28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચીનનું સાચું ને કૂતરાંનું ડાચું: કોરોનાનો કેર ને કમ્યુનિસ્ટોનો કાળોકેર...!

એક્સરે-તુષાર દવેથોડા દિવસ પહેલા ચીનના ‘સુપ્રીમ લીડર’ શી જિનપિંગે વુહાનની ટૂર કરી. પોતાનાં ઘરોમાં બંધ લોકોની બાલ્કનીઓ સામે હાથ હલાવીને ફોટો સેશન પણ કરાવ્યું. ચીને પોતાને ત્યાં કોરોના માટે ખાસ બનાવાયેલી એક હોસ્પિટલ બંધ કરી. એટલું જ નહીં, પણ એ હોસ્પિટલના સ્ટાફનું સન્માન કર્યું. સ્ટાફ (માસ્ક પહેરીને) કોરોનાને હરાવી દીધો હોવાનું સેલિબ્રેશન કરતો હોય એવા ફોટા પણ વિશ્ર્વ તરફ વહેતા કરવામાં આવ્યાં. ચીનની સરકારના ગોદીમીડિયાએ ‘ચબ ચંગા સી’ અથવા ‘સબ ચંગા હો રહા હૈ જી’ની આલબેલ વગાડવી શરૂ કરી દીધી છે. (ચીનનું મીડિયા ખરા અર્થમાં ગોદીમીડિયા જ છે. તે સરકાર સ્પોન્સર્ડ છે અને સરકાર જ ચલાવે છે. હોવ...)

કહેવાની જરૂર નથી કે આ બધાં દુનિયા સામેના દેખાડા છે. હકીકત તો એ છે કે

ચીન એક દુષ્ટ રાષ્ટ્ર છે અને વુહાન ચીનનું

ચર્નોબિલ છે!

સર્વવિદિત છે કે કોરોના વાઈરસ નામનો જે ડ્રેગન આજે ઓલમોસ્ટ અડધી દુનિયા પર ફૂંફાડા મારી રહ્યો છે તેનું પારણું ચીનના વુહાન શહેરમાં ઝૂલ્યું હતું. કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી માંડીને આજ દિવસ સુધી કમ્યુનિસ્ટ ચીને આ આખા મામલાને જે જોખમી રીતે હેન્ડલ કર્યો છે તેમાં અને ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના વખતે કમ્યુનિસ્ટ રશિયા (ઞજજછ)એ જે

વલણ અપનાવ્યું હતું એમાં ખતરનાક

સામ્યતાઓ છે.

બન્ને કિસ્સાઓમાં સામ્યવાદી શાસને શરૂઆતમાં જોખમનું અસ્તિત્વ હોવાનો જ ઈનકાર કરી દીધો હતો. જેના પાપે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાયો. બન્ને રાષ્ટ્રોને વિશ્ર્વમાં પોતાની ઈમેજની ચિંતા હતી. રશિયાના તુમાખીભર્યા સત્તાધીશોએ સમય રહેતા ચેર્નોબિલ ખાલી કરાવવાનો નિર્ણય જ ન લીધો. એમને ડર હતો કે એવું કરવાથી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન રશિયા પર પડશે અને રાષ્ટ્રની બદનામી થશે. શહેર ખાલી કરાવવાના નિર્ણયમાં ઢીલાશ થતાં હજારો લોકો રેડિયેશનનો શિકાર બન્યાં. ચીન તો એનાથી પણ આગળ નીકળી ગયું. આવો કોઈ વાઈરસ છે એની સૌથી પહેલી ચેતવણી આપનારા ડોક્ટર લી વેન્લિયાંગની અટકાયત જ કરી લીધી.

એ ડોક્ટરે આ વાઈરસનાં લક્ષણો જોતા જ પોતાના સાથીઓને ચેતવણી આપી હતી અને ચીનના સોશિયલ નેટવર્ક પર આ વાઈરસથી સાવધાન રહેવાની ચેતવણી સૌથી પહેલા મુકી હતી. ડોક્ટરે આપેલી ચેતવણીની ગંભીરતા સમજવાના બદલે ચીનના સત્તાધીશોએ એના પર ખોટી કોમેન્ટ્સ કરવાનો અને સામાજિક વાતાવરણ ડહોળવાનો આરોપ મુક્યો. તે ફરીથી આવી અફવા નહીં ફેલાવે અને એવું કરશે તો સજા મળશે એવા લખાણ નીચે સહી કરાવીને એને છોડ્યો. અંતે એ ડોક્ટર પોતે જ કોરોનાનો શિકાર થઈને મરી ગયો અને એ વાઈરસના કારણે મોતને ભેટેલા નાની ઉંમરના લોકોમાં એ આગળ હતો. એણે હોસ્પિટલના ખાટલેથી ઈન્ટરવ્યૂ આપતી વખતે વસવસો વ્યક્ત કરેલો કે ‘એણે આપેલી ચેતવણી ગંભીરતાથી લેવામાં આવી હોત તો સારું થાત.’

