28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજાયબી ભરેલા બનાવોથી ભરેલી અઠંગ ઉઠાવગીરોની નવલકથા

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીનામ- અઠંગ ઉઠાવગીર અથવા તરકટી ટોળી

લેખક- ત્ર્યંબકલાલ જીવરાજ જોશી

પ્રકાશક- ધી અમદાવાદ યુનિયન પ્રિન્ટિગ પ્રેસ કંપની

પ્રકાશન વર્ષ-૧૯૨૧

કુલ પાના- ૨૧૬

કિંમત- બ્ો રૂપિયા

-------------------------

સ્તકના ઉઘડતા પાન્ો લખ્યું છે એમ, અઠંગ ઉઠાવગીર અથવા તરકટી ટોળી એ ડિટેક્ટિવ સચિત્ર નવલકથા છે. આ નવલ કથાનો આ પહેલો ભાગ સાહિત્યવિલાસી શેઠ નારણલાલ જીવણલાલ ગીરધરલાલન્ો અર્પણ કરેલો છે. પ્રકાશક લાભશંકર જીવરાજ જોશી પ્રસ્તાવનામાં પોતાના ભાઈ ત્ર્યંબકલાલનું આ અપ્ાૂર્ણ બીજું પુસ્તક વાચકોના કરકમળોમાં મૂકતાં લખે છે કે આ ડિટેક્ટિવ નવલકથા જેવાં જ બીજાં બ્ોચાર પુસ્તકો એમણે લખેલાં. જેમકે, બાગ્ો શયતાન, પરાક્રમની પતાકા, ભેદી ખજાનો, શયતાન સદન અન્ો ગ્ોબી ખૂન વગ્ોરે પ્રકાશિત થઈ ચૂક્યાં છે અન્ો વાચકોમાં સત્કાર પણ પામ્યાં છે. આ પુસ્તક લેખકે એમના બીજા એક પુસ્તક કરુણા કુમારીની જેમ ઘણાં વખત પહેલાં લખવાનું શરૂ કરેલું, પરંતુ ક્ષયરોગની વ્યાધિન્ો લીધે અધૂરું રહૃાું. એનો કેટલોક ભાગ લેખકે પોતાની નાદુરસ્ત તબિયત છતાં પ્રકાશક્ધો લખાવેલો, પરંતુ પુસ્તક પ્ાૂર્ણ ન થયું. છેવટે મહાશંકર ઈન્દ્રજી દવેની મદદથી આ અધૂરું પુસ્તક પ્ાૂર્ણ થયું.

લેખકની કલમે લખાયેલું આ ૩૫મું પુસ્તક છે. આ નવલકથાનો બીજો ભાગ પણ પછીથી પ્રગટ થયો હતો. આ પહેલાં કમળાદેવી, મુરાદેવી, કલન્દરની કટાર, સંસાર સંગ્રામ, ભવાનીનો ભોગ, સંતપ્ત શયતાન, કિશોરસિંહ, રાક્ષસોની રતિક્રિડા, રાજા દેવીદાસ, ભેદી શાહજાદી, અરબનો ઈતિહાસ, તારાસુંદરી, શોકસિન્ધુ, રમણીની રણભૂમિ, હઝરત મહમદસાહેબ જેવાં પુસ્તકો લેખકની કલમે લખાઈ ચૂક્યાં છે.

આ નવલકથાનાં પાત્રોનું સ્થળ મહામોહમયી મુંબઈ નગરીનું છે. જેની રચના પારસી સમાજ આધારિત છે. મૂળ બંગાળી ભાષાના ડિટેક્ટિવ નવલકથાકાર દિન્ોન્દ્ર કુમારરાયની એક નવલકથા પરથી, સમાજ, સ્થળ, દેશાચાર વગ્ોરે પ્રસંગોન્ો અનુકૂળ કરીન્ો લખવામાં આવી છે. ડિટેક્ટિવ નવલકથાના પહેલા ભાગમાં કુલ ૨૪ પ્રકરણ છે. ઉઠાવગીરના અદ્ભુત અઠ્ઠા તરકટી ટોળીના ભયંકર કારસ્થાન, ચાલાક ચોરોની તાલબાજીઓ વગ્ોરે જેવા અન્ોક બનાવો બન્યે જાય છે કે, ભલભલા જાસ્ાૂસો પણ ચક્કર ખાઈન્ો સપડાઈ જાય છે. પ્રેમઘેલા પ્રેમલાઓની કેવી બરબાદી થાય છે, શયતાનો પણ જાસ્ાૂસોના સપાટામાં સપડાયા છતાં કેવી થાપ આપી દે છે, વગ્ોરે કેટલા બધા અજાયબી ભરેલા બનાવોથી આ વાર્તા ભરેલી છે કે જે ખ્યાલ પણ કરાવી શકાતો નથી. આ મુજબની જાહેરાત જીવનલાલ અમરશી મહેતાએ આ પુસ્તકમાં જ આપી છે.

