બારી પાસે જઈને ઊભી રહી. ઠંડી હવાની લહેરખીએ એનાં મોં પર છાલક મારી. એણે ક્યાંય સુધી ઠંડકને સ્પર્શવા દીધી. વિચારોના ડંખનું દર્દ શમવા લાગ્યું. સાનિયાને એ ગમવા લાગ્યું.

‘મૈં શાદી કે લિયે પોઝિટિવ હું બાબા’. સુહાસ મેરા શ્ર્વાસ હૈ. મૈં શાદી કરુંગી! એ બબડી ઊઠી. પોતે બહુ મોટેથી નથી બોલી ઊઠીને એવું વિચારતા તેણે રૂમની બહાર આવીને જોયું. બાબાના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અત્યારે જ બાબાને કહી દઉં કે સુહાસ સાથે લગ્ન કરવા તૈયાર છે, એવા ખયાલ સાથે તે બાબાના રૂમમાં જવા આગળ વધી, પણ થયું... ‘નહીં નહીં સુબહ બતાઉંગી, નિંદ બિગડેગી’ સાનિયા પાછી વળી ગઈ. એને ક્યાં ખબર છે કે બાબા પણ જાગે છે, ચિંતાની ચાદર ઓઢીને!

* * *

આજે સાનિયા વહેલી ઊઠી ગઈ છે. સામાન્ય રીતે બાબા પરોઢિયે ઊઠી જતા હોય છે. બાબાને નહીં જોઈને સાનિયાને થોડું આશ્ર્ચર્ય થયું ખરું, પણ એમ પણ થયું કે થાક્યા હશે, ભલે સૂતા થોડી વાર. બુઢાપાનો પણ થાક હોય છે. બાબા જાગતા નથી, રૂમની બહાર આવતા નથી. સાનિયાની અકળામણ વધી રહી છે. ક્યારે બાબા જાગે અને તે લગ્નની વાત કરી દે.

‘મૈં જગાતી હું જા કે’. સાનિયા રૂમમાં જવા ઊભી થઈ ત્યાં બાબા એમના રૂમમાંથી બહાર નીકળ્યા.

‘આજ તો બહુત દેર તક સોયે આપ.’ સાનિયા બોલી ઊઠી, પણ સાનિયાને ક્યાં ખબર છે કે રાતભર જાગ્યા પછીની પાછલા પહોરની ઊંઘ કેવી હોય છે તે?

‘તું ક્યું જલ્દી ઊઠ ગઈ?’ બાબાએ પૂછ્યું.

‘દોનોં હાલત મેં લોગ જલદી જાગ જાતે હૈ, પોઝિટિવ બાત મતલબ ‘હાં’ કેહની હો, યા નેગેટિવ બાત મીન્સ ‘ના’ કેહની હો!’

સાનિયાનું બાબાને જઈને ભેટી પડવું જ જવાબ હતો. સાનિયાની આંખોમાં ચમક હતી. એની દરેક ધડકનમાં લગ્ન માટેની ‘હા’ હતી. બાબાને એ ધબકારા સંભળાતા હતા.

‘જલદી સે ચાય બનાઓ. મૈં ખુદ જાઉંગા ઔર સુહાસ સે શાદી કી બાત કરુંગા.’

‘ક્યા?’ સોનિયા ખડખડાટ હસી પડી. સુહાસની સ્ટાઈલથી, ખડખડાટ હસતા હસતા કિચનમાં ચાલી ગઈ.

સાનિયા લગ્ન માટે તૈયાર છે એની બાબાને બેહદ ખુશી છે. એટલે જ તેઓ ખુશ છે, અને એથી પણ વિશેષ આનંદ એમને એ વાતનો છે કે સાનિયા એવા માણસને પરણવાની છે જેને તે ચાહે છે, છૂટાછેડા લીધેલી સ્ત્રીનું જીવન કેટલું અઘરું હોય છે એની બાબાને જાણ છે.

પાંજરે પુરાયેલી કોયલ અને મુક્ત વિહરતી કોયલના ટહુકામાં કેટલો ફરક હોય છે એવું બાબાએ અનુભવ્યું.

