28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સહન કર્યા કરવું કે સામનો કરવો? ચોઈસ ઈઝ યોર્સ

દિલની વાત-દિનેશ દેસાઈલંડનમાં રહેતી લોયર એમલ કલૂની (જન્મ તા. ૩ ફેબ્રુઆરી, ૧૯૭૮)નું કહેવું છે કે માનવઅધિકાર માટે આરપારની લડાઈમાં જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે કેસની ગંભીરતા વધી જાય છે. તેનું પુસ્તક ધી રાઈટ ટુ એ ફેર ટ્રાયલ ઈન ઈન્ટરનેશનલ કોર્ટ જાણીતું છે. માનવઅધિકાર અને મહિલાઅધિકાર માટે આરપારની લડાઈ લડવા માટે પણ લોયર એમલ કલૂની જાણીતું નામ છે. તેઓ હવે લોયર ઉપરાંત ઍક્ટિવિસ્ટ તરીકે પણ જાણીતાં થયાં છે.

ઈન્ટરનેશનલ લો અને હ્યુમન રાઈટ્સ ક્ષેત્રે એમલ જાણીતી લોયર છે. સ્વદેશ છોડીને લંડનમાં આશ્રય લેનાર વિકિલિક્સના સ્થાપક જુલિયસ અસાંજે અને યુક્રેન દેશની પૂર્વ પ્રધાનમંત્રી યુલિયા તિમોશેન્કો તથા સને ૨૦૧૮માં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ‘નાદિયા મુરાદ’ પણ એમલ કલૂનીના ક્લાયન્ટ લિસ્ટમાં છે. યુલિયા સને ૨૦૦૫માં અને સને ૨૦૦૭થી સને ૨૦૧૦ એમ બે બે વખત યુક્રેનની પ્રધાનમંત્રીપદે હતી.

સહન કર્યા કરવું કે સામનો કરવો? એનો જવાબ છે, ચોઈસ ઈઝ યોર્સ. મરજી આપની. જ્યાં અન્યાય થઈ રહ્યો હોય ત્યાં અવાજ ઊઠાવવો જોઈએ. જો કશુંક ખોટું થઈ રહ્યું હોય તેને ચૂપચાપ સહન કરવામાં આવતું હોય તો અન્યાય કરનાર જ નહિ, અન્યાય સહન કરનાર પણ એટલો જ જવાબદાર ગણાશે. સત્ય અને અસત્યની લડાઈમાં જો મૂક સંમતિ આપી દેવામાં આવે તો એ સ્થિતિ પણ અસહ્ય જ ગણાય. ઘર હોય કે ઑફિસ કે પરિવાર હોય કે સમાજમાં જો અનીતિ અથવા બુરાઈને ચલાવી લેવામાં આવે છે તો અનીતિ કરનાર અને સહન કરનાર બેઉ પક્ષ જવાબદાર બની રહે છે. સહન કરનારનો વાંક ઓછો ગણી શકાય નહીં.

હોલીવૂડના અભિનેતા અને ફિલ્મમેકર જ્યોર્જ તિમોથી કલૂની (જન્મ તા. ૬ મે, ૧૯૬૧) સાથે એમલ અલામુદ્દીને સને ૨૦૧૪માં મેરેજ કર્યા. લેબેનોન દેશના બૈરૂત પ્રાન્તમાં તેનો જન્મ થયો હતો. એમલ કલૂની એક હાઈ પ્રોફાઈલ લોયર છે. તેને મળવા ‘નાદિયા મુરાદ’ પહેલી વાર ગઈ ત્યારે જ એમલ કલૂનીએ તેની આપવીતી સાંભળીને નિ:શુલ્ક કાનૂની મદદનું વચન આપ્યું હતું. એમલ કલૂની ‘નાદિયા મુરાદ’ અને તેના જેવી હજારો-લાખો મહિલાઓને ન્યાય અપાવવા ‘નાદિયા મુરાદ’ને યુનો સમક્ષ લઈ ગઈ. આમ એમલ કલૂની જ ‘નાદિયા મુરાદ’ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એમલ કલૂની લઈ આવી.

એમલ કલૂનીનો સાથ મળ્યા પછી તો દુનિયાભરના દેશોમાં અને વિવિધ પ્રાન્તોમાં ‘નાદિયા મુરાદ’એ પોતાની આપવીતીના પ્રવચનો આપવા માંડ્યા. હાલ તે જર્મનીમાં રહીને પોતાની સંસ્થા મુરાદ ઈનિશિયેટિવ’ ચલાવી રહી છે. તેણે ધી લાસ્ટ ગર્લ: માય સ્ટોરી ઑફ કેપ્ટિવિટી ઍન્ડ માય ફાઈટ અગેન્સ્ટ ધી ઈસ્લામિક સ્ટેટ નામનું પુસ્તક પણ લખ્યું છે. જેની સંખ્યાબંધ નકલો વેચાઈ છે.

‘નાદિયા મુરાદ’ બસી તહા (જન્મ ૧૯૯૩) અને બેલ્જિયન કોન્ગો દેશના બુકાવો પ્રાન્તના ડો. ડેનિસ મૂકવેજને સંયુક્તરૂપે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓને લશ્કરી અથડામણમાં જાતીય હિંસા (મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ અને ગુલામી કરાવવી)નો અંત લાવવાના પ્રયાસરૂપે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લશ્કરી બળવાના ભાગરૂપે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓની સારવારમાં ડો. ડેનિસ મૂકવેજનું પ્રદાન છે.