પહેલા પ્રકરણમાં મહામોહમયી મુંબઈ નગરીના વર્ણનથી શરૂ થયેલી વાત વણિકોની ચર્ચા મારફત્ો પારસી વેપારી સુધી પહોંચે છે. સોપારી બાગ રોડ પર આવેલી પ્ોસ્તનજીની હોટેલમાં એક યુવતી એક પત્ર વાંચતી બ્ોઠી છે ત્યાંથી દૃશ્યની શરૂઆત થાય છે. જરબાનુ એ યુવતીનું નામ. જે પત્ર એ વાંચી રહી છે એ ગદ્ય અન્ો પદ્ય બ્ોય સ્વરૂપ્ો લખાયેલો છે. લખનાર છે જહાંગીરજી કામા. જે પોતાના પિતાના અતુલ્ય ઐશ્ર્વર્યનો એકમાત્ર વારસદાર છે. પત્ર દ્વારા એ યુવતીન્ો સોપારી બાગ રોડ પાસ્ોની ચોરગલીના હિન્દુ મંદિર પાસ્ો મળવાનો સમય માગ્ો છે. સતત ત્રણ દિવસ સુધી સાંજે સાતથી આઠ વચ્ચે. રૂમાલન્ો પોતાની નિશાની તરીકે ઠરાવે છે.

એવામાં અરદેશર આડતીયાનો પ્રવેશ થાય છે અન્ો જરબાનુ સાથે પ્ૌસા બાબત્ો ચર્ચાઓ ચાલે છે. હાથ પર એકેય પ્ૌસો નથી એટલે નાછૂટકે એમની પાસ્ો બચેલા એકમાત્ર કોટન્ો ગીરો મૂકી એકાદ રૂપિયો મળે તો બ્ોએક દિવસ ટૂંકા થવાની તજવીજમાં બ્ોય પડ્યા છે. એવામાં હીરાજી નામનો ૬૦ વર્ષનો એમનો પાડોશી આવે છે. થોડો સમય માટે એ ૧૦૦ રૂપિયા ઉધાર ધીરવાની વાત કરે છે. પણ સાથે સ્ોંકડે બાર ટકા જેટલું વ્યાજ આપવાનો દસ્તાવેજ લખવાનું પણ કહે છે. પછી અરદેશરન્ો નોકરી અપાવવાનું પણ કહે છે. વાતવાતમાં હીરાજી પોતાના એક પ્ૌસાદાર મિત્ર જમશેદજીની વાત કરી છે. જમશેદજી દાસાશ્રય ચલાવતો. મુંબઈના પ્ૌસાદાર સમાજન્ો લાયક દાસદાસીઓ વગર અગવડ વેઠવી પડતી હતી એનો કાયમી ઈલાજ કરવા જમશેદજીએ આ ઉપાય અજમાવ્યો હતો. પોત્ો મોકલેલા દાસદાસીઓ દ્વારા જમશેદજીન્ો મુંબઈના આબરૂદાર લોકોના ઘરની અંદરની વાતો જાણવાની સગવડ થતી અન્ો એનો લાભ લેતા એન્ો આવડતો હતો.

અરદેશર સાથેની જમશેદજીની પહેલી મુલાકાત પણ લાજવાબ રીત્ો લખાઈ છે. અરદેશરના જન્મ, એની તારીખ, વતન, એના માતાપિતાના લગ્ન વિના જ અરદેશરનો જન્મ, વાર્ષિક ભરણપોષણની રકમ વગ્ોરે એકદમ અંગત વિગતો પણ જમશેદજી પહેલી જ મુલાકાતમાં અરદેશરન્ો એના વિશે, પોતાની નોંધપોથીમાંથી વાંચી બતાવે છે. જમશેદજીની માયાજાળમાં અરદેશર ફસાઈ જાય છે અન્ો મહિન્ો ૩૦૦ની નોકરી સ્વીકારી લે છે. પછી શરૂ થાય છે ડિટેક્ટિવ ઘટનાઓની રહસ્યમાળા.

ગુજરાતી ભાષાની શરૂઆતના તબક્કે જ્યારે લિખિત ભાષાની શરૂઆત થઈ ત્યારે એમાં પારસીઓનો સિંહફાળો હતો. એટલે જ આજે આપણન્ો ગુજરાતી લિપિમાં જે સાહિત્ય મળી આવે છે એમાં મોટાભાગનું સાહિત્ય પારસીઓએ રચેલું છે. એમની ભાષા કદાચ અશુદ્ધ ગુજરાતી હશે, પરંતુ એમણે જે જુસ્સા અન્ો લાગણીથી ગુજરાતીનું જતન કર્યું એના કારણે આજે આપણે આપણી માત્ાૃભાષામાં લખાયેલી આવી અન્ોકોન્ોક કૃતિઓ જોઈ, વાંચી, માણી શકીએ છીએ. એ અર્થમાં ત્ર્યંબકલાલ જોશી અન્ો લાભશંકર જોશીના આપણે ઋણી છીએ કે એમણે આટલાં વર્ષો પહેલાં, કદાચ એ સમયે તદ્દન નવાં પ્રકારના ગણાતા હશે એવા વિષયે ખેડાણ કર્યું અન્ો આ કૃતિની ભેટ ધરી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Oi5OY3A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com