28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બેથ મૂનીના ૭૮ રન હાઇએસ્ટ

રેકોર્ડ બુક-યશ ચોટાઈ



બેથ મૂનીના ૭૮ રન હાઇએસ્ટ

તાજેતરમાં મેલબર્નમાં યજમાન ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીએ ભારત સામેની ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ ૭૮ રન બનાવ્યા હતા. મહિલાઓની ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલનો આ હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. તેણે વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યૂઝનો ૬૬ રનનો ચાર વર્ષ જૂનો વિશ્ર્વ વિક્રમ તોડ્યો હતો.

પુરુષોમાં વેસ્ટ ઇન્ડિઝના માર્લન સેમ્યૂલ્સના અણનમ ૮૫ રન વર્લ્ડ કપની ફાઇનલ્સમાં રેકોર્ડ છે જે તેણે એપ્રિલ, ૨૦૧૬માં ઇંગ્લેન્ડ સામે નોંધાવ્યો હતો. આ યાદીમાં બીજા નંબર પર પણ સેમ્યૂલ્સ (૭૮ રન) છે.

----------------------

એક વન-ડેમાં રમ્યા ૧૪ બોલર

તાજેતરમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની જે ત્રીજી અને છેલ્લી વન-ડે રમાઇ એમાં વન-ડે ક્રિકેટનો કોઇ રેકોર્ડ તો નહોતો નોંધાયો, પરંતુ ઘટના જરૂર અનોખી બની હતી. એ વન-ડેમાં બન્ને ટીમના મળીને કુલ ૧૪ બોલરોએ બોલિંગ કરી હતી. એમાં સાઉથ આફ્રિકાના નોર્ટ જે, કેશવ મહારાજ, ફેહલુકવાયો, સિપામ્લા, ડુપેવિલોન, કલાસેન અને સ્મટ્સનો સમાવેશ હતો. ઓસ્ટ્રેલિયાની પ્રવાસી ટીમના સાત બોલરોમાં હેઝલવૂડ, ઝયે રિચર્ડસન, કેન રિચર્ડસન, ઝમ્પા, મિચલ માર્શ, ફિન્ચ અને ડાર્સી શોર્ટ સામેલ હતા. જોકે, એક જ વન-ડેમાં ૧૪ બોલરોના આ કોઇ રેકોર્ડ નથી. ફેબ્રુઆરી, ૨૦૧૦માં શાહજાહમાં અફઘાનિસ્તાન તથા કૅનેડા વચ્ચેની વન-ડેમાં કુલ ૧૭ પ્લેયરોએ બોલિંગ કરી હતી અને એ વર્લ્ડ રેકોર્ડ છે. એમાં કૅનેડાના બેટ્સમેનોએ અફઘાનના ૯ બોલરોનો અને અફઘાનના બેટ્સમેનોએ કેનેડાના ૮ બોલરોનો સામનો કરવો પડ્યો હતો. એક જ વન-ડેમાં કુલ ૧૬ બોલરોએ બોલિંગ કરી હોય એવા તો ૧૩ કિસ્સા બની ગયા છે. ૧૯૬૪-૬૫ની કેપટાઉન ટેસ્ટમાં અનોખી ઘટના બની હતી. એમાં કુલ ૨૨માંથી ૨૦ પ્લેયરોએ બોલિંગ કરી હતી. માત્ર બે વિકેટકીપર એ યાદીમાં સામેલ નહોતા. એ અભૂતપૂર્વ ટેસ્ટ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. ટી-ટ્વેન્ટીમાં ૧૬ બોલરોનો રેકોર્ડ છે. તાજેતરમાં બર્મુડા અને પપુઆ ન્યૂગિની વચ્ચેની ટી-ટ્વેન્ટીમાં કુલ ૧૬ પ્લેયરોએ બોલિંગ કરી હતી.

-----------------------

હનુમા વિહારી અનોખી વિક્રમ-યાદીમાં

તાજેતરમાં ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટમાં કુલ છ હાફ સેન્ચુરી નોંધાઇ હતી, પરંતુ એકેય સેન્ચુરી નહોતી બની. એ છ હાફ સેન્ચુરીયનોમાં ભારતનો હનુમા વિહારી અને ન્યૂ ઝીલેન્ડનો ટોમ બ્લન્ડેલ પંચાવન-પંચાવન રન સાથે મોખરે હતા. પૃથ્વી શો તથા પુજારાના ૫૪-૫૪ રન હતા, જ્યારે અન્ય કિવી પ્લેયરોમાં ટોમ લેથમના બાવન રન (બન્ને દાવમાં)નો સમાવેશ હતો.

અહીં નવાઇની વાત એ છે કે ૧૧૧ ટેસ્ટ એવી રમાઇ ગઇ જેમાં કુલ છ અડધી સદી બની હતી, પરંતુ એકેય સેન્ચુરી નહોતી. આ ૧૧૧ ટેસ્ટમાં અડધી સદીઓના વિક્રમના સંદર્ભમાં હનુમા વિહારીના પંચાવન રન અને બ્લેન્ડેલના પંચાવન રન સૌથી ઓછા છે. તેમણે એક ટેસ્ટની છ અડધી સદીઓમાં સૌથી ઓછા ૬૭ રનનો ૩૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

--------------------

ગ્રેમ સ્મિથના રન ટેસ્ટ-સુકાનીઓમાં હાઇએસ્ટ

વિરાટ કોહલીએ તાજેતરમાં જ કેપ્ટન તરીકે ટેસ્ટમાં ૫૦૦૦ રનનો આંકડો પાર કર્યો. જોકે, આ યાદી બહુ રસપ્રદ છે જેની વિગતો આ કોલમમાં આપણે જાણીશું.

ભારતીયો તાજેતરમાં જ ન્યૂ ઝીલેન્ડમાં ૦-૨થી ટેસ્ટ-શ્રેણી હારીને આવ્યા. એ સિરીઝમાં વિરાટ સારું રમ્યો તો નહોતો, પરંતુ કેપ્ટન તરીકે તેણે એ પહેલાં જ મહત્ત્વની સિદ્ધિ મેળવી લીધી હતી. તે ટેસ્ટ-કેપ્ટન તરીકે ૫૦૦૦ રન બનાવનારો વિશ્ર્વનો છઠ્ઠો ખેલાડી બન્યો હતો.

વિરાટના કેપ્ટન તરીકે રન ૫,૧૪૨ છે. જોકે, સ્ટીફન ફ્લેમિંગ (પ,૧૫૬ રન) તથા વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇવ લોઇડ ( ૫,૨૩૩ રન) કરતાં તે બહુ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (૬,૫૪૨ રન) તથા એલન બોર્ડર (૬,૬૨૩ રન)થી પણ વિરાટ બહુ દૂર નથી, પણ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ સુકાની ગ્રેમ સ્મિથ આ બધા કરતાં ખાસ્સો આગળ છે. ગ્રેમ સ્મિથે કેપ્ટન તરીકે ૧૦૯ ટેસ્ટમાં કુલ ૮,૬૫૯ રન બનાવ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q6Q1A2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com