એમના મોતથી દેશભરમાં હોબાળો મચી ગયો. ચીનનું ટ્વિટર કહી શકાય તેવા સોશિયલ મીડિયા વેઈબો (ઠયશબજ્ઞ) પર લોકોનો આક્રોશ જોઈને સરકારે પોતાના બગલબચ્ચા જેવાં અખબારોની મદદથી એકાદ વાર તો એમના મોતના સમાચાર છુપાવવાનો પણ પ્રયાસ કર્યો. એના ચક્કરમાં એમના મોતના બે બે ટાઈમિંગ જાહેર થયા. જે સરકારની દાનત પર શંકા કરવા મજબૂર કરે છે.

વેઈબો સરકારના જુઠ્ઠાણાઓ સામે બંડ પોકારતી પોસ્ટ્સથી છલકાઈ રહ્યું છે. લોકો સાચું લખે છે અને સરકારી તંત્ર એવી કોમેન્ટ્સ અને પોસ્ટ્સ ડિલિટ કરી રહ્યું છે. વેઈબો પર સરકારને સંબોધીને એક યુઝરે લખ્યું કે, ‘તમે ભૂલતા નહીં કે અમે અત્યારે શું ફીલ કરી રહ્યાં છીએ. આ ગુસ્સો ભૂલતા નહીં. અમે આવું ફરીથી નહીં થવા દઈએ.’ બીજાએ લખ્યું કે, ‘સત્ય સાથે હંમેશાં અફવા જેવો જ વ્યવહાર થતો હોય છે, પણ તમે ક્યાં સુધી જુઠ્ઠાણા ચલાવી શકશો? તમે હજુ જુઠ્ઠાણા ચલાવો છો? હવે તમારી પાસે છુપાવવા જેવું બચ્યું છે જ શું?’

ચીનની એક ટોચની સત્તાધીશ વુહાનની ગલીઓમાં મુલાકાત માટે નીકળી ત્યારે લોકો - ‘ફેક ફેક’, ‘એવરીથિંગ ઈઝ ફેક’, ‘વી પ્રોટેસ્ટ’, ‘ફોર્માલિઝમ’ -ની બૂમો પાડતા હોય એવો વીડિયો પણ ચીનની સેન્સરશીપને ભેદીને વિશ્ર્વ સુધી પહોંચી ગયો છે.

ઇઇઈના ૭ ફેબ્રુઆરીના રિપોર્ટ મુજબ કેટલાંક પ્રાંતમાં ગ્રુપ ડિનર કે બર્થડે પાર્ટી જેવી ઈવેન્ટ્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. હાંગઝોઉં અને નાનચંગ જેવાં શહેરોમાં દિવસમાં કેટલા લોકો ઘરની બહાર નીકળી શકશે તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હ્યુબેઈ પ્રાંતમાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સની લિફ્ટ્સ જ બંધ કરી દેવામાં આવી છે જેથી ઉપરના માળે રહેતા લોકો બહાર ન નીકળી શકે. વુહાનમાં શહેરના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ઝડપથી બે હોસ્પિટલ બાંધવામાં આવી એના કારણે બેડ્સ અને અન્ય ઈક્વિપમેન્ટ્સની અછત વર્તાય છે અને વર્કલોડ પણ ખૂબ વધી ગયો છે. આ ૭ ફેબ્રુઆરીનો રિપોર્ટ છે અને ૧૧ માર્ચે ચીનનું સત્તાવાર મીડિયા એક હોસ્પિટલ બંધ કરવામાં આવી એવા ન્યૂઝ પ્રસારિત કરે છે અને ખાલી હોસ્પિટલમાં એક બેડ પર થાક ખાતાં ડોક્ટરની તસવીર મુકીને એને ‘ફોટો ઓફ ધ ડે’ ગણાવે છે. ચીનના તમામ રિપોર્ટ્સમાં પ્રથમ દૃષ્ટિએ જ દેખાઈ આવે છે કે એમાં તથ્યો નથી, પણ સમાચારોને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. એકચ્યુલી, આ સમસ્યાને સારી રીતે ટેકલ ન કરવા બદલ ચીનમાં જિનપિંગની જે ટીકા થઈ અને વિશ્ર્વમાં જે રીતે છાપ ખરડાઈ તેને સુધારવાના હવાતિયાં છે.