* * *

સ્કૂટરનો અવાજ સાંભળીને સુહાસ વરંડામાં આવ્યો. એને હતું સાનિયા હશે, બાબાને જોઈને થોડો નિરાશ થયો. સાનિયા આવવી જોઈતી હતી, બાબા કેમ આવ્યા હશે? સાનિયાએ ‘ના’ કહેવડાવી હશે? સુહાસ ઘોડા દોડાવી રહ્યો છે ત્યાં બાબાએ સ્કૂટર સાઈડ પર પાર્ક કર્યું.

‘વેલકમ સર, ગુડ મોર્નિંગ.’ સુહાસે બાબાને આવકારીને એમના ચહેરાને વાંચવાની કોશિશ કરી. કંઈ કળી શકાયું નહીં. ઈમારતનો પ્લાન, નક્શો જોઈને ઈમારતની ભવ્યતાની કલ્પના કરનારા આર્કિટેક્ટનું ચહેરો વાંચવાનું કામ નહીં.

બાબા ખુરશી પર બેઠા. સામેના હીંચકા પર સુહાસ બેઠો, બાબા કંઈ બોલે એની રાહ જોતો. બાબા એને પરંપરા મુજબ એક પિતા તરીકે લગ્નનો પ્રસ્તાવ મૂકવા માગતા હતા, પરંતુ હરખમાં તેઓ બોલી શકતા ન હતા એટલે શબ્દો ગોઠવી ગોઠવીને કહેતા હતા.

‘મૈં શાદી કી બાત કરને આયા હું’. બાબાએ કહ્યું. સુહાસ કંઈ બોલ્યો નહીં.

‘મૈં ચાહતા હું સાનિયા ઔર તુમ શાદી કર લો.’ બાબા બીજું વાક્ય બોલ્યા, તોય સુહાસ કંઈ બોલ્યો નહીં.

સાનિયા જવાબ આપવાની હતી. બાબા પોતાની રીતે લગ્નની વાત કેમ છેડી રહ્યા હશે? સુહાસ એ વાતે ચૂપ છે. ‘બાબા, સાનિયા કહાં હૈ?’ વો નહીં આયી? સુહાસે પૂછી નાખ્યું.

‘વો ઘર પે હૈ’.

‘સાનિયા બતા રહી થી કી વો શાદી કે બારે મેં સોચ કર બતાયેંગી આજ.’ સુહાસથી રહેવાયું નહીં.

હવે બાબા મૂંઝાયા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું; ‘હાં, હાં, ઉસને ‘હાં’ બોલ દી હૈ.’ આખો મામલો સમજી ગયો હોય એમ સુહાસ ખડખડાટ હસી પડ્યો. કદાચ ઘણા વખતે એ આ રીતે ખડખડાટ હસ્યો. હવે તેણે પગેથી હળવી ઠેસ મારી. હીંચકો ઝુલવા લાગ્યો. એની સાથે સાથે એ પણ સાનિયા સાથેના સુખી સંસારના વિચારમાં ઝુલવા લાગ્યો.

* * *

‘ખ્વાબ હકીકત મેં બદલ જાયે તો કૈસા લગતા હૈ?’ સુહાસે હીંચકા પર ઝૂલી રહેલી સાનિયાને કૉફીની સિપ મારતા મારતા પૂછ્યું. સાનિયાએ પગથી હીંચકાને બ્રેક મારી. સુહાસના હાથમાંથી કૉફીનો મગ લઈને કૉફીની સિપ મારી. સુહાસ ઊભો થયો. સાનિયા એની છાતીમાં સમાઈ ગઈ. કેટલાક પ્રશ્ર્નોના જવાબ નથી હોતા. માત્ર થોડા જેસ્ચરમાંથી જવાબ જડી જતા હોય છે.

‘તુમ મેરા ખ્વાબ હો’ સુહાસે કહ્યું.

‘ઔર મૈં તુમ્હારી હકીકત’ સાનિયા બોલીને હસી પડી.

‘તુમને ઐસે ફિલ્મી ડાયલોગ કહાં સે સિખે હૈ?’