આપણે ‘નાદિયા મુરાદ’ની વાત કરીએ. મૂળ ઈરાકની અને યઝદી સમાજમાંથી આવતી નાદિયા સને ૨૦૧૪માં ૨૧ વર્ષની હતી અને છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. તા. ૩જી ઑગસ્ટ, ૨૦૧૪ના દિવસે ઈસ્લામિક સ્ટેટ (આઈ.એસ.)ના આતંકવાદીઓએ ઉત્તર

ઈરાકના સિન્જાર પ્રાન્તમાં આવેલા કોચા નામના નગરમાં યઝદી સમાજના પરિવારો ઉપર હુમલા કર્યા હતા.

તા. ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૪ના રોજ યઝદી લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. એ પછી પુરુષો અને મોટી ઉંમરની સ્ત્રીઓ મળીને ૬૦૦ લોકોને ઠાર મારવામાં આવ્યાં હતાં. જેમાં નાદિયાના સગા અને ઓરમાન મળીને કુલ છ ભાઈનો પણ સમાવેશ થતો હતો. સગીર છોકરીઓ, યુવતીઓને આઈ.એસ.ના ગઢ

મોસુલ લઈ જવામાં આવી હતી. જેમાં નાદિયા અને તેના જેવી ૬,૭૦૦ છોકરીઓ સામેલ હતી. ગુલામ બનાવીને રખાયેલી આ છોકરીઓને મારવામાં આવતી અને સિગારેટના ડામ પણ દેવામાં આવતા. બંદીવાન છોકરીઓ બેભાન થઈ જાય તે હદ સુધી તેમના ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવતું. ત્રણ ત્રણ મહિના સુધી આ અત્યાચાર સહન કર્યા બાદ એક દિવસ તેને જીવ બચાવવાની તક મળી ગઈ. તેને રાખવામાં આવેલું મકાન ખુલ્લું રહી જતાં એ મકાનના પડોશમાં રહેતા પરિવારે નાદિયાને બચાવી. તેને મોસુલ નજીક ડુહોક શહેરમાં ચાલી રહેલી શરણાર્થી શિબિરમાં પહોંચાડી.

સને ૨૦૧૫માં જર્મની દેશની બડાન-રૂટેમ્બર્ગ પ્રાન્તની સરકારના રેફ્યુજી પ્રોગ્રામના ભાગરૂપે ડુહોક કેમ્પના ૧,૦૦૦ મહિલા-બાળકોને માલવાહક જહાજમાં રવાન્ગા રેફ્યુજી કેમ્પમાં લાવીને વસાવવામાં આવ્યા. જેમાં નાદિયા પણ એક હતી. વતન કોચા અને ડુહોક પછી રવાન્ગા તેનું ત્રીજું સરનામું બન્યું. અહીં તેણે ફેબ્રુઆરી, ૨૦૧૫માં પહેલી વાર બેલ્જિયન દૈનિકપત્ર લા લિબ્રે બેલ્જિક’ સમક્ષ પોતાની આપવીતીનું વર્ણન કર્યું હતું.

નાદિયાએ ‘મુરાદ ઈનિશિયેટિવ’ નામની એન.જી.ઓ.ની સ્થાપના કરી છે. આ સંસ્થા તેના (નાદિયા) જેવી સામૂહિક દુષ્કર્મ અને હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બનેલી પોતાના યઝદી સમાજની છોકરીઓની મદદ કરી રહી છે. ભોગ બનેલી છોકરીઓની શારીરિક અને માનસિક સારવાર તથા તેમનું સમાજમાં પુન:સ્થાપન કરવાનું કામ નાદિયાની ‘મુરાદ ઈનિશિયેટિવ’ સંસ્થા કરી રહી છે.

આતંકવાદ સાથે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદનો ભરડો માત્ર ઈસ્લામિક દેશો પૂરતો જ નહીં, પરંતુ દુનિયાભરના મોટા ભાગના દેશોમાં છે. આતંકવાદના પરિણામોથી વિશ્ર્વ મહાસત્તા અમેરિકા પણ પીડિત છે. આ સંજોગોમાં ‘નાદિયા મુરાદ’ એક જ નામ નથી. એવી હજારો નહીં બલકે લાખો છોકરીઓ, યુવતીઓ છે કે જે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદના નામ ઉપર માનસિક અને શારીરિક ઉત્પીડનનો ભોગ બની હોય.

ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદ માત્ર ગોળા-બારુદ કે બોમ્બ અને રોકેટ લોન્ચર પૂરતો જ નથી, સમગ્ર માનવતા, દયા, કરુણા અને ન્યાય સામે સવાલ છે. ‘નાદિયા મુરાદ’ જેવી છોકરીઓની આપવીતી રડાવી દેનારી અને ડરાવી દેનારી પણ છે. મલાલા યુસુફઝઈ (જન્મ તા. ૧૨ જુલાઈ, ૧૯૯૭) પણ એક એવું નામ છે જેને નાની ઉંમરમાં જ નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

મલાલાને સને ૨૦૧૪માં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ત્યારે તે ૧૭ વર્ષની હતી. આમ તે સૌથી નાની વયની નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત વ્યક્તિ છે. મલાલાને બાળઅધિકારો માટેના ચળવળવાદી ભારતીય ડૉ. કૈલાસ સત્યાર્થી સાથે સંયુક્તરૂપે આ સન્માન મળ્યું હતું.

--------------------

નાદિયા મુરાદ બસી તહા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4W2550
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com