ચીનમાં ટ્વિટર અને યુ ટ્યુબ બેન હોવા છતાં કોઈ રીતે એ માધ્યમો પર હજારો ફોલોઅર્સ ધરાવતો અને એ માધ્યમો પર સિટિઝન્સ જર્નાલિઝમ કરતો પત્રકાર ચેન વુહાનની ગલીઓમાંથી ૨૩ જાન્યુઆરીએ ગાયબ થઈ ગયો. એનું ટ્વિટર હાલ એનો ફ્રેન્ડ ઓપરેટ કરે છે. એના પત્રકારત્વ બદલ સરકારે અગાઉ પણ તેની અટકાયત કરેલી. એની માતાનો ટ્વિટર પર વીડિયો આવ્યો અને તેમણે લોકોને પોતાના પુત્રને શોધવાની અપીલ કરી.

લોકોને ભય હતો કે એની હાલત પણ એવી જ થશે જેવી ડોક્ટર લીની થયેલી. પછી ક્યાંકથી ભાળ મળી કે એને બળજબરીપૂર્વક ગોંધી રાખવામાં આવ્યો છે. ફ્રી પ્રેસ માટે કાર્ય કરતી દુનિયાની અગ્રણી સંસ્થાઓ એના માટે ટ્વિટ્સ કરી રહી છે. એના એકાઉન્ટમાંથી રોજ એક ટ્વિટ આવે છે કે ચેનને આટલા દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે, પ્લીઝ કોઈ એને બચાવો. દરેક ટ્વિટ સાથે એક દિવસ વધતો જાય. આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૨ માર્ચે રાત્રે પોણા બે વાગ્યે એના એકાઉન્ટમાં ચાર કલાક પહેલા આવેલી ટ્વિટ મુજબ ચેનને ૩૫ દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે.

ફરીથી ચેર્નોબિલ સાથેની તુલના પર આવીએ તો ચેર્નોબિલ અને ચીન બન્ને કેસોમાં સરકાર દ્વારા પારદર્શિતાના અભાવના કારણે વિશ્ર્વ પરના ખતરાની ઈન્ટેન્સિટી દિવસેને દિવસે વધતી જ ગઈ હતી. બન્ને મામલે ટોચની લીડરશીપ પરિસ્થિતિની જવાબદારી લેવાથી ભાગતી રહી છે. થોડા દિવસ પહેલા જ ચીનમાંથી આવેલું એક નિવેદન મીડિયામાં થોડું ચમકીને જતું રહ્યું કે, ‘ચીને કહ્યું કે કોરોના ચીનમાંથી નથી ફેલાયો. ચીનને બદનામ ન કરશો.’

વાસ્તવિકતા એ છે કે ચીનની સરકાર રોગચાળાના કારણે વિશ્ર્વમાં થયેલી બદનામી અને ઉદ્યોગો પર પડેલી માઠી અસરથી અકળાઈ ગઈ છે. બીબીસી ગુજરાતીના એક રિપોર્ટ અનુસાર કોરોનાથી ચીનના સિરામિક ઉદ્યોગને જે માર પડી રહ્યો છે તેનો લાભ મોરબીના સિરામિક ઉદ્યોગને મળી રહ્યો છે. બિઝનેસ અને પ્રોફિટમાં બધે છવાઈ જવા ટેવાયેલા ખંધા ચીનથી આવું બધું તો કેવી રીતે સહન થાય? એટલે ચીન હવે કોઈપણ ભોગે કોરોનાની સમસ્યા પર ઢાંકપીછોડો કરવા મથી રહ્યું છે.

--------------------------

ફ્રી હિટ

ચેર્નોબિલ દુર્ઘટનાની ગંભીરતા વિશ્ર્વ સામે ન આવે એ માટે સોવિયેત સરકારે લોકોનો જીવ કેવી રીતે જોખમમાં મુકેલો એની વિસ્તૃત સમજ આપતી સિરિઝ ‘ચેર્નોબિલ’ મસ્ટ વોચ છે.-------------------------

૧)કોરોનાની ચેતવણી આપનાર ડોક્ટર લી વેન્લિયાંગ જ એનો શિકાર થઈ મોતને ભેટ્યા

૨)પત્રકાર ચેન કિઉશીઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

45nr68V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com