‘મૈં ફિલ્મે બહુત દેખતા થા, ઔર મુઝે ઍક્ટર બનના થા...’ આટલું કહીને સુહાસ ખડખડાટ હસ્યો.

‘ઔર બન ગયે આર્કિટેક્ટ’... સાનિયા બોલી.

‘શાદી કબ કરેંગે?’ સુહાસે પૂછ્યું.

‘શાદી કિ ક્યા ઝરુરત હૈ’, ‘ઐસે હી જિયેંગે સાથ-સાથ, મરેંગે સાથ-સાથ’ સાનિયા ફરી સુહાસના બાહુપાશમાં જકડાઈ ગઈ.

* * *

‘નહીં નહીં શાદી તો કરની ચાહિયે. ઐસે બિના શાદી સાથ રેહના અચ્છા નહીં હૈ.’ બાબાએ સાનિયાની વાતનો નારાજગી સાથે જવાબ આપ્યો.

‘બાબા, સુહાસ કો કોઈ પ્રોબ્લેમ નહીં, મુઝે કોઈ તકલીફ નહીં હૈ...’

‘બિના શાદી સાથ રેહના અચ્છા નહીં હૈ, સમાજ ક્યા કહેગા?’

‘બાબા...’ સાનિયા બોલવા ગઈ પણ તેને અટકાવીને તેઓ બોલ્યા.

‘મૈં ઐસા રિશ્તા મંજૂર નહીં કરતા...’ બાબા તેમની વાત પર અડગ હતા. તેમણે વાત પર પૂર્ણવિરામ મૂકતા કહી દીધું, ‘મૈં સુહાસ સે બાત કરુંગા.’

* * *

બીજે જ દિવસે બાબાએ સુહાસને મળીને લગ્નની વાત ગળે ઉતારી દીધી. આખી વાતમાં સુહાસે માત્ર એટલું જ કહ્યું કે, ‘બાબા, મૈં તૈયાર હું. સાનિયા કી ઈચ્છા બિના શાદી સાથ રેહને કી થી.’

બાબા આ વાતે બહુ ગુસ્સે થયેલા. ‘મૈંને ઐસે સંસ્કાર નહીં દિયે હૈ, અપને બચ્ચોં કો’ બાબા ગુસ્સામાં બોલ્યા હતા. એમનો ગુસ્સો સૌરભ પર પણ હતો. અંતે સુહાસ અને સાનિયા લગ્ન કરવા તૈયાર થયા એનો બાબાને સંતોષ હતો.

* * *

અભ્યંકર બંગલોમાં સાનિયા અને સુહાસની રિંગ સેરેમની ગોઠવાઈ છે. બંને પક્ષના સગાઓ, સંબંધીઓ, મિત્રોની હાજરીમાં સુહાસે ઘૂંટણિયે પડીને સાનિયાને પ્રપોઝ કર્યું.

‘વિલ યુ મેરી મી’ સૌએ એમની પર ફૂલો વરસાવીને તાળીઓથી વધાવીને શુભેચ્છા આપી.

* * *

સાનિયા રાતે હકીકત બની ગયેલા શમણાંઓને વાગોળતી પથારીમાં આળોટી રહી છે. બાબા સંતોષની ઊંઘમાં આળોટી રહ્યા છે. સુહાસ સાનિયા સાથેના સહજીવનના સપનાં જોઈ રહ્યો છે, જાગતી આંખે. અન્ય એક જણ પણ સાનિયાના વિચારમાં છે. ના, એ વિકી નહીં, સૌરભ.

સાનિયાનો મોબાઈલ વાઈબ્રેશન પર હોવાથી લાઈટ થઈ. ફોન ધ્રૂજ્યો. એની સાથે સાનિયા પણ ધ્રૂજી ઊઠી. ‘સૌરભ?’ સાનિયાએ આશ્ર્ચર્ય સાથે મેસેજ વાંચ્યો.

‘કૉંગ્રેચ્યુલેશન ફોર ઍન્ગેજમેન્ટ’.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8u1naC